Best Camera Phones: સ્માર્ટફોન (Smartphone) આજે દરેક લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સ્માર્ટફોન આવ્યા પછી ફોટોગ્રાફી (photography) ના શોખીન લોકોને સૌથી વધુ ફાયદો થયો. હવે સામાન્ય લોકો પણ પોતાની યાદગાર પળોને કેમેરા (Camera) માં કેદ કરીને સરળતાથી સેવ કરી શકે છે. મોટાભાગના લોકો એવો સ્માર્ટફોન ખરીદવા માંગે છે જેમાં સારો કેમેરા હોય. અમે આજે તમને 64MP કેમેરા અને દમદાર ફીચર્સ સાથે આવનારા સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ, જે તમે તહેવારોની સિઝનના સેલમાં વિવિધ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી અત્યારે સસ્તામાં મેળવી શકો છો. જાણો Tecno, Redmi, Vivo અને Poco સ્માર્ટફોનને લગતી માહિતી.
Tecno Camon 19 Pro Mondrian: રૂ. 17,999
Tecno Camon 19 Pro સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલના ત્રણ સેન્સર છે, 64 મેગાપિક્સલના પ્રાઈમરી રીઅર કેમેરા સાથે 2 મેગાપિક્સલ છે. હેન્ડસેટમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યો છે. Technoના આ ફોનમાં 6.8 ઇંચની FullHD+ ડિસ્પ્લે છે. ફોનમાં 5 જીબી સુધીની એક્સટેન્ડેડ રેમનો વિકલ્પ છે. Tecnoના આ હેન્ડસેટમાં 8 GB રેમ અને 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ ઉપલબ્ધ છે. ફોનમાં MediaTek Helio G96 પ્રોસેસર છે. ફોનને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે.
Redmi Note 10 Pro: રૂ. 15,999
Redmi Note 10 Pro એક સસ્તો ફોન છે જે Qualcomm Snapdragon 732G પ્રોસેસર સાથે આવે છે. ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરા સેટઅપ, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ, 5 મેગાપિક્સલનો ટેલીમેક્રો સેન્સર છે. ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. હેન્ડસેટમાં 6.67 ઇંચની ફુલએચડી + એમોલેડ ડોટ ડિસ્પ્લે છે. હેન્ડસેટ 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. ફોનમાં 5020mAh બેટરી ઉપલબ્ધ છે.
vivo V21 5G: રૂ 27, 490
Vivo V21 5Gમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી, 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનમાં 4000mAh બેટરી ઉપલબ્ધ છે. હેન્ડસેટમાં MediaTek Dimensity 800U પ્રોસેસર અને AMOLED ડિસ્પ્લે જેવી સુવિધાઓ પણ છે.
આ પણ વાંચો – દશેરાથી 4 શહેરોમાં 5G સર્વિસ શરૂ, જાણો Jioની 5G ઓફર વિશે
Poco M4 Pro: રૂ. 14, 589
Poco M4 Pro સ્માર્ટફોનમાં 6GB રેમ અને 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. ફોનમાં 6.43 ઇંચની FullHD+ AMOLED ડિસ્પ્લે છે. હેન્ડસેટમાં 64MP પ્રાઇમરી, 8MP સેકન્ડરી, 2MP સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર ઉપલબ્ધ છે. આ પોકો ફોનને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે. હેન્ડસેટમાં MediaTek Helio G96 પ્રોસેસર આપવામાં આવ્યું છે.