scorecardresearch

નવેમ્બરમાં બેન્કો 10 દિવસ બંધ રહેશે, કેલેન્ડરમાં નોંધી લો તારીખો નહીં તો પડશે ધક્કો

November 2022 Banks holidays list : ઓક્ટોબર બેન્કોમાં 21 દિવસ બંધ રહ્યા બાદ હવે નવેમ્બર મહિનામાં પણ બેન્કોમાં ઘણા દિવસો રજા રહેશે.

નવેમ્બરમાં બેન્કો 10 દિવસ બંધ રહેશે, કેલેન્ડરમાં નોંધી લો તારીખો નહીં તો પડશે ધક્કો

ઓક્ટોબર બાદ હવે નવેમ્બર મહિનામાં પણ બેન્કોમાં ઘણા દિવસો રજા રહેશે. નવેમ્બર મહિનામાં બેન્કોમાં 10 દિવસ રજાઓ રહેશે જેમાં શનિવાર અને રવિવારની રજાઓ ઉપરાંત ચાર અન્ય ચાર દિવસની રજાઓનો સમાવેશ થાય છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં દેશભરની વિવિધ બેન્ક બ્રાન્ચોમાં 21 દિવસ રજાઓ રહી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આ તમામ રજાઓ ‘નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ’ હશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રજાઓને ત્રણ કેટેગરીમાં વહેંચે છે. અહીં અમે તમને બેંકની રજાઓની સંપૂર્ણ યાદી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને બેન્ક સંબંધિત કામકાજની પતાવટ કરવામાં કોઈ સમસ્યા પડશે નહીં. બેંકમાં જતા પહેલા તમારે આ યાદી ભૂલ્યા વગર જરૂર તપાસી લેવી જેથી તમારો બેન્કોનો ધક્કો નકામો ન જાય.

નવેમ્બર 2022ના મહિનામાં 1લી તારીખી સમગ્ર મહિના દરમિયાન બેંકો કયા દિવસોમાં બંધ રહેવાની છે તેની વિગતવાર માહિતી અહીં આપેલી છે. ચાલો જોઇએ…

1 નવેમ્બર 2022 : 1 નવેમ્બરના રોજ કર્ણાટક રાજ્યોત્સવ છે. દર વર્ષે 01 નવેમ્બરે કર્ણાટક સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે બેંગ્લોર અને ઇમ્ફાલમાં બેંકો બંધ રહેશે. અન્ય તમામ સર્કલમાં બેંકો 1 નવેમ્બરે ખુલ્લી રહેશે.
8 નવેમ્બર 2022 : 8 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતિ, કાર્તિકા પૂર્ણિમાનો તહેવાર હોવાથી આ દિવસે બેન્કો બંધ રહેશે. જેમાં આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર, દેહરાદૂન અને હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે. અન્ય સર્કલમાં બેંકો ખુલ્લી રહેશે.
11 નવેમ્બર 2022 : 11 નવેમ્બરના રોજ કનકદાસ જયંતિ અને વાંગલા મહોત્સવ છે. આ નિમિત્તે બેંગલુરુ અને શિલોંગમાં બેંકો બંધ રહેશે. દેશના અન્ય ભાગોમાં બેંક રજા રહેશે નહીં.
13 નવેમ્બર 2022 : 13 નવેમ્બરના રોજ સેંગ કુત્સાનેમ નિમિત્તે શિલોંગ સિવાય તમામ સર્કલમાં બેંકો ખુલ્લી રહેશે.
નવેમ્બરમાં શનિવાર - રવિવારની રજા કઇ તારીખે છે ?

રિઝર્વ બેન્કના હોલિડ કેલેન્ડર અનુસાર, નવેમ્બર 2022ના મહિનામાં 6 નવેમ્બર, 12 નવેમ્બર, 13 નવેમ્બર, 20 નવેમ્બર, 26 નવેમ્બર અને 27 નવેમ્બરે રવિવાર અને નવેમ્બરમાં બીજા અને ચોથા શનિવારે બેંક રજા રહેશે.

ઉલ્લેખનિય છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) બેન્કોની રજાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. શનિવાર, રવિવાર સિવાયની તમામ રજાઓ અલગ-અલગ રાજ્યો ભિન્ન રહેશે.

જણાવી દઈએ કે ઓક્ટોબર 2022માં 21 દિવસ માટે બેંકોમાં રજા હતી, જેમાં દશેરા, ધનતેરસ, દિવાળી અને ભાઇ બીજના તહેવારો પણ સામેલ હતા.

Web Title: Banks holidays november 2022 banks closed 10 days in november bank holidays calendar

Best of Express