Budget 2024: બજેટ શું છે, કેટલા મહિનામાં તૈયાર થાય છે, કેવી રીતે આપણી બચત અને રસોડાને સીધી અસર કરે છે? જાણો

Nirmala Sitharaman Represents Budget 2024: દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ અને ખર્ચાઓ આપણી આવક, બચત અને ઘરના બજેટ બંનેને અસર કરે છે.

Written by Ajay Saroya
Updated : December 15, 2023 17:51 IST
Budget 2024: બજેટ શું છે, કેટલા મહિનામાં તૈયાર થાય છે, કેવી રીતે આપણી બચત અને રસોડાને સીધી અસર કરે છે? જાણો
Budget 2024: દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે.

Nirmala Sitharaman Represents Budget 2024: બજેટ 2024: કેન્દ્ર સરકાર દર વર્ષે પોતાનું વાર્ષિક રજૂ કરે છે. શું તમે જાણો છો બજેટ શું છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે? સરળ શબ્દોમાં કહેવુ હોય તો, બજેટ એટલે આવક અને જાવકનો એક સામાન્ય અંદાજ. જેવી રીતે તમે તમારા ઘરનું બજેટ બનાવો છો, જેમાં તમે તમારી આવક અનુસાર ખર્ચ કરો છો અથવા ખર્ચનું બજેટ બનાવો છો. દેશનું બજેટ પણ એવું જ હોય ​​છે જેમાં સરકાર આવક અને ખર્ચની વિગતો આપે છે. તે દેશ અને દેશની જાહેર જનતા માટે ચાલી રહેલી યોજનાઓ વિશે માહિતી આપે છે. તેમાં સામાન્ય અને પછાત વ્યક્તિઓ માટે ચાલી રહેલી અને નવી સામાજીક યોજનાઓની પણ વિગત હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ અને ખર્ચાઓ આપણી આવક, બચત અને ઘરના બજેટ બંનેને અસર કરે છે.

બજેટ બનાવવું શા માટે જરૂરી છે? (Budger 2024)

બજેટ તૈયાર કરવાથી દેશની આવક અને ખર્ચનો હિસાબ જાણી શકાય છે. તેના આધારે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને દેશની સામાજિક યોજનાઓ સુધી દરેક બાબત પાછળ નાણાં ખર્ચે છે. બજેટથી સરકાર એવી બાબતો કે ક્ષેત્રો પાછળ નાણાનું રોકાણ કરે તેનાથી દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધે અને રોજગારીનું સર્જન થાય. બજેટમાં દરેક ક્ષેત્ર અને ઉદ્યોગ માટે નાણાંકીય જોગવાઇ કરવામાં આવે છે, જેમાં રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક યોજનાઓનો સમાવેશ થાય છે. બજેટનો હેતુ જ્યાં જરૂરી હોય ત્યાં નાણાંનું રોકાણ કરવાનો છે.

Budget 2024 | India Finance Minister | Finance Minister Nirmala Sitharaman | Finance Minister | Nirmala Sitharaman | Interim Budget 2024
ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. (Photo – Social Media/Canva)

બજેટ કેવી રીતે તૈયાર થાય છે?

દેશનું બજેટ તૈયાર કરવાની કામગીરી બહુ જટીલ અને મુશ્કેલ છે. બજેટ બનાવતા પહેલા દેશના કેન્દ્રીય નાણાં મંત્રી તેમની ટીમ સાથે તમામ ક્ષેત્રો અને ઉદ્યોગોજગતના વ્યક્તિઓને મળે છે. તેમની માંગણીઓ અને જરૂરિયાતોની ચર્ચા કરે છે. ત્યારબાદ તેઓ તેમની ટીમ સાથે મળીને દરેકના મુદ્દાઓ અને સામાજિક નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગે છે.

આ પણ વાંચો | 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં કોઈ મોટી જાહેરાત નહીં થાય, જાણો કેમ નાણામંત્રી નિર્મલા સીતારમને આવું કહ્યું

ભારતમાં 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ થશે

ભારતમાં દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2024ના રોજ દેશનું વચગાળાનું બજેટ રજૂ કરશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ બજેટમાં કોઈ મોટી ઘોષણા કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું છે કે મોટી જાહેરાતો માટે આવતા વર્ષના સંપૂર્ણ બજેટ સુધી રાહ જોવી પડશે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. એપ્રિલ-મે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારબાદ કેન્દ્રમાં બનેલી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ