Harley Davidson Street Bob 117 ભારતમાં લોન્ચ, જાણો કિંમત, ડિઝાઇન અને ફિચર્સ

Harley Davidson Street Bob 117 : હાર્લી-ડેવિડસને ભારતમાં પોતાની નવું Harley Davidson Street Bob 117 બાઇક લોન્ચ કર્યું. આ બાઇક પોતાના દમદાર પરફોર્મન્સ, ક્લાસિક ડિઝાઇન અને એડવાન્સ ટેક્નોલોજીના કારણે બાઇક પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે

Written by Ashish Goyal
August 18, 2025 23:22 IST
Harley Davidson Street Bob 117 ભારતમાં લોન્ચ, જાણો કિંમત, ડિઝાઇન અને ફિચર્સ
Harley Davidson Street Bob 117 : હાર્લી ડેવિડસન સ્ટ્રીટ બોબ 117 ભારતમાં લોન્ચ

Harley Davidson Street Bob 117 Launch India : હાર્લી-ડેવિડસને ભારતમાં પોતાની નવું Harley Davidson Street Bob 117 બાઇક લોન્ચ કર્યું છે. આ દમદાર ક્રૂઝર બાઇકની એક્સ શોરૂમ કિંમત ₹ 18.77 લાખ રાખવામાં આવી છે. આ બાઇક પોતાના દમદાર પરફોર્મન્સ, ક્લાસિક ડિઝાઇન અને એડવાન્સ ટેક્નોલોજીના કારણે બાઇક પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. આવો જાણીએ તેની ડિઝાઇનથી લઇને એન્જીન સુધીની સંપૂર્ણ વિગતો.

હાર્લી ડેવિડસન સ્ટ્રીટ બોબ 117 ડિઝાઇન અને સ્ટાઇલિંગ

Street Bob 117 માં ક્લાસિક ક્રુઝર ડિઝાઇન છે જે ન્યૂનતમ બોડીવર્ક અને મસ્કુલર લૂક દેખાય છે. તેમાં લો-રાઇડિંગ ફ્રેમ, બ્લેક-આઉટ થીમ અને પહોળા ટાયર્સ સાથે મજબૂત રોડ પ્રેઝન્સ છે. એલઇડી હેડલેમ્પ્સ, ટીયર-ડ્રોપ ફ્યુઅલ ટેન્ક અને શોર્ટ ફેન્ડર્સ તેને એક રોબદાર અને સ્ટાઇલિશ લુક આપે છે.

હાર્લી ડેવિડસન સ્ટ્રીટ બોબ 117 ફીચર્સ

હાર્લી ડેવિડસન સ્ટ્રીટ બોબ 117માં જોવા મળતા ફીચર્સની વાત કરીએ તો તેમાં એલઇડી લાઇટિંગ સેટઅપ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સિંગલ પીસ સીટ અને કસ્ટમ રાઇડિંગ પોઝિશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે એડવાન્સ ડિસ્પ્લે, યુએસબી ચાર્જિંગ પોર્ટ અને અન્ય આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે.

હાર્લી ડેવિડસન સ્ટ્રીટ BOB 117 હાર્ડવેર

સ્ટ્રીટ બોબ 117 માં મજબૂત સ્ટીલ ટ્યુબલર ફ્રેમ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફ્રન્ટ સસ્પેન્શનમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ, રિયર સસ્પેન્શનમાં ટ્વીન શોક્સ સસ્પેન્શન, બ્રેકિંગ સિસ્ટમમાં આગળ અને પાછળ બંને ભાગમાં ડિસ્ક બ્રેક્સ, એબીએસ સ્ટાન્ડર્ડ, વાઇડ રબર ટાયર્સ જે હાઇવે અને શહેર બંનેમાં ઉત્તમ ગ્રીપ આપે છે.

હાર્લી ડેવિડસન સ્ટ્રીટ બોબ 117 એન્જિન અને પરફોર્મન્સ

હાર્લી ડેવિડસન સ્ટ્રીટ બોબ 117માં 117ci એટલે કે 1,923 સીસી Milwaukee-Eight V-Twin એન્જિન આપવામાં આવ્યું છે, જે લગભગ 103 બીએચપી પાવર અને 168 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ એન્જિન સરળ અને હાઈ-પરફોર્મન્સ રાઇડિંગનો અનુભવ આપે છે અને લાંબા અંતરના ક્રૂઇઝિંગ માટે યોગ્ય છે.

આ પણ વાંચો – Apple નો મોટો પ્લાન! કંપની જલ્દી લાવી શકે છે સસ્તુ MacBook, જાણો શું હશે કિંમત

હાર્લી ડેવિડસન સ્ટ્રીટ બોબ 117 કિંમત અને ઉપલબ્ધતા

હાર્લી ડેવિડસન સ્ટ્રીટ બોબ 117ની ભારતમાં કિંમત ₹18.77 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આ બાઇક હાર્લી ડેવિડસનની પસંદગીની ડીલરશિપ પર ઉપલબ્ધ હશે.

હાર્લી ડેવિડસન સ્ટ્રીટ બોબ 117 કોના માટે છે શ્રેષ્ઠ વિકલ્પ

હાર્લી ડેવિડસન સ્ટ્રીટ બોબ 117 બાઇક રાઇડર્સ માટે એક શ્રેષ્ઠ પસંદગી છે, જેઓ પ્રીમિયમ સેગમેન્ટમાં મજબૂત, સ્ટાઇલિશ અને હાઇ-પર્ફોર્મન્સ ક્રૂઝરની શોધમાં છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ