Union Budget 2025 Date and Time: નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2025 સંસદમાં રજૂ કરવાના છે. આ સાથે જ નિર્મલા સીતારમણ સતત આઠમી વખત બજેટ કરવાનો રેકોર્ડ બનાવશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના બીજા સંપૂર્ણ બજેટથી મધ્યમ વર્ગથી માંડી વેપારીઓ અને ઉદ્યોગજગતને ઘણી આશા અપેક્ષા છે. નિર્મલા સીતારમણ યુનિયન બજેટ 2025-26 કઇ તારીખે અને કેટલા વાગે રજૂ કરશે અને ક્યાં લાઇવ જોવા મળશે તેના વિશે વિગતવાર માહિતી આપી છે.
Budget 2025 Date and Time : બજેટ તારીખ અને સમય
દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2025 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરશે. આ માહિતીની કેન્દ્ર સરકારે પુષ્ટિ કરી છે. નિર્મલા સીતારમણ નાણા 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગે લોકસભામાં બજેટ 2025 રજૂ કરશે.
Budget 2025 Live Stream : બજેટ 2025 લાઇવ ક્યાં જોવા મળશે?
બજેટ 2025 રજૂ થવાની રાહ આતુરતાથી રાહ જોવાઇ રહી છે. યુનિયન બજેટ 2025-26 તમારા મોબાઇલ, ટીવી અને લેપટોપ પર લાઇવ જોઇ શકશો. દૂરદર્શન અને સંસદ ટીવીની સત્તાવાર ચેનલ પર બજેટ 2025 લાઇવ જોઇ શકાય છે. આ ઉપરાંત સરકારના વિવિધ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ X (ટ્વિટર) પર પણ બજેટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
બજેટ રજૂ થયા બાદ જો તમે બજેટ ના દસ્તાવેજો જોવા માંગો છો તો તમે કેન્દ્ર સરકારના સત્તાવાર વેબ પોર્ટલ indiabudget.gov.in દસ્તાવેજોને એક્સેસ કરી શકશો.
આ ઉપરાંત વાર્ષિક નાણાકીય નિવેદન, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ (ડીજી), ફાઇનાન્સ બિલ સહિત તમામ કેન્દ્રીય બજેટ દસ્તાવેજો પણ કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો | નિર્મલા સીતારમણની ટીમના 5 રત્ન, જેમણે તૈયાર કર્યું યુનિયન બજેટ 2025
નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે
નિર્મલા સીતારમ દેશના પ્રથમ પૂર્ણ સમયના નાણા મંત્રી છે. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ મોદી સરકારના બીજા કાર્યકાળમાં નિર્મલા સીતારમણ દેશના નાણામંત્રી બન્યા હતા. તેમણે 5 જુલાઇ 2019માં પહેલીવાર ભારતનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદથી તેઓ સતત બજેટ રજૂ કરી રહ્યા છે. અત્યાર સુધી તેમણે 7 બજેટ રજૂ કર્યા છે. નિર્મલા સીતારમણ સતત આઠમ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે. તમને જણાવી દઇયે કે, ભારતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ દેશના પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઇના નામે છે, તેમણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું.





