Budget 2023 demand : બજેટમાં ઓલ્ટરનેટિવ ટેક્સ સિસ્ટમમાં કર કપાત અને 30 ટકા ટેક્સ સ્લેબની મર્યાદા વધારવા માંગણી

Budget 2023 Expectations : બે વર્ષ પહેલા રજૂ કરાયેલી ઓલ્ટરનેટિવ ટેક્સ સિસ્ટમમાં (Alternative tax regime) કર કપાત અને કર માફી (tax deduction) ઓછી હોવાથી તે કરદાતાઓને (taxpayers) આકર્ષી શકી નથી. નાણાં મંત્રી નિર્મલા સિતારમન (nirmala sitharaman) પાસે આગામી કેન્દ્રીય બજેટ 2023માં (union budget 2023-24) કરકપાત વધારીને તેને આકર્ષક બનાવવાની અને મહત્તમ 30 ટકા ટેક્સ સ્લેબ માટે ( highest income tax slad) કરપાત્ર આવકની મર્યાદા 20 લાખ રૂપિયા સુધી લઇ જવાની માંગણી કરાઇ છે.

Written by Ajay Saroya
January 09, 2023 21:10 IST
Budget 2023 demand : બજેટમાં ઓલ્ટરનેટિવ ટેક્સ સિસ્ટમમાં કર કપાત અને 30 ટકા ટેક્સ સ્લેબની મર્યાદા વધારવા માંગણી

નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ હવે થોડાક દિવસમાં સંસદમાં રજૂ થશે. કરદાતાઓ આ યુનિયન બજેટમાં ઘણી બધી આશાઓ રાખી રહ્યા છે જે છેલ્લા બે વર્ષમાં પુરી થઇ શકી નથી. ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, યુનિયન બજેટ (બજેટ 2023)માં વૈકલ્પિક કર પ્રણાલી એટલે કે નવી કર વ્યવસ્થાને સુધારવા માટે, અન્ય કર બચત યોજનાઓ જેવી કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) મારફતે કરકપાતને મંજૂરી આપવી જોઈએ. તેની સાથે સાથે તેમણે મહત્તમ 30 ટેક્સ સ્લેબ માટેની આવક મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવાની માંગણી કરી છે.

બજેટ 2020-21થી વૈકલ્પિક કર પ્રણાલી શરૂ થઈ

કેન્દ્રીય બજેટ 2020-21માં સરકારે ઓપ્શનલ ઇન્કમ ટેક્સ સિસ્ટમ (વૈકલ્પિક કર પ્રણાલી) રજૂ કરી હતી જેમાં વ્યક્તિઓ અને હિન્દુ અવિભાજિત પરિવારો (હિંદુ અવિભાજિત કુટુંબ-HUF) પર ઓછા દરે ટેકસ લાદવામાં આવ્યો હતો. જો કે નવી આવકવેરા વ્યવસ્થામાં રેટ એલાઉન્સ, હોમ લોનના વ્યાજની ચૂકવણી અને 80C હેઠળ રોકાણ જેવી અન્ય કર મુક્તિઓનો લાભ મળતો નથી.

ઓપ્શનલ ઇન્કમ ટેક્સ સિસ્ટમમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની કુલ આવક પર ટેક્સ માફી મળે છે. ત્યારબાદ 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની કુલ વાર્ષિક આવક પર 5 ટકા, ત્યારબાદ 5 લાખથી 7.5 લાખ રૂપિયા સુધીની કુલ આવક પર 10 ટકા, 7.5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા, 10 લાખ થી 12.5 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા, 12.5 લાખથી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 25 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે.

નવી ટેક્સ સિસ્ટમ કરદાતાઓને પસંદ ન આવી

બે વર્ષ પહેલા રજૂ કરાયેલી નવી ટેક્સ સિસ્મટ કરદાતાઓને આકર્ષવામાં નિષ્ફળ રહી છે, કારણ કે ઘણા કિસ્સાઓમાં આ નવી ઓપ્શનલ ટેક્સ સિસ્ટમ સ્વીકારતા કરદાતાએ વધારે ટેક્સની ચૂકવણી કરવી પડી છે. ટેક્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ઓપ્શનલ ટેક્સ સિસ્ટમને વધારે સુવ્યવસ્થિત કરવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે યુનિયન બજેટ 2023-24 માં કરમુક્ત આવકની મર્યાદા અને મહત્તમ ટેક્સ રેટમાં વધારો કરવા ઉપરાંત કેટલાક લોકપ્રિય ટેક્સ કટનો સમાવેશ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ બજેટ 2023માં મધ્યમ વર્ગની આશા-અપેક્ષા પૂરી થશે? શું નાણામંત્રી ‘ધ ગ્રેટ ઈન્ડિયન મિડલ ક્લાસ’ને થોડી રાહત આપશે?

ટેક્સ એક્સપર્ટ્સનું શું કહેવુ છે?

નાંગિયા એન્ડરસન ઈન્ડિયાના ચેરમેન રાકેશ નાંગિયાએ જણાવ્યું કે, સરકારે ઓપ્શનલ ટેક્સ સિસ્ટમમાં ટેક્સના રેટને વધારે તર્કસંગત બનાવવા જોઈએ. તેમણે અગાઉની કપાત અથવા મુક્તિને અનુરૂપ નવી કર વ્યવસ્થા બનાવવાની હિમાયત કરી હતી. ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર સુધાકર સેતુરમને આવો જ મત રજૂ કરતા જણાવ્યું હતું કે સરકાર કેટલીક કર કપાતને મંજૂરી આપવાનું વિચારી શકે છે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયાને જટિલ બનાવ્યા વગર થવી જોઈએ. તેમણે કહ્યું કે ઓપ્શનલ ટેક્સ સિસ્ટમમાં જીવન વીમાનું પ્રીમિયમ, હોમ લોનનું વ્યાજ અને અન્ય કપાત પણ આપી શકાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ