Bank Holiday Today : દિવાળી તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. આજે એટલે કે 21 ઓક્ટોબર, 2025 ના રોજ, દિવાળી (લક્ષ્મી પૂજા), ગોવર્ધન પૂજાના અવસર પર ઘણા શહેરોમાં બેંક રજા છે. આવી સ્થિતિમાં, અહીં તપાસો કરો કે તમારા શહેરમાં બેંક ખુલ્લી છે કે બંધ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ ‘નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ’ હેઠળ આ રજા આપી છે. તમને જણાવી દઈએ કે તમામ રાજ્યોમાં સ્થાનિક તહેવારને કારણે બેંકોમાં જુદા જુદા દિવસે સરકારી રજા પણ હોય છે. આ કારણોસર, જો તમારે આજે બેંકમાં કોઈ કામ છે, તો અહીં તપાસો કરો કે તમારા શહેરમાં બેંક ખુલ્લી છે કે બંધ છે.
Bank Holiday Today : આજે બેંક ચાલુ છે કે બંધ ?
આજે દિવાળી (લક્ષ્મી પૂજા) નિમિત્તે દિવાળી, ગોવર્ધન પૂજા, બેલાપુર, ભોપાલ, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, રાયપુર, શ્રીનગર બેંક હોલિડે મનાવવામાં આવે છે.
અમદાવાદ સહિત ગુજરાતમાં બેંક બંધ છે કે ખુલ્લી ?
આરબીઆઈ હોલીડે કેલેન્ડર 2025 મુજબ 21 ઓક્ટોબર, મંગળવારના રોજ દેશભરની બેંકોમાં રજા વૈકલ્પિક છે. ગુજરાતની સંદર્ભમાં વાત કરીયે તો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે બેંકો ચાલુ છે.
બેંક રજાના દિવસે પણ ઓનલાઇન અને નેટ બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ
તમે બેંકની રજા પર પણ કોઈ મુશ્કેલી વિના ઘણી ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકો છો. જેમાં નેટ બેંકિંગથી લઈને યુપીઆઈ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે.
UPI
તમે બેંક હોલિડે પર પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો. તેની મદદથી, તમે તમારા પૈસા પણ મોકલી અને પ્રાપ્ત કરી શકો છો. તમે બિલ પણ ચૂકવી શકો છો.
નેટ બેંકિંગ
નેટ બેંકિંગ જેવી સુવિધાઓનો ઉપયોગ રજાના દિવસોમાં કોઈપણ વિક્ષેપ વિના કરી શકાય છે.