Bank Holidays In March 2024: ફેબ્રુઆરી મહિનો પૂરો થવાનો છે અને માર્ચ મહિનો શરૂ થવાનો છે. અમે તમને ફેબ્રુઆરી 2024માં આવનાર બેંક રજા વિશે માહિતી આપી હતી. હવે માર્ચ મહિનામાં પણ ઘણા બેંક હોલિડે છે. માર્ચ 2024માં કુલ 14 દિવસ સુધી બેંકોમાં કોઈ કામકામજ થશે નહીં. આ બેંક હોલીડે માં માર્ચ મહિનાના બીજા અને ચોથા શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તમામ રવિવાર, જાહેર રજાઓ અને કેટલીક પ્રાદેશિક રજાઓનો સમાવેશ થાય છે. હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે કેલેન્ડર વર્ષ 2024ના ત્રીજા મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં બેંકો કઇ કઇ તારીખે બંધ રહેશે.
નોંધનિય છે કે, માર્ચ મહિનામાં હોળી સહિત ઘણા તહેવારો આવી રહ્યા છે. 25 માર્ચ હોળી તહેવાર નિમિત્તે દેશભરમા જાહેર રજા રહેશે. તમને જણાવી દઇયે કે સમગ્ર દેશમાં તમામ રાજ્યોમાં અલગ – અલગ પ્રસંગ નિમિત્તે બેંકમાં રજા રહે છે અને સ્થાનિક તહેવાર પ્રમાણે બેંક બંધ રહે છે.

આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, માર્ચમાં તમામ રવિવાર, બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પણ 1, 8, 22, 25, 26, 27 અને 29 માર્ચે બેંક રજાઓની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે માર્ચમાં 5 રવિવાર છે એટલે કે 3, 10, 17, 24 અને 31 માર્ચે બેંકોમાં નિયમિત રજાઓ રહેશે.
માર્ચ 2024 બેંક રજાની યાદી (Bank Holidays In March 2024 List)
| તારીખ/દિવસ | બેંક હોલીડે | રાજ્ય |
|---|---|---|
| 1 માર્ચ, શુક્રવાર | ચાપચર કુટ | મિઝોરમ |
| 3 માર્ચ, રવિવાર | રવિવાર (નિયમિત રજા) | સમગ્ર દેશમાં રજા |
| 8 માર્ચ, શુક્રવાર | મહાશિવરાત્રી | ઘણા રાજ્યોમાં રજા રહેશે |
| 9 માર્ચ, શનિવાર | મહિનાનો બીજો શનિવાર | સમગ્ર દેશભરમાં રજા |
| 10 માર્ચ રવિવાર | રવિવાર (નિયમિત રજા) | સમગ્ર દેશભરમાં રજા |
| 17 માર્ચ, રવિવાર | રવિવાર (નિયમિત રજા) | સમગ્ર દેશભરમાં રજા |
| 22 માર્ચ, શુક્રવાર | બિહાર દિવસ | બિહાર |
| 23 માર્ચ, શનિવાર | મહિનાનો ચોથો શનિવાર | સમગ્ર દેશભરમાં રજા |
| 24 માર્ચ, રવિવાર | રવિવાર (નિયમિત રજા) | સમગ્ર દેશભરમાં રજા |
| 25 માર્ચ, સોમવાર | હોળી/ધુળેટી | ઘણા રાજ્યોમાં રજા |
| 26 માર્ચ, મંગળવાર | Yaosang 2nd Day /હોળી (Holi) | ઓરિસ્સા, મણિપુર અને બિહાર |
| 27 માર્ચ, બુધવાર | હોળી | બિહાર |
| 29 માર્ચ, શુક્રવાર | ગુડ ફ્રાઈડે | ઘણા રાજ્યોમાં રજા |
| 31 માર્ચ, રવિવાર | રવિવાર (નિયમિત રજા) | સમગ્ર દેશભરમાં રજા |
આ પણ વાંચો | Paytmમાં જમા થાપણનું શું થશે, વોલેટ, ફાસ્ટેગ અને યુપીઆઈ ચાલુ રહેશે? અહીં મેળવો તમારા તમામ પ્રશ્નોના જવાબ
બેંક રજાના દિવસે આવી રીતે પતાવટો બેન્કિંગ કામકાજ
ઉલ્લેખનિય છે કે, ભલે બેંક બ્રાન્ચ રજાની તારીખે બંધ રહેતી હો, પરંતુ તમે તમારા બેન્ક સંબંધિત આવશ્યક કામકાજ ઓનલાઈન બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને યુપીઆઈ મારફતે પતાવી શકો છો. રજાના દિવસે નેટ બેન્કિંગ પણ રાબેતા મુજબ કામ કરે છે.





