Hero Splendor Rival New Honda Shine 100 DX unveiled in India : હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ તેની પ્રીમિયમ મોટરસાઇકલ રેન્જને અપડેટ કરી છે અને નવી શાઇન 100 ડીએક્સને રજૂ કરી છે. જે ભારતમાં હોન્ડાની લાઇનઅપમાં ઉપલબ્ધ શાઇન 100 થી ઉપર હશે અને આ બાઇકનો સીધો મુકાબલો હીરો સ્પ્લેન્ડર પ્લસ અને ટીવીએસ રેડિયોન જેવી લોકપ્રિય બાઇક્સ સાથે થશે.
નવી હોન્ડા શાઇન 100 DX: નવું શું છે?
નવા ફીચર્સની વાત કરીએ તો હોન્ડા શાઇન 100 ડીએક્સમાં શાઇન 100ની સરખામણીમાં કેટલાક અપડેટ્સ મળે છે, જે તેને વધુ પ્રીમિયમ બનાવે છે. નવી હોન્ડા શાઇન 100 ડીએક્સમાં 10 લિટરની ક્ષમતા ધરાવતી વાઇડ ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે, જેના પર અપડેટેડ ગ્રાફિક્સ અને એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.
ડિઝાઇનની વાત કરીએ તો નવી શાઇન 100 ડીએક્સમાં હેડલાઇટ કવર પર ક્રોમ ઇન્સર્ટ અને ક્રોમ ફિનિશ એક્ઝોસ્ટ હીટશિલ્ડ આપવામાં આવ્યું છે, જે નવી શાઇન 100 ડીએક્સને આધુનિક લુક આપે છે. મોટી ફ્યુઅલ ટેન્ક અને નવા ગ્રાફિક્સ સાથે આ તમામ નાના-મોટા ફેરફારો મોટરસાયકલને વધુ પ્રીમિયમ લુક આપે છે.
નવી હોન્ડા શાઇન 100 DX કલર ઓપ્શન
નવી હોન્ડા શાઇન 100 ડીએક્સ મોટરસાઇકલ ચાર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે: ઇન્જેનિયસ બ્લેક, ઇમ્પિરિયલ રેડ મેટૈલિક, એથ્લેટિક બ્લુ મેટૈલિક અને જેની ગ્રે મેટૈલિક છે.
નવી હોન્ડા શાઇન 100 DX એન્જિન સ્પેસિફિકેશન્સ અને અન્ય વિગતો
નવી હોન્ડા શાઇન 100 ડીએક્સમાં 98.98સીસી, એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે જે 4-સ્પીડ ગિયરબોક્સ સાથે 7.28 બીએચપી અને 8.04 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. હોન્ડાએ માઇલેજની વિગતો જાહેર કરી નથી, પરંતુ તે વધુ હોવાની અપેક્ષા છે, કદાચ સ્ટાન્ડર્ડ શાઇન 100 ની સમકક્ષ હશે.
આ પણ વાંચો – મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ભારતમાં આ તારીખે થશે લોન્ચ, 500 કિમી રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ
આ મોટરસાઇકલ ડાયમંડ ટાઇપ ચેસિસ પર આધારિત છે અને તેમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ, ડ્યુઅલ રિયર શોક એબ્ઝોર્બર, બંને બાજુ ડ્રમ બ્રેક્સ અને 17 ઇંચના વ્હીલ્સ આપવામાં આવ્યા છે. નવી શાઇન 100 ડીએક્સનું કર્બ વજન 103 કિલો છે, જ્યારે તેની સીટની ઊંચાઈ 786 મિમી છે.
નવી હોન્ડા શાઇન 100 DX બુકિંગ અને કિંમત
હોન્ડાના જણાવ્યા અનુસાર હોન્ડા શાઇન 100 ડીએક્સનું બુકિંગ 1 ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે ડિલિવરી ટૂંક સમયમાં તબક્કાવાર રીતે શરૂ થશે. શાઇન 100 ડીએક્સ આ કેટેગરીમાં અન્ય કેટલાક કમ્યુટર મોડલ્સ સાથે સ્પર્ધા કરશે, જેમાં ભારતમાં સૌથી વધુ વેચાતી ટુ-વ્હીલર હીરો સ્પ્લેન્ડરનો પણ સમાવેશ થાય છે. નવી હોન્ડા શાઇન 100 ડીએક્સની કિંમત 70,000 રૂપિયાથી 90,000 રૂપિયાની વચ્ચે હોવાની આશા છે.