Budget 2024 : બજેટ 2024માં ગીફટ સિટી IFSC માટે ખાસ ઘોષણા, જાણો ક્યાં સુધી ટેક્સ બેનેફિટ્સ મળશે

Interim Budget 2024 Announcement For Gift City IFSC : બજેટ 2024માં નિર્મલા સીતારામને ગીફ્ટ સિટી આઈએફએસસી માટે મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. જેનાથી ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ આકર્ષિત કરવામાં મદદ મળશે.

Written by Ajay Saroya
Updated : February 01, 2024 17:08 IST
Budget 2024 : બજેટ 2024માં ગીફટ સિટી IFSC માટે ખાસ ઘોષણા, જાણો ક્યાં સુધી ટેક્સ બેનેફિટ્સ મળશે
Budget 2024 Gift City IFSC : ગુજરાતમાં ગાંધીનગર નજીક ગીફ્ટ સિટી આઈએફએસસી આવેલું છે. (Photo - giftgujarat.in)

Interim Budget 2024 Announcement For Gift City IFSC : બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારામને ગુજરાત સ્થિત દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઈનાન્સ સેન્ટર ગીફ્ટ સિટી આઈએફએસસી માટે મોટી ઘોષણા કરી છે. આ ઘોષણાથી ગિફ્ટ સિટીમાં કંપનીઓને ઓફિસ સ્થાપવા અને મૂડીરોકાણ આકર્ષિત કરવામાં મદદ મળશે.

બજેટ 2024માં ગીફ્ટ સિટી IFSC શું ઘોષણા થઇ (Budget 2024 Announcement For IFSC)

નાણાં મંત્રી નિર્મલા સીતારામને ઇન્ટરિમ બજેટ 2024-25માં ગીફ્ટ સિટી માટે મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. બજેટ 2024માં ગીફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં સોવરિન વેલ્થ ફંડ્સ, પેન્શન ફંડ્સ, સ્ટાર્ટઅપ્સ અને કેટલાક એકમોની ચોક્કસ આવક માટે એક વર્ષનો કર લાભ લંબાવ્યો છે.

બજેટ 2024 ભાષણમાં નિર્મલા સીતારામને કહ્યું કે, “સ્ટાર્ટઅપ અને સોવરિન વેલ્થ કે પેન્શન ફંડ દ્વારા કરાયેલા રોકાણો માટે ચોક્કસ કર લાભો તેમજ કેટલાક IFSC યુનિટોની ચોક્કસ આવક પર કર મુક્તિ 31.03.2024 ના રોજ સમાપ્ત થઈ રહી છે. કરવેરામાં રાહત આપવા માટે હું આ મુદ્દત એક વર્ષ 31.03.2025 સુધી લંબાવવાનું પ્રસ્તાવિત કરું છું.”

Indian Budget history and lesser known facts Photos Images gujarati news
Budget 2024 : ભારતના બજેટ વિશેની કેટલીક રસપ્રદ હકીકતો

ગુજરાતમાં ગાંધીનગર સ્થિત GIFT City IFSC, એ યુનિફાઈડ રેગ્યુલેટરી ઓથોરિટી IFSCA છે, તે અર્થતંત્ર માટે વૈશ્વિક મૂડી અને નાણાંકીય સેવાઓ માટે એક મહત્વપૂર્ણ હબ તરીકે વિકસી રહ્યું છે.

એક મીડિયામાં નાંગિયા એન્ડરસન એલએલપીના ભાગીદાર સુનીલ ગીડવાણીએ જણાવ્યું હતું કે, ગીફ્ટ સિટી IFSCમાં વિવિધ બિઝનેસ માટે ટેક્સ હોલિડે છે એટલે કે કરવેરામાં છુટછાટનો લાભ મેળવી રહ્યા છે. જો કે, એફપીઆઈ અને એરક્રાફ્ટ લીઝિંગ બિઝનેસ તરીકે નોંધાયેલા ઈન્વેસ્ટમેન્ટ ડિવિઝન ઓફશોર બેન્કિંગ ફર્મના સંદર્ભમાં 31 માર્ચ 2024 સુધીમાં બિઝનેસ સ્થાપવાની જરૂરિયાત હવે ફાઈનાન્સ બિલ દ્વારા 2025 સુધી લંબાવવામાં આવી છે. આનાથી આ ઉદ્યોગોને ગીફ્ટ સિટીમાં બિઝનેસ સ્થાપવા માટે થોડોક વધુ સમય મળશે.”

ભારતની પ્રથમ IFSCમાં કાર્યરત કંપનીઓ સતત 10 વર્ષ સુધી પ્રત્યક્ષ કરવેરામાં 100 ટકા મુક્તિનો આનંદ માણે છે. IFSCમાં સ્થાપિત કંપનીમાંથી બિન-નિવાસી દ્વારા મેળવેલા ડિવિડન્ડ રાહત દરે કરપાત્ર છે. અહીંયા ઓફિસ ધરાવતી કંપનીઓની લોનની વ્યાજ આવક પર ટેક્સ લાગતો નથી. IFSCમાંથી ચોક્કસ ફંડ્સ દ્વારા એક્ત્ર કરાયેલી આવક પર સરચાર્જ તેમજ હેલ્થ અને એજ્યુકેશન સેશ પણ લાગુ પડતો નથી.

આ પણ વાંચો | બજેટ 2024માં કૃષિ ક્ષેત્ર માટે સૌથી ઓછી ફાળવણી, જાણો વિવિધ મંત્રાલયો માટે કેટલું બજેટ ફાળવ્યું

ગ્લોબલ ફાઇનાન્સ ગેટવે તરીકે ગીફ્ટ સિટીની ભૂમિકા નિર્ણાયક : તપન રે, ગિફ્ટ સિટીના MD

“ગીફ્ટ આઈએફએસસીના બહોળા વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે જે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના વચગાળાના બજેટ પરથી સ્પષ્ટ થાય છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ ગેટવે તરીકે ગીફ્ટ સિટીની નિર્ણાયક ભૂમિકાને સ્વીકારતા ચોક્કસ આઈએફએસસી યુનિટની આવક પર કરવેરાના લાભો લંબાવવાનો નિર્ણય આ ભવિષ્યલક્ષી અભિગમ દર્શાવે છે. ગિફ્ટ સિટી આ નિર્ણયનું સ્વાગત કરે છે જે સરળતાથી બિઝનેસ કરવા તથા કરવેરામાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. આ નિર્ણય ભારતની આર્થિક તાકાતમાં યોગદાન આપતી એક સમૃદ્ધ આઈએફએસસી ઇકોસિસ્ટમ માટે અમારા સહિયારા વિઝનને દર્શાવે છે. વૈશ્વિક નાણાંકીય ક્ષેત્ર ગીફ્ટ આઈએફએસસીની મહત્વની ભૂમિકા પર ભાર મૂકવાના સરકારના સતત પ્રયાસની અમે પ્રશંસા કરીએ છીએ.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ