Union Budget 2025: બજેટ 2025 નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરવાના છે. આ બજેટમાં મોંઘવારીમાં રાહત મળશે તેવી મધ્યમ વર્ગને અપેક્ષા છે. આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ છે. એવી અપેક્ષા છે કે, સરકાર જીએસટી હેઠળ આવરી લઇ પેટ્રોલ ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશ સસ્તી કરી છે. હાલ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત 94 થી 103 રૂપિયા પ્રતિ લિટરની વચ્ચે છે. જો સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ આવરી લે તો ઇંધણ સસ્તુ થઇ શકે છે.
Tax On Petrol Diesel In India : પેટ્રોલ ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલાય છે?
હાલ પેટ્રોલિયમ પેદાશ જેવી કે, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પર એક્સાઇઝ ડ્યુટી અને વેટ જેવા ટેક્સ વસૂલાય છે. દરેક રાજ્યમાં વેટના દર અલગ અલગ હોય છે, જેના કારણે પેટ્રોલ ડીઝલની કિંમત દરેક રાજ્યમાં અલગ અલગ છે.
દેશમાં વર્ષ 2017માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ થયો હતો, ત્યારે સરકારે એક દેશ, એક કરવેરાનો લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટી માંથી બાકાત રાખ્યા હતા. જો સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટી હેઠળ આવી લે છે તો સમગ્ર દેશમાં કિંમતો એકસમાન થઇ જશે. એક સમાન ટેક્સ લાગુ થવાથી પેટ્રોલ ડીઝલની કિંમત સમગ્ર ભારતમાં એક સમાન થઇ જશે.
How Can Fuel Prices Come Down : પેટ્રોલ ડીઝલની કિંમત કેવી રીતે ઓછી થઇ શકે છે?
જીએસટી લાગુ થતા ઇંધણ પરથી વેટ જેવા અલગ અલગ ટેક્સ નાબૂદ થશે અને માત્ર એક ટેક્સ જીએસટી લાગુ થશે. તેનાથી ફ્યુઅલની કિંમત ઘટી શકે છે. હાલ પેટ્રોલ ડીઝલની કિંમત 4 પરિબળોના આધારે નક્કી થાય છે.
- મૂળ કિંમત : તેમા ઇંધણના ઉત્પાદન ખર્ચ અને ટ્રાન્સપોર્ટ ખર્ચનો સમાવેશ થાય છે.
- ડીલરનું કમિશન: મૂળ કિંમતમાં પેટ્રોલ પંપ ડીલરનું કમિશન ઉમેરવામાં આવે છે.
- એક્સાઇઝ ડ્યૂટી: પેટ્રોલિયમ પેદાશ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે.
- વેટ: પેટ્રોલ ડીઝલના વેચાણ પર રાજ્ય સરકાર પોતાની રીતે વેટ વસૂલે છે.
આમ જો યુનિયન બજેટ 2025-26માં પેટ્રોલ ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશ જીએસટી હેઠળ આવરી લેવામાં આવે તો એક્સાઇઝ ડયૂટી અને વેટ નાબૂદ થશે. જેના પરિણામ પેટ્રોલ ડીઝલની કિંમત ઘટી શકે છે.
આ પણ વાંચો | બજેટ 2025માં શું સસ્તું થશે? મધ્યમ વર્ગને મોંઘવારીથી મળશે રાહત!
VAT On Petrol Diesel In Gujarat: ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પર કેટલો ટેક્સ છે?
ગુજરાત સરકારે પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ વસૂલે છે. તેવી જ રીતે ડીઝલ પર 14.9 ટકા વેટ અને 4 ટકા સેસ, પીએનજી (કોમર્શિયલ) પર 15 ટકા વેટ, પીએનજી (ડોમેસ્ટિક) પર 5 ટકા વેટ વસૂલવામાં આવે છે.





