Mahindra Thar Rocks vs Thar 3 Door: મહિન્દ્રાએ પોતાની લોકપ્રિય ઓફ-રોડિંગ એસયુવી થારનું નવું 5-ડોર વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જેનું નામ મહિન્દ્રા થાર રોક્સ રાખવામાં આવ્યું છે. પાંચ દરવાજાવાળા આ થાર રોક્સનો મુકાબલો મારુતિ સુઝુકી જિમ્ની અને ફોર્સ ગુરખા સાથે થાય છે, પરંતુ તે પહેલાં તેની ઓરિજનલ 3 દરવાજાવાળી થાર સાથે સ્પર્ધા થાય છે. અહીં ઘણા પ્રશ્નો ઉભા થાય છે કે શું પહેલાની થાર નવા થાર રોક્સ સામે ટકી શકશે?
સાઇઝમાં સ્પષ્ટ અંતર સિવાય થાર રોક્સ પોતાના ત્રણ-દરવાજાના સમકક્ષ કરતા પણ મોટી છે. આ ફક્ત અપડેટેડ ડિઝાઇન અને વધેલા ડાઇમેંશનથી વધારે ઓફર કરે છે. આ આર્ટીકલમાં આપણે તે પાંચ મુખ્ય વિશેષતાઓ વિશે જાણકારી મેળવીએ જે 3 દરવાજાવાળા થારમાં નથી.
Mahindra Thar Rocks vs Thar 3 Door: ક્રોલ સ્માર્ટ અસિસ્ટ
આ સુવિધા તેના સેગમેન્ટમાં પ્રથમ વખત છે અને હાર્ડકોર ઓફ-રોડિંગ દરમિયાન ખૂબ જ ઉપયોગી છે. શરૂઆતમાં ક્રોલ સ્માર્ટ અસિસ્ટ સુવિધા ફક્ત ઓટોમેટિક વેરિઅન્ટ માટે જ હતી. એક્ટિવ થવા પર થાર રોક્સ 2.5 કિમી/કલાકથી લઇને 30 કિ.મી./કલાકની ઝડપે મુશ્કેલ વિસ્તારોમાં પર ક્રુઝ કંટ્રોલ બનાવી રાખે છે. તેને સીધા ચઢાણ દરમિયાન એક્ટિલ કરી શકાય છે, જે થ્રોટલ ઇનપુટની જરૂરિયાત વિના ક્રુઝ કન્ટ્રોલની જેમ જ કામ કરે છે.
Mahindra Thar Rocks vs Thar 3 Door: ઇન્ટેલી-ટર્ન
આ મિડ-સાઇઝ એસયુવી ક્લાસમાં ઇન્ટેલી-ટર્ન વધુ એક પ્રથમ ફીચર છે. આ વળાંક લેતી વખતે પાછળના વ્હિલને અંદર લોક કરીને ઉબડખાબડ વિસ્તારમાં મોડવાની રેડિયસને ઘટાડે છે. 15 કિમી પ્રતિ કલાકની ઝડપે 15 સેકન્ડના સમયગાળા માટે ઇન્ટેલી-ટર્ન. જ્યારે ઇલેક્ટ્રોનિક લોકિંગ ડિફરેંશિયલ લાગ્યા હોય ત્યારે તે કામ કરતું નથી.
આ પણ વાંચો – રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 vs જાવા 42 બંને માંથી કઇ બાઈક શાનદાર? જાણો કિંમત અને ફીચર્સ
Mahindra Thar Rocks vs Thar 3 Door: ઈલેક્ટ્રોનિક લોકિંગ ડિફરન્શિયલ
સ્કોર્પિયો એન અને ત્રણ દરવાજાવાળા થારથી વિપરીત, મહિન્દ્રા થાર રોક્સ ઇલેક્ટ્રોનિક લોકિંગ ડિફરન્શિયલથી સજ્જ છે. આ સુવિધાથી ટ્રેક્શનને વધારવા અને વ્હીલ સ્પીનને ઓછું કરવા પાવર અને ટોર્કના ટ્રાન્સફરની મંજૂરી આપે છે. આ ઉપરાંત થાર રોક્સ 4×4 એડિશનમાં બરફ, રેતી અને કાદવ માટે ટેરેન મોડની સુવિધા છે.
Mahindra Thar Rocks vs Thar 3 Door: લેવલ 2 ADAS
થાર રોક્સ લેવલ 2 એડીએએસને સમાવીને સલામતીના ધોરણોમાં વધારો કરે છે. આ દસ ફિચર્સની લિસ્ટ લેસ છે. તેમાં એડોપ્ટિવ ક્રુઝ કન્ટ્રોલ, રાહદારીઓ, સાઇકલ સવારો અને વાહનો માટે ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, આગળના ટક્કરની ચેતવણી, ટ્રાફિક સાઇન રેકગ્નિશન, લેન ડિપાર્ચર એલર્ટ અને લેન કીપ હેલ્પ સહિતની દસ સુવિધાઓની યાદી આપવામાં આવી છે. આ વધારાની સુવિધા સાથે થાર રોક્સ, એક્સયુવી700 અને 3X0 સાથે મહિન્દ્રાના લાઇનઅપમાં એડીએએલ સ્યુટનો દાવો કરનાર ત્રીજા ગાડી બની ગઇ છે.
Mahindra Thar Rocks vs Thar 3 Door: નવું પ્લેટફોર્મ
થાર રોક્સ સ્કોર્પિયો એન પ્લેટફોર્મ પર કરવામાં આવેલા ફેરફારો પર આધારિત છે, જે તેને ત્રણ દરવાજાવાળા થાર કરતા લગભગ 40 કિલોગ્રામ હળવા બનાવે છે. મહિન્દ્રાએ હળવા વજનના અને ઉચ્ચ-મજબૂત સ્ટીલ મટિરિયલ્સનો ઉપયોગ કરીને આ હાંસલ કરવામાં સફળતા મેળવી છે.