Nirmala Sitharaman Budget 2024 Expectations: નિર્મલા સીતારમન 23 જુલાઇ એ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ 2024 – 25 સંસદમાં રજૂ કરશે. આ અગાઉ જ્યારે તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું ત્યારે ટેક્સમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહોતો, પરંતુ હવે પૂર્ણકાલીન બજેટના કારણે મધ્યમ વર્ગને કરવેરામાં મોટી રાહત મળે તેવી આશા છે. ઉપરાંત ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવું વધુ સસ્તી થાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
નવી કર વ્યવસ્થાને વ્યક્તિગત કરદાતાઓ માટે વધુ આકર્ષક બનાવવાના હેતુથી સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનને 50000 રૂપિયાથી વધારી 100000 રૂપિયા કરવા જેવા ઉપાયો પર વિચાર કરી શકે છે. આમાં હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ (કલમ 80ડી હેઠળ) સબમિટ કરવા અને પર્યાપ્ત આરોગ્ય વીમા કવરને અપનાવવાને પ્રોત્સાહન આપવા માટે ઉપલબ્ધ કપાત મર્યાદામાં વધારો કરવાનો સમાવેશ થાય છે.

એનપીએસ વિશે પણ લઇ શકે છે મોટો નિર્ણય
એટલું જ નહીં, 80સીસીડી(2) હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)માં એમ્પ્લોયરના યોગદાન માટેની કપાતની મર્યાદા બેઝિક પગારના 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવે તો તે મધ્યમ વર્ગ માટે પણ એક સારા સમાચાર હશે. આ કપાતમાં વધારો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને લાગુ પડતી જોગવાઈ સાથે સમાનતા સુનિશ્ચિત કરશે અને નવી કર વ્યવસ્થા હેઠળ કર બચતમાં વધારો કરવા માટેનો વિકલ્પ પૂરો પાડશે, તેમજ લાંબા ગાળાની નિવૃત્તિ બચતને પ્રોત્સાહન આપશે.

HRA વધવાથી મેટ્રો સિટીના લોકોને ફાયદો થશે
નાણામંત્રી નિર્મલા સીતારમને દ્વારા રજૂ થનારા નાણાકીય બજેટ 2024 – 25 મેટ્રો સિટીમાં રહેતા લોકોને પણ મોટી રાહત મળી શકે છે, કારણ કે બેંગલુરુથી લઇને એનસીઆર, હૈદરાબાદ અને પુણેને મેટ્રો સિટીનો દરજ્જો આપી શકાય છે. તમને જણાવી દઇયે કે, મેટ્રો શહેરોમાં એચઆરએ ડિડક્શન બેઝિક પગારના 50 ટકા સુધી છે, જ્યારે અન્ય શહેરોમાં તે 40 ટકા સુધી છે. આવી સ્થિતિમાં જો આ શહેરોને મેટ્રો સિટીની કેટેગરીમાં સામેલ કરવામાં આવશે તો લોકોને મોટી રાહત મળશે.
આ પણ વાંચો | બજેટ 2024 માં મોબાઈલ ફોન, સ્માર્ટ LED ટીવી સસ્તા થશે? નિર્મલા સીતારમન જીએસટી ઘટાડશે?
બજેટ 2024 માં ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે અગાઉ બેટરી સંચાલિત વાહન પર મળથી સબસિડી ઘટાડી દીધી છે. તેથી બજેટમાં સબસિડી જોગવાઇ વધારીને સરકાર EV સસ્તા કરી શકે છે.





