Budget 2024 : બજેટ 2024માં કૃષિ ક્ષેત્ર માટે સૌથી ઓછી ફાળવણી, જાણો વિવિધ મંત્રાલયો માટે કેટલું બજેટ ફાળવ્યું

India Budget 2024 Live Updates : બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારામને કૃષિ ક્ષેત્ર માટે ઓછું બજેટ ફાળવ્યું છે. રેલવે મંત્રાલય રેકોર્ડ 2.55 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ચાલો વિવિધ મંત્રાલયોના બજેટ ફાળવણી ઉપર એક નજર કરીયે

Written by Ajay Saroya
Updated : February 01, 2024 16:40 IST
Budget 2024 : બજેટ 2024માં કૃષિ ક્ષેત્ર માટે સૌથી ઓછી ફાળવણી, જાણો વિવિધ મંત્રાલયો માટે કેટલું બજેટ ફાળવ્યું
Budget 2024 : બજેટ 2024 માં ડિફેન્સ માટે સૌથી વધુ અને કૃષિ માટે સૌથી ઓછી બજેટ ફાળવણી.

Interim Budget 2024 Live Updates : બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારામને કૃષિ ક્ષેત્ર માટે ઓછું બજેટ ફાળવ્યું છે. રેલવે મંત્રાલય રેકોર્ડ 2.55 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ચાલો વિવિધ મંત્રાલયોના બજેટ ફાળવણી ઉપર એક નજર કરીયે

નાણા મંત્રા નિર્મલા સીતારામને સંસદમાં બજેટ 2024 રજૂ કર્યું છે. આ વચગાળાનું બજેટ છે અને લોકસભા ચૂંટણી બાદ પૂ્ણ બજેટ રજૂ કરવામાં આવશે. આ વોટ ઓન એકાઉન્ટ બજેટમાં નાંણા મંત્રી દ્વારા બજેટમાં કોઇ ખાસ ઘોષણા કરવામાં આવી હતી.

Interim Budget 2024 Nirmala Sitharaman Photos Images
Interim Budget 2024 Nirmala Sitharaman :વચગાળાનું બજેટ 2024 (Express Photo by Tashi Tobgya)

અલબત્ત વિવિધ ક્ષેત્રો માટે પુરતા પ્રમાણમાં બજેટ ફાળવણી કરવામાં આવી છે. જેમાં ડિફેન્સ સેક્ટર માટે સૌથી વધુ બજેટ ફાળવણી કરવામાં આવી છે જ્યારે કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં સૌથી ઓછી જોગવાઇ કરવામાં આવી છે. જાણો બજેટ 2024-25માં ક્યા સેક્ટર માટે કેટલી ફાળવણી કરવામાં આવી છે.

રક્ષા મંત્રાલય માટે સૌથી વધુ ફાળવણી (Defence Budget 2024)

બજેટ 2024માં રક્ષા મંત્રાલય માટે સૌથી વધુ ફાળવણી કરવામાં આવી. આ વખતના બજેટમાં ડિફેન્સ માટે 6.2 લાખ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, જ્યારે ગત બજેટમાં 5.94 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આમ ગત વર્ષની તુલનાએ આગામી નાણાંકીય વર્ષ માટે ડિફેન્સ માટે બજેટમાં 4.4 ટકા વધારે રકમ ફાળવવામાં આવી છે.

Budget 2024 | Budget 2024 news | Budget 2024 Nirmala Sitharaman | Nirmala Sitharaman Budget 2024 | defence budget | agriculture budget | railway budget | sector wise budget allocation 2024
Budget 2024 : બજેટ 2024 માં ડિફેન્સ માટે સૌથી વધુ અને કૃષિ માટે સૌથી ઓછી બજેટ ફાળવણી.

કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે સૌથી ઓછુ બજેટ (Agriculture Budget 2024)

બજેટ 2024– 25માં કૃષિ ક્ષેત્ર અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માટે સૌથી ઓછુ રકમ ફાળવવામાં આવી છે. જો કે ગત વર્ષની તુલનાએ ફાળવણી 1.4 ટકા વધી છે. આ ઇન્ટરિમ બજેટમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માટે 1.27 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જ્યારે વર્ષ 2023-24ના બજેટમાં 1.25 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

આ પણ વાંચો | બજેટ 2024માં રેલવે માટે રેકોર્ડ ફાળવણી, જાણો ટ્રેન મુસાફરોને બજેટમાં શું મળ્યું?

નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટ 2024 ભાષણમાં જણાવ્યું કે, પીએમ કિસાન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને પ્રત્યક્ષ ધિરાણ સહાય આપવામાં આવી છે. તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોને પાક વીમો મળ્યો છે. કૃષિ બજારોને ડિજિટલ કરવાની મહત્વકાંક્ષી યોજના ઇ-નામ સાથે અત્યાર સુધી 1361 એપીએમસીઓને જોડવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ