scorecardresearch

Bajaj Platina 110 ABS Vs Honda CD 110 Dream: ઓછા બજેટમાં માઈલેજ અને બ્રેકિંગ સિસ્ટમ માટે કયો સારો વિકલ્પ?

Bajaj Platina 110 ABS Vs Honda CD 110 Dream: હોન્ડા સીડી 110 ડ્રિમ (Honda CD 110 Dream) માં 109.51 સીસીનું સિંગલ સિલેન્ડર એન્જીન મળે છે જે 8.79 પીએસની પાવર અને 9.30 એનએમનું પીક ટોક જનરેટ કરે છે.

Bajaj Platina 110 ABS Vs Honda CD 110 Dream: ઓછા બજેટમાં માઈલેજ અને બ્રેકિંગ સિસ્ટમ માટે કયો સારો વિકલ્પ?
(Photo- BAJAJ AUTO, HONDA)

Best Mileage Bikes માર્કેટમાં ઉપલબ્ધ લાંબી રેન્જમાં તમામ વ્હીલર નિર્માતા કંપનીઓની બાઈક અવેલેબલ છે જેને લઈને કંપની દાવો કરે છે કે બાઈક ઓછા બજેટમાં વધારે માઈલેજ આપે છે. બેસ્ટ માઈલેજ બાઈક્સની ઉપલબ્ધ રેન્જમાં અહીં 2 પોપ્યુલર બાઈક વિષે તમને જણાવીશું જે પછી કિંમતમાં લાંબી માઈલેજની સાથે ઓછા વજન માટે પસંદ કરવામાં આવી છે.

Bike Compare Report માં આજ અહીં Bajaj Platina 110 ABS Vs Honda CD 110 Dream ઉપલબ્ધ છે જેમાં તમે જાણશો કે બંને બાઈકની ફૂલ ડીટેલ જેમાં શામેલ છે કિંમત, એન્જીન, બ્રેકીંગ સિસ્ટમ અને માઈલેજ

Bajaj Platina 110 ABS
બજાજ પ્લેટિના 110 આ પોતાની કંપનીની બેસ્ટ સેલિંગ બાઈક્સમાં આવે છે જેમાં કંપનીની તાજેતરમાં એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS) ની સાથે માર્કેટમાં ઉતરી છે. જેની સાથે આ સેગમેન્ટની ABS વાળી એકમાત્ર બાઇક બની છે.

આ પણ વાંચો: Tips and Tricks for Best Mileage: સ્કૂટર હોય કે બાઈક મળશે જોરદાર માઈલેજ, જો ફોલો કરશો આટલી ટિપ્સ

Bajaj Platina 110 ABS Price
બજાજ પ્લેટિના 110 એબીસી વેરિએન્ટની એક્સ શોરૂમની કિંમત (દિલ્હી), 72,224 રૂપિયા છે અને ઓન રોડ થયા બાદ આ કિંમત વધીને 84,083 રૂપિયા સુધી થઇ જાય છે.

Bajaj Platina 110 ABS Engine
બજાજ ઓટો એ આ બાઇકમાં સિંગલ સિલેન્ડર વાળું115.45 સીસીનું સિંગલ એન્જીન લગાવ્યું છે જેની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોકસને જોડ્યું છે. આ એન્જીન 8.60 પીએસની પાવર અને 9.81 એનેમનું પીક જનરેટ કરે છે.

Bajaj Platina 110 ABS Braking System
બ્રેકીંગ સિસ્ટમની વાત કરીએ તો તેના ફ્રન્ટ વ્હીલમાં ડિસ્ક બ્રેક અને રિયર વ્હીલમાં ડ્રમ બર્ક પણ છે જેની સાથે એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS) ને જોડ્યું છે.

Bajaj Platina 110 ABS Mileage
બજાજ પ્લેટિના 110 એબીસીની માઈલેજ 80 કિલોમીટર પ્રતિ લીટર છે અને આ માઈલેજને ARAI દ્વારા પ્રમાણિત કરાઈ છે.

Honda CD 110 Dream
હોન્ડા સિડી 110 ડ્રિમ પોતાની કંપનીની બેસ્ટ સેલિંગ બાઈક્સની ગણતરીમાં આવે છે જેને ઓછી કિંમતમાં સ્ટાઇલ અને માઈલેજ માટે પસંદ કરાય છે. આ બાઈકનું માત્ર એક વેરિએન્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ક્રિપ્ટો કરન્સી આગામી નાણાંકીય કટોકટીનું કારણ બનશે : RBIના ગવર્નરની ચેતવણી

Honda CD 110 Dream Price
હોન્ડા સિડી 110 ડ્રિમની શરૂઆતની કિંમત 70,315 રૂપિયા ( એક્ક્ષ શોરૂમ, દિલ્લી) છે. આ કિંમત ઓન રોડ થવા પર 81,981 રૂપિયા થઇ જાય છે.

Honda CD 110 Dream Engine
હોન્ડા સીડી 110 ડ્રિમમાં 109.51 સીસીનું સિંગલ સિલેન્ડર એન્જીન મળે છે જે 8.79 પીએસની પાવર અને 9.30 એનએમનું પીક ટોક જનરેટ કરે છે. આ એન્જીનની સાથે 4 સ્પીડ ગિયરબોક્સ પણ જોડ્યું છે.

આ પણ વાંચો: સોના-ચાંદીમાં ઉછાળો : સોનું વધીને ₹ 56,000 થયું, ચાંદી ₹ 1500 મોંઘી થઇ, જાણો તમારા શહેરના ભાવ

Honda CD 110 Dream Braking System

બ્રેકીંગ સિસ્ટમની વાત કરીએ તો તેના ફ્રન્ટ અને રિયર બંને વ્હીલમાં કંપનીએ ડ્રમ બ્રેક પણ લગાવી છે જેની સાથે કોમ્બી બ્રેકીંગ સિસ્ટમ પણ જોડી છે.

Honda CD 110 Dream Mileage

હોન્ડા સીડી 110 ડ્રિમની માઈલેજને લઈને હોન્ડા દાવો કરે છે કે આ બાઈક 74 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. આ માઈલેજ ARAI પ્રમાણિત છે.

Web Title: Bajaj platina 110 abs vs honda cd 110 dream bike mileage low budget price braking system

Best of Express