Bank Holidays List 2023:અડધો જાન્યુઆરી મહિનો બંધ રહેશે બેન્કો? વાંચો બેન્ક હોલીડેની યાદી

Bank Holidays in India 2023: નવા વર્ષની આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો પાસે પોતાની નાણાંકિય યોજનાઓ છે. જોકે જાન્યુઆરી મહિનામાં વિવિધ તહેવારો અને રજાઓ આવે છે. એટલા માટે પોતાના કાર્યોની યોજનાઓ આ અનુરુપ બનાવી જરૂરી છે. બેન્કમાં રજાના હોવાથી બેંકમાં નાણાકીય વ્યવહાર નહીં થાય. પરંતુ બેન્કો બંધ રહેવા […]

Written by Ankit Patel
Updated : December 29, 2022 12:46 IST
Bank Holidays List 2023:અડધો જાન્યુઆરી મહિનો બંધ રહેશે બેન્કો? વાંચો બેન્ક હોલીડેની યાદી
બેન્ક હોલીડે - પ્રતિકાત્મક તસવીર

Bank Holidays in India 2023: નવા વર્ષની આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો પાસે પોતાની નાણાંકિય યોજનાઓ છે. જોકે જાન્યુઆરી મહિનામાં વિવિધ તહેવારો અને રજાઓ આવે છે. એટલા માટે પોતાના કાર્યોની યોજનાઓ આ અનુરુપ બનાવી જરૂરી છે. બેન્કમાં રજાના હોવાથી બેંકમાં નાણાકીય વ્યવહાર નહીં થાય. પરંતુ બેન્કો બંધ રહેવા દરમિયાન ડિજિટલ ટ્રાન્જેક્શનની સુવિધા મળશે. જો તમારી પાસે બેંક સંબંધિ કોઈ કામ હોય તો તમારે શાખામાં જાતે જવું પડશે. આમ તમારે જાન્યુઆરી મહિનામાં બેંકોની રજાની યાદી જોઈ લેવી જોઈએ જેથી તમારે બેંકનો ધક્કો ખાવો ન પડે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાન્યુઆરી 2023 માટે બેંક રજાઓની જાહેરાત કરવામાં આવી છે. યાદી મુજબ આવતા મહિને બેંકો 14 દિવસ માટે બંધ રહેશે. જોકે કેટલીક બેંક રજાઓ માત્ર ચોક્કસ રાજ્યોમાં જ મનાવવામાં આવશે.

અહીં જાન્યુઆરી 2023 માટે બેંકની રજાઓ પર એક નજર નાખો:

રવિવાર, 1 જાન્યુઆરી 2023:

રવિવાર/નવા વર્ષને કારણે સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.

સોમવાર, 2 જાન્યુઆરી 2023:

આઇઝોલ – નવા વર્ષની ઉજવણીને કારણે શહેરમાં બેંકો બંધ રહેશે.

મંગળવાર, 3 જાન્યુઆરી 2023:

ઇમ્ફાલ – ઇમોઇનુ ઇરાત્પાને કારણે ધિરાણકર્તાઓ બંધ થઈ જશે.

બુધવાર, 4 જાન્યુઆરી 2023:

ઈમ્ફાલ – ગાન-નગાઈની ઉજવણીને કારણે બેંકો બંધ રહેશે.

રવિવાર, 8 જાન્યુઆરી, 2023:

રવિવાર હોવાથી ભારતના તમામ રાજ્યોમાં બેંક રજા રહેશે.

શનિવાર, 14 જાન્યુઆરી 2023:

મહિનાનો બીજો શનિવાર હોવાથી સમગ્ર ભારતમાં બેંક હોલીડે રહેશે.

રવિવાર, 15 જાન્યુઆરી 2023:

રવિવારે તમામ ધિરાણકર્તાઓ બંધ રહેશે.

સોમવાર, 16 જાન્યુઆરી 2023:

ચેન્નાઈ – તિરુવલ્લુવર દિવસના કારણે શહેરમાં ધિરાણકર્તાઓ બંધ રહેશે.

મંગળવાર, 17 જાન્યુઆરી 2023:

ચેન્નાઈ – ઉઝાવર થિરુનલને કારણે ધિરાણકર્તાઓ બંધ થઈ જશે.

રવિવાર, 22 જાન્યુઆરી 2023:

વીકએન્ડના કારણે દેશભરમાં બેંક હોલીડે મનાવવામાં આવશે.

સોમવાર, 23 જાન્યુઆરી 2023:

ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ – આ રાજ્યોમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિના કારણે બેંકો બંધ રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ