Bank of India Upgraded Savings Accounts Features : બેંક ઓફ ઈન્ડિયા અપગ્રેડેડ સેવિંગ્સ એકાઉન્ટ્સ: જો તમે આ બેંકમાં બચત ખાતું ખોલાવો છો, તો તમને 1.5 કરોડ રૂપિયા સુધીનો ગ્રૂપ પર્સનલ એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ કવર અને 1 કરોડ રૂપિયા સુધીના એર અક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર સહિતની ઘણી સુવિધાઓ મળી શકે છે. ભારતની અગ્રણી સરકારી ધિરાણકર્તા – બેંક ઓફ ઈન્ડિયા એ તેની તમામ શ્રૈણીના બચત ખાતાઓને અપગ્રેડ કર્યા છે, જેમાં પગારદાર કર્મચારીઓ, કૌટુંબિક, વ્યક્તિગત, યુવાનો વગેરેનો સમાવેશ થાય છે. આ અપગ્રેડેડ સેવિંગ્સ એકાઉન્ટમાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેનો હેતુ ગ્રાહકોને આકર્ષવાનો છે.
બેંક ઓફ ઇન્ડિયાના અપગ્રેડ કરેલા બચત ખાતામાં કઇૃ-કઇ સુવિધા મળશે (Bank of India Upgraded Savings Accounts Features)
બેંક ઓફ ઇન્ડિયના અપગ્રેડેડ સેવિંગ્સ એકાઉન્ટ હેઠળ હવે ખાતાધારકને 150 લાખ રૂપિયા સુધી એટલે કે 1.50 કરોડ રૂપિયા સુધીના ગ્રૂપ પર્સનલ એક્સિડેન્ટ ડેથ ઇન્સ્યોરન્સ કવર ઉપલબ્ધ થશે. તે ઉપરાંત ખાતાધારકને 100 લાખ રૂપિયા એટલે કે 1 કરોડ રૂપિયા સુધીનો વિમાન અકસ્માત વીમો, ગોલ્ડ અને ડાયમંડ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર માટે કેન્સલેશન લોકરની સુવિધા અને પ્લેટિનમ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર માટે મફત લોકરની સુવિધા, વૈશ્વિક પહોંચ અથવા મંજૂરી સાથે ઇન્ટરનેશનલ ડેબિટ કમ એટીએમ કાર્ડ, રિટેલ લોન પર સુવિધાજનક વ્યાજદર, રિટેલ લોન પર પ્રોસેસિંગ ફીની માફી, મફત ક્રેડિટ કાર્ડ, POS પર 5 લાખ રૂપિયા સુધીની હાયર યુઝેસ લિમિટ અને વિવિધ AQB વાળા મફત ક્રેડિટ કાર્ડની સુવિધાઓ આ અપગ્રેડેડ બચત ખાતા મારફતે ઉપલબ્ધ થશે.
1.50 કરોડ રૂપિયા સુધીનો ગ્રૂપ પર્સનલ એક્સિડેન્ટ ડેથ ઈન્સ્યોરન્સ કવર1 કરોડ રૂપિયા સુધીનો વિમાન અકસ્માત વીમોગોલ્ડ અને ડાયમંડ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર માટે કન્સેશનલ લોકરની સુવિધાપ્લેટિનમ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર માટે મફત લોકરની સુવિધાવૈશ્વિક પહોંચ અથવા સ્વીકૃતિ સાથે આંતરરાષ્ટ્રીય ડેબિટ કમ એટીએમ કાર્ડરિટેલ લોન પર રાહતજનક વ્યાજદરરિટેલ લોનમાં પ્રોસેસિંગ ફી માફમફત ક્રેડિટ કાર્ડપીઓએસ પર 5 લાખ રૂપિયા સુધીની ઉંચા યુઝેસ લિમિટ અને વિવિધ AQB વાળા ક્રેડિટ કાર્ડ મફત
બેંક કસ્ટમર વધવાની તૈયારી
બેંક ઓફ ઈન્ડિયાના એમડી અને સીઈઓ રજનીશ કર્ણાટકે પ્રાદેશિક મેનેજર્સ કોન્ફરન્સ દરમિયાન આ અપગ્રેડ કરેલ સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યા છે. તેમણે કહ્યું કે બેંક આ અપગ્રેડેડ સેવિંગ્સ એકાઉન્ટ્સ દ્વારા ઉત્તમ સુવિધાઓ, રાહતો અને વીમા કવચ જેવી સુવિધાઓ સાથે બચત ખાતાધારકોની સંખ્યા વધારવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે બેંકનું ઈ-પ્લેટફોર્મ ઓન-બોર્ડ સેવિંગ્સ ગ્રાહકો માટે સારી રીતે કામગીરી કરી રહ્યું છે અને સેવિંગ્સ એકાઉન્ટનું આ અપગ્રેડ ગ્રાહકોને ગમશે, જે નવા ગ્રાહકોના ડિજિટલ ઓન-બોર્ડિંગમાં વધારો કરશે.
તેમણે કહ્યું કે, તેમના મજબૂત CASA રેશિયો સાથે, બેંક હવે સમાજના તમામ વર્ગોના કસ્ટમરોની સંખ્યા વધારવા આગળ વધી રહી છે. અમને વિશ્વાસ છે કે અપગ્રેડ કરેલ બચત ખાતું હવે અમારા ગ્રાહકોની બચત, સગવડ, સુરક્ષા અને વીમાની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરશે અને સાથે સાથે ઘણી બધી રાહતો અને આકર્ષક સુવિધાઓ પણ આપશે.
આ પણ વાંચો | યુપીઆઈ યુઝર્સ હવે બેંક એકાઉન્ટમાં બેલેન્સ વગર પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકશે; જાણો કેવી રીતે
બેંક તેના ગ્રાહકો અને સામાન્ય લોકોની બેંકિંગ અને નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા સતત પ્રયાસો કરી રહી છે. પ્રોડક્ટ અને પ્રક્રિયામાં સુધારણાઓ બેંકને નવા બચત ખાતાના ગ્રાહકો મેળવવાની ગતિને ઝડપી બનાવવામાં મદદ કરશે. આ સુવિધાઓ બેંકના વર્તમાન તેમજ નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે, પછી ભલેને તેઓ કોઈપણ પ્લેટફોર્મ દ્વારા બેંકમાં જોડાયા હોય.