Satoshi Nakamoto Net Worth : ક્રિપ્ટોકરન્સી બિટકોઇનનો ભાવ 1 કરોડ રૂપિયા વટાવી રેકોર્ડ હાઇ થયો છે. આ સાથે જ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી બિટકોઇનના શોધક સાતોશી નાકામોટો (Satoshi Nakamoto)ની સંપત્તિ પણ સર્વાધિક ઉંચાઇએ પહોંચી છે. આમ સતોશી નાકામોટો દુનિયાના 12 નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, બિટકોઇનના શોધક અને દુનિયાના 12માં ધનવાન વ્યક્તિનો ચહેરો હજી કોઇ જોયો નથી. ચાલો જાણીયે કોણ છે, આ રહસ્યમયી વ્યક્તિ સતોશી નાકામોટો અને તેની સંપત્તિ વિશે
Satoshi Nakamoto Net Worth : સાતોશી નાકામોટો પાસે કેટલી સંપત્તિ છે?
વર્ષ 2008માં કથિત રીતે મૂળ બિટકોઇન વ્હાઇટ પેપર અને 2009માં પ્રથમ બિટકોઇન બ્લોક રજૂ કરનાર વ્યક્તિ કે જૂથનું નામ સાતોશી નાકામોટો છે, જે હાલ દુનિયાના 12મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હોવાનું મનાય છે. Bitcoin.com ન્યૂઝના હવાલાથી બિટસ્ટેમ્પના વિનિમય દર અનુસાર, બિટકોઇનના સ્થાપકની નેટવર્થ 128.92 અબજ ડોલર છે, જે માઇકલ ડેલની 124.8 અબજ ડોલરની સંપત્તિને કરતા વધારે છે. મોટા આંકડા અને અંદાજીત 1.096 મિલિયન બિટકોઇન્સ હોવા છતાં બિટકોઇન બનાવનાર વ્યક્તિ હજુ પણ રહસ્યમય છે.
Who Is Bitcoin Founder Satoshi Nakamoto : સાતોશી નાકામોટો કોણ છે ?
પ્રાથમિક માહિતી મુજબ સોફ્ટવેર ડેવલપર હેલ ફિન્ની (Hal Finney), કમ્પ્યુટર સાયન્ટિસ્ટ નિક સ્ઝાબો (Nick Szabo) અને એલોન મસ્ક (Elon Musk) અને જેક ડોર્સી (Jack Dorsey) જેવી જાણીતી હસ્તીઓના નામ બિટકોઇનના ફાઉન્ડેશન સાથે જોડાયેલા હોવા છતાં, તેમણે તેમાં તેમની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે.
આ ઉપરાંત કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ક્રેગ રાઈટ ભૂતકાળમાં પણ વારંવાર કહી ચૂક્યા છે કે, તેઓ જ રહસ્યમય વ્યક્તિ છે. જો કે, ગયા વર્ષે તેમને વારંવાર જૂઠ બોલવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે તેઓ સાતોશી નાકામોટો નથી. રાઈટને 12 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી અને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
યુકેમાં રહેતા ઓસ્ટ્રેલિયનને પણ તેણે ક્રિપ્ટોકરન્સીની શોધ કરી હોવાનો દાવો કરવાનું બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે સમયે, અધિકારીઓએ કહ્યું હતું કે જો તે પોતાનો “legal terrorism” ચાલુ રાખશે તો તેને જેલની સજાનો સામનો કરવો પડી શકે છે.
સાતોશી નાકામોટોના આ મોટા રહસ્યને ઉજાગર કરવા માટે ભૂતકાળમાં ઘણી તપાસ થઈ ચૂકી છે. બિટકોઇનનો આ કહેવાતો માલિક કુલેન હોબેકની HBO ડોક્યુમેન્ટરી “મની ઇલેક્ટ્રિક: ધ બિટકોઇન મિસ્ટ્રી”નો વિષય પણ હતો. ફિલ્મના દિગ્દર્શકે બિટકોઇનના શોધક પીટર કે ટોડ નામના એક વ્યક્તિની પૂછપરછ કરી હતી, જેણે પણ આ વાતનો ઇનકાર કર્યો હતો.
ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, સાતોશી નાકામોટો ક્રિપ્ટો વિશ્વના સૌથી જટીલ કોયડા પૈકીનો એક છે, તેમ છતાં, ‘સાતોશી’ ના મોહરા પાછળ છુપાયેલા આ વ્યક્તિએ 2011 સુધી અન્ય લોકો સાથે ઓનલાઇન વાતચીત કરવાનું ચાલુ રાખ્યું હતું અને પછી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો હતો. વ્યાપક અહેવાલોમાં બહાર આવ્યું છે કે સાતીશ નાકામોટો જાપાનમાં રહેતો અને યુકેમાં દિવસના અજવાળામાં ઓનલાઇન આવતો 37 વર્ષીય વ્યક્તિ હતો. આ રહસ્યમય વ્યક્તિના કોડમાં ખુલાસો થયો કે તે C++ એક્સપર્ટ્સ છે.
બેન્જામિન વોલેસ, માર્ચ 2025 માં પ્રકાશિત તેમના પુસ્તક “ધ મિસ્ટીરિયસ મિસ્ટર નાકામોટો: અ ફિફ્ટીન યર ક્રેસ્ટ ટૂ અનમાસ્ક ધ સિક્રેટ જીનિયસ બિહાઇન્ડ ક્રિપ્ટો”માં, કથિત બિટકોઇન ચીફને “માયાવી વ્યક્તિ” કહે છે જેનું અસ્તિત્વ હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે.
તેમણે વધુમાં પ્રસ્થાપિત કર્યું હતું કે સાતીશ નાકામોટો 2008માં “માત્ર પ્રાયોગિક ચલણનો અનામી કોડર હતો, જે મુખ્યત્વે હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમુદાય માટે રસ ધરાવતો હતો”. જો કે, 2022 સુધીમાં, સાતોશીનું ક્રિપ્ટો સર્જન, દુનિયાની 9માં ક્રમની સૌથી મૂલ્યવાન સંપત્તિ” બની ગઈ હતી, જે ટેસ્લાની બરાબર નીચે અને મેટાથી ઉપર હતી.”
Bitcoing Price Record High : બિટકોઇનની કિંમત કેટલી છે?
ક્રિપ્ટો પ્રાઇસ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત 14 જુલાઈ, 2025 ના રોજ બપોરે 12:27 વાગ્યે સુધી 122,098.87 ડોલર હતી, જો ભારતીય ચલણમાં કરીયે તો બિટકોઇનનની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ થાય છે . છેલ્લા 24 કલાકમાં બિટકોઇન ક્રિપ્ટોકરન્સીમાં 3 ટકાથી વધુ તેજી જોવા મળી છે.
[ડિસ્ક્લેમર: આ લેખ માત્ર માહિતી માટે છે અને તેને કોઈ પણ રીતે રોકાણની સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. અમે અમારા વાચકોને કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવાની સલાહ આપીયે છે.]





