scorecardresearch

બ્લૂટૂથ રહે છે ઓન તો થઇ જાઓ સાવધાન,ચોરી થઇ શકે ડેટા, જાણો કેવી રીતે રાખવો સેફ

BlueBugging bluetooth hacking: હાલમાં મોટાભાગના લોકો પાસે ગેજેટમાં વાઇ ફાઈ અને બ્લુટુથ કનેકટીવીટી હોય છે, તેની તેમને હેક કરવામાં ઘણી સરળતા રહે છે. હવે યુઝર્સ Blue Bugging ના નિશાન પર છે.

બ્લૂટૂથ રહે છે ઓન તો થઇ જાઓ સાવધાન,ચોરી થઇ શકે ડેટા, જાણો કેવી રીતે રાખવો સેફ

BlueBugging: બ્લુટુથ એક એવી વાયરલેસ ટેક્નોલોજી છે જેના દ્વારા યુઝર્સ હેન્ડ- ફ્રી રહીને પોતાના મોબાઈલનો ઓડિયો, નેવિગેશન અને બીજા કામોમાં યુઝ કરે છે. હવે બજારમાં મળતી મોટાભાગની પ્રોડક્ટ જેમ કે કમ્પ્યુટર, આઇપેડ, હેડફોન, મોબાઈલ ફોન અને લેપટોપમાં બ્લુટુથ કનેકટીવીટી ઑફર કરાય છે. હવે હેકર ફીચરને તોડવાની તૈયારી કરી લીધી છે. વાઇ ફાઈની જેમ બ્લુટુથ પણ હેકર માટે એક ટાર્ગેટ છે જેના દ્વારા તે તમારા ગેજેટનું એક્સેસ લઈને તમારો પર્સનલ ડેટા ચોરી કરી શકે છે.

હાલમાં મોટાભાગના લોકો પાસે ગેજેટમાં વાઇ ફાઈ અને બ્લુટુથ કનેકટીવીટી હોય છે, તેની તેમને હેક કરવામાં ઘણી સરળતા રહે છે. હવે યુઝર્સ Blue Bugging ના નિશાન પર છે. બ્લૂટૂથ દ્વારા ઉપકરણ પર હુમલો અને હેક કરવાની પદ્ધતિને બ્લુબગિંગ નામ આપવામાં આવ્યું છે.

મોટાભાગના યુઝર્સ ઉપયોગ ન કરતા હોય તો પણ બ્લુટુથ ઓન કરી રાખે છે, પરંતુ અમારી સલાહ છે કે જો તમે બ્લુટુથ યુઝ નથી કરતા તો તરત તેને ટર્ન ઑફ કરી દો.

બ્લ્યુબગિંગ શું છે? (What is Bluebugging?)

યુઝરના ફોન કે લેપટોપને હેક કરવા માટે બ્લ્યુબગિંગમાં બ્લુટુથનો ઉપયોગ થાય છે. હેકર બ્લ્યુબગિંગ દ્વારા જ માત્ર બ્લુટુથ ડિવાઇસને હાઇજેક કરે છે પરંતુ સાથે તમારી ડિવાઇસનો બધોજ ડેટા પણ જોઈએ શકે છે.

આ પણ વાંચો: Message yourself : વૉટ્સ એપ યુઝર્સ હવે કરી શકશે પોતાની સાથે વાતો, નવા ફિચરનો આ રીતે કરો યુઝ

એકવાર ઉપકરણ સાથે ચેડા થઈ જાય તો હેકર્સ તમારા ફોનમાંથી કૉલ્સ સાંભળી શકે છે અને સંદેશા વાંચી શકે છે. આ પછી, હેકર બ્લુબગવાળા ફોન પર પ્રાપ્ત OTPને ઍક્સેસ કરી શકે છે. હેકર, સ્માર્ટફોન અને બીજી ડિવાઇસનો સંવેદનશીલ ડેટા પણ એક્સેસ કરવા માટે બ્લુટુથનો ઉપયોગ કરી શકે છે.

બ્લુટુથ ડિવાઇસને કેવી રીતે હેક કરાય

જો તમારી ડિવાઇસનું બ્લુટુથ ડિસકવરેબલ છે અને 10 મીટરના અંતરમાં કોઈ હેકર છે તો તમારો બ્લુબગિંગ દ્વારા હેક થવાના ચાન્સીસ વધારે છે, તમારી ડિવાઇસથી પેઇર થયા પછી હેકરની કોશિશ તમારી ડિવાઇસમાં માલવેયર ઇન્સ્ટોલ કરવો અને ડિવાઇસની સિક્યોરિટી ફિચરને ડિસેબલ કરવાની રહે છે.માલવેયર ઇન્સ્ટોલ થયા પછી યુઝરનો ડેટા સરળતાથી ચોરાઈ જાય છે.

આ પણ વાંચો: ગુજરાતના તમામ 33 જિલ્લામાં Jioની 5G સર્વિસ શરૂ, મફત સર્વિસ મેળવવાની 3 મુખ્ય શરતો જાણો

તમારું બ્લુટુથ સેફ છે કે નહિ ચેક કરવું

તમારી ડિવાઇસમાં સતત ફાલતુના એલર્ટ આવે
બ્લુટુથ ડિવાઇસ વધારે ગરમ થઈ જવી
વારંવાર વિચિત્ર પૉપ અપ આવવી
ફોનનું ખરાબ પરફોર્મન્સ
ફોનની બેટરી જલ્દી ઉતરી જવી

Web Title: Bluebugging bluetooth hacking data security leak technology

Best of Express