Crypto Currency Crash : બિટકોઇનમાં કડાકો, ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં રોકાણકારોના અધધધ… ₹ 100 લાખ કરોડ સ્વાહા

Crypto Currency Market Valuation : બિટકોઇનની કિંમત 1.10 લાખ કરોડ રૂપિયાની ટોચથી 34 લાખ રૂપિયા ઘટી ઘટી ગઇ છે. માત્ર 24 કલાકમાં જ કિપ્ટો માર્કેટના રોકાણકારોને 17 લાખ કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું છે.

Written by Ajay Saroya
November 21, 2025 14:11 IST
Crypto Currency Crash : બિટકોઇનમાં કડાકો, ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં રોકાણકારોના અધધધ… ₹ 100 લાખ કરોડ સ્વાહા
Bitcoin Crypto Currency Crash News : બિટકોઇન સહિત ક્રિપ્ટો કરન્સી ઘટી છે. (Photo: Freepik)

Crypto Currency Market Crash : બિટકોઇન સહિત ક્રિપ્ટો કરન્સીમાં વર્ષ 2025નો સૌથી મોટો કડાકો બોલાયો છે. બિટકોઇનની કિંમત 2 લાખ રૂપિયાથી વધુ ઘટીને 75 લાખ રૂપિયાને નીચે ઉતરી ગઇ છે, જે સાત મહિનાનો સૌથી નીચો ભાવ છે. આ સાથે જ ક્રિપ્ટો કરન્સી માર્કેટની વેલ્યૂ એક મહિનામાં 100 લાખ કરોડ રૂપિયા ઘટી ગઇ છે. જંગી વેચવાલી, નાણાંકીય તંગી, યુએસમાં AI ક્રેશ અને નકારાત્મક સંકેતોના પગલે ક્રિપ્ટો માર્કેટમાં હાહાકાર મચ્યો છે.

ક્રિપ્ટો કરન્સી માર્કેટ વેલ્યૂમાં ₹ 100 લાખ કરોડ ધોવાયા

બિટકોઇન સહિત વિવિધ ક્રિપ્ટો કરન્સીની કિંમતમાં જબરદસ્ત ઘટાડાના લીધે ક્રિપ્ટો માર્કેટની વેલ્યૂએશન એક જ મહિનામાં 100 લાખ કરોડ રૂપિયા ઘટી ગઇ છે. ટકાવારીની રીતે એક મહિનામાં ડિજિટલ કરન્સી માર્કેટની વેલ્યૂ 30 ટકા ઘટીને 261 લાખ કરૂડો રૂપિયા થઇ છે. બિટકોઇનની કિંમત 1.10 કરોડ રૂપિયાની ટોચથી 35 લાખ રૂપિયા ઘટીને હાલ 75 લાખ રૂપિયાની નીચે બોલાઇ રહી છે.

કોઇનમાર્કેટકેપ અનુસાર ગુરુવારે સવારે 9.30 વાગે ક્રિપ્ટો કરન્સીની માર્કેટકેપ 3.14 લાખ કરોડ ડોલર હતી, જે શુક્રવારે સવારે 9.30 વાગે સુધીમાં ઘટીને 2.95 લાખ કરોડ ડોલર થઇ ગઇ હતી. આમ માત્ર 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટની વેલ્યૂએશનમાં 6 ટકાથી વધુ ઘટાડો થયો છે. જેના કારણે રોકાણકારોને અધધ… 17 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ગત 6 ઓક્ટોબરના રોજ ક્રિપ્ટો માર્કેટની વેલ્યૂ 4.3 લાખ કરોડ ડોલર સુધી પહોંચી હતી. એટલે કે, ત્યાર બાદથી રોકાણકારોના ક્રિપ્ટો માર્કેટમાં લગભગ 1.1 ટ્રિલિયન ડોલર સ્વાહા થઇ ગયા છે. જો ભારતીય ચલણ રૂપિયામાં ગણતરી કરીયે તો ઓક્ટોબર બાદથી ક્રિપ્ટો માર્કેટની વેલ્યૂએશન 379 લાખ કરોડ રૂપિયા થી 100 લાખ કરોડ રૂપિયા ઘટીને 261 લાખ કરોડ રૂપિયા થઇ છે. ટકાવારીની રીતે 30 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે.

બિટકોઇન ₹ 2 લાખ થી વધુ ઘટી, 7 મહિનાને તળિયે

બિટકોઇન દુનિયાની સૌથી મોંઘી ક્રિપ્ટો કરન્સી છે. આ લખાય છે ત્યારે ક્રિપ્ટો એક્સચેન્જ પર બિટકોઇનનો ભાવ 2,16,000 રૂપિયાના ઘટાડે 74,48,871 રૂપિયા બોલાતો હતો. વૈશ્વિક બજારમાં બિટકોઇનનો ભાવ 2617 ડોલર ઘટીને 84906 ડોલર બોલાય છે. ફોર્બ્સના રિયલ ટાઇમ ડેટા મુજબ છેલ્લા 24 કલારમાં બિટકોઇનની કિંમત 7.5 ટકા સુધી ઘટી છે. બિટકોઇનનો 1 વર્ષનો સૌથી ઉંચો ભાવ 1,26,156 ડોલર છે. સાત દિવસ પહેલા બિટકોઇનનો ભાવ 87,593 ડોલર હતો.

દુનિયાની બીજી સૌથી મોંઘી ડિજિટલ કરન્સી ઇથિરિયમની કિંમત 24 કલાકમાં 8.84 ટકા ઘટીને 2727 ડોલર થઇ છે. સાત દિવસમાં આ ક્રિપ્ટો કરન્સીના ભાવ 13 ટકા ઘટ્યા છે. તો રિપલ કરન્સી 7 ટકા, સોલાના 7.28 ટકા અને કાર્ડાનો 7.87 ટકા સુધી ઘટી છે.

આ પણ વાંચો | ક્રિપ્ટોકરન્સી શું છે, ભારતમાં કેવી રીતે ખરીદવી? રોકાણ કરતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો જાણો

ક્રિપ્ટો કરન્સીમાં કડાકાના કારણ

ક્રિપ્ટો કરન્સીમાં કડાકા પાછળ ઘણા કારણો જવાબદાર છે.

(1) માર્જિન કોલ્સ અને નાણાકીય તંગી(2) ETF આઉટફ્લો(3) નવી ખરીદી બંધ થવી(4) યુએસમાં AI ક્રેશ(5) યુએસના નબળાં આર્થિક આંકડા(6) યુએસ ફેડ વ્યાજદરમાં ઘટાડાની અનિશ્ચિતતા

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ