મહિન્દ્રા સ્કોર્પિયો એન ફેસલિફ્ટ લોન્ચ પહેલા થઇ સ્પોટ, જાણો ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી શું છે અપેક્ષાઓ

Mahindra Scorpio N facelift : મહિન્દ્રા એસયુવીના ફેસલિફ્ટ સંસ્કરણ પર કામ કરી રહી છે અને તાજેતરમાં તેના સ્પાય જાસૂસ શોટ્સ જાહેર થયા છે. તાજેતરના સ્પાય શોટ્સમાં, સ્કોર્પિયો એન ફેસલિફ્ટનો રિયર ક્વાર્ટર એંગલ જોવા મળ્યો છે

Written by Ashish Goyal
Updated : October 18, 2025 21:16 IST
મહિન્દ્રા સ્કોર્પિયો એન ફેસલિફ્ટ લોન્ચ પહેલા થઇ સ્પોટ, જાણો ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી શું છે અપેક્ષાઓ
મહિન્દ્રા એસયુવીના ફેસલિફ્ટ સંસ્કરણ પર કામ કરી રહી છે

Mahindra Scorpio N facelift : મહિન્દ્રા સ્કોર્પિયો એન 2022 માં લોન્ચ થતાની સાથે જ ભારતીય એસયુવી માર્કેટમાં તહલકો મચાવી દીધો હતો. લોન્ચિંગના પ્રથમ દિવસે જ ઓનલાઇન બુકિંગમાં 30 મિનિટમાં 1,00,000 બુકિંગનો આંકડો પાર કર્યો હતો. છેલ્લા બે વર્ષમાં સ્કોર્પિયો એન અને સ્કોર્પિયો ક્લાસિકે મળીને 1.2 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે અને આનાથી મહિન્દ્રાને રેકોર્ડ એસયુવી હોલસેલ નંબર મળ્યા છે.

પોતાની દમદાર રોડ પ્રજેંસ, લૈડર-ફ્રેમ રગ્ડનેસ અને વ્યાપક અપીલના કારણે તે ભારતીય એસયુવી પ્રેમીઓની પ્રિય ગાડી બની છે. હવે મહિન્દ્રા એસયુવીના ફેસલિફ્ટ સંસ્કરણ પર કામ કરી રહી છે અને તાજેતરમાં તેના સ્પાય જાસૂસ શોટ્સ જાહેર થયા છે.

સ્કોર્પિયો એન ફેસલિફ્ટના સ્પાય શોટ્સ

આ તાજેતરના સ્પાય શોટ્સમાં, સ્કોર્પિયો એન ફેસલિફ્ટનો રિયર ક્વાર્ટર એંગલ જોવા મળ્યો છે. આખી કાર પર કૈમોફ્લેજ લગાવેલું હોવાના કારણે ડિઝાઇનમાં થયેલો ફેરફાર સરળતાથી દેખાતા નથી.

સિલ્હૂટ જૂના જેવું જ રહે છે, પરંતુ “રેડી-ટુ-સ્ટિંગ સ્કોર્પિયન” ટેલ ડિઝાઇન હજી પણ અકબંધ છે. સ્પોઇલર, ટેઇલ લાઇટ હાઉસિંગ, અંડર-બોડી સ્પેર વ્હીલ, પારંપરિક ડોર હેન્ડલ્સ, રુફ રેલ અને શાર્ક ફિન એન્ટેના જેવા ફિચર્સ તે જ છે.

મોટાભાગના ફેરફારો ફ્રન્ટ ફેસિયામાં હોવાની અપેક્ષા છે, જેમાં નવી ગ્રિલ, સ્પોર્ટી બંપર, રીડિઝાઇન કરેલી હેડલાઇટ્સ અને એલઇડી ડીઆરએલ સિગ્નેચર શામેલ હોઈ શકે છે. આમ છતા સ્કોર્પિયો એનની મજબૂત રોડ હાજરી અને “બિગ ડેડી” અપીલ અકબંધ રહેશે.

કયા-કયા ફેરફારોની અપેક્ષા છે?

  • ઇન્ટિરિયર: મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, સંપૂર્ણ ડિજિટલ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને પેનોરેમિક સનરૂફ.
  • ઓડિયો સિસ્ટમ: સોનીની જગ્યાએ હાર્મન કાર્ડન.
  • સુવિધાઓ: 6-સીટર વર્ઝનમાં 2nd-row કેપ્ટન ચેયર્સ સાથે વેંટિલેટેડ સીટ્સ.
  • સલામતી: ADAS સ્યુટ વધુ વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો – આ દિવાળી પર ખરીદો નવી કાર અને મેળવો લાખો રુપિયાની બચત, અહીં જુઓ સંપૂર્ણ ડિસ્ટાઉન્ટ ઓફર

એન્જિન અને તકનીકી વિશેષતાઓ

ફેસલિફ્ટમાં પાવરટ્રેનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં

2.0 લિટર ટર્બો પેટ્રોલઃ 200 bhp અને 370 Nm

2.2 લિટર ટર્બો ડીઝલ: 172 bhp और 370 Nm.

MT અને AT ગિયરબોક્સ વિકલ્પ અને 4WD કોન્ફિગરેશન યથાવત્ રહેશે.

ફેસલિફ્ટમાં XUV700 ના 185 bhp અને 450 Nm એન્જિન વિકલ્પો જેવા કેટલાક ફીચર્સ મળવાની અપેક્ષા છે.

મહિન્દ્રા સ્કોર્પિયો એન ફેસલિફ્ટનું લોન્ચિંગ ભારતીય એસયુવી પ્રેમીઓ માટે મોટા સમાચાર હશે. તેના સ્પાય શોટ્સ પરથી, એવું લાગે છે કે તે પોતાના દમદાર અને પ્રીમિયમ લુકને જાળવી રાખીને વધુ આધુનિક અને ફીચર સાથે બહાર આવશે.

(Source: CarBlog India)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ