Budget 2025 Highlights: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય લોકો અન કરદાતાઓ માટે મોટી જાહેરાતો કરી છે. આવી જ એક બજેટ ઘોષણામાં ઘર માલિકોના હક સંબંધિત છે. નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, કરદાતા કોઇ પણ શરત વગર પોતાની માલિકીનો કબજો ધરાવતી બે સંપત્તિનું વાર્ષિક મૂલ્ય શૂન્ય દર્શાવી શકે છે. ઉપરાંત ભાડામાં મકાનમાં રહેતા લોકોને પણ કર રાહત આપી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, – હાલના સમયે કરદાતા માત્ર અમુક શરતોને આધિન જ પોતાની માલિકીનો ધરાવતી સંપત્તિના વાર્ષિક મૂલ્ય શૂન્યનો દાવો કરી શકે છે. કરદાતાને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખી, કોઇ પણ પ્રકારની શરત વગર કરદાતાઓને સ્વ માલિકીનો કબજો ધરાવતી સંપત્તિ પર કર લાભ આપવાનો પ્રસ્તાવ છે.
નિયમમાં સંશોધનનો પ્રસ્તાવ
સરકારે આવકવેરા કાયદાની કલમ 23ની પેટા કલમ 2 માં સંશોધન કરવાનો પ્રસ્તાવ આપ્યો છે, જે રહેણાંક સંપત્તિના વાર્ષિક મૂલ્ય નિર્ધારણ સંબંધિત છે. બજેટ દસ્તાવેજમાં જણાવ્યું છે કે, આઇટી એક્ટની પેટા કલમ 92)માં એવી જોગવાઇ છે કે, જ્યાં ઘર કે મકાન માલિકીના કબજામાં તેના રહેવા માટે છે અથવા માલિક કોઇ અન્ય સ્થાન પર પોતાના રોજગાર, વેપાર ધંધાના કારણે છે અને હકીકતમાં તેના પર કબ્જો નથી કરી શકતો તો, આવા કિસ્સામાં આવી રહેણાંક મિલકતનું વાર્ષિક મૂલ્ય શૂન્ય માનવામાં આવશે. બજેટમાં જણાવ્યું છે કે, પેટાકલમ (4)માં જોગવાઇ છે કે પેટાકલમ (2)ની જોગવાઇ માત્ર બે રહેણાંક મિલકતના કિસ્સામાં લાગુ થશે.
ભાડાના મકાનમાં રહેનારને બજેટમાં રાહત
બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાડાના મકાનમાં રહેતા લોકોને પણ રાહત આપી છે. બજેટમાં મકાન ભાડા પર ટીડીએસ (ટેક્સ ડિડક્શન એટ સોર્શ)ની વાર્ષિક મર્યાદા 2.4 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરી છે. બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, હું ટીડીએસ લિમિટ વધારીને કર કપાતને તર્કસંગત કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું.
1 એપ્રિલ, 2025થી નવો નિયમ લાગુ થશે
બજેટ 2025ની આ ઘોષણા 1 એપ્રિલ, 2025થી લાગુ થશે. તેનો અર્થ એ છે કે, જો કોઇ વ્યક્તિ પાસે પોતાની માલિકીના બે મકાન છે. એક ઘરમાં મકાન માલિક પોતે રહે છે અને બીજું મકાન ખાલી છે તો બંને ઘરો પર દાવો કરી શકે છે તેનો વપરાશ તે પોતે કરે છે. આમ બીજા ઘર પર કોઇ ટેક્સ લાગશે નહીં.
આ પણ વાંચો | બજેટમાં 12 લાખ સુધી આવક ટેક્સ ફ્રી, ઈન્કમ ટેક્સ સ્લેબની સરળ સમજૂતી
કરદાતા પાસે 3 ઘર હોય તો શું થશે?
જો કોઇ વ્યક્તિ પાસે 3 ઘર છે, તો કોઇ 2 મકાન પર પર કર રાહત મેળવી શકે છે. વ્યક્તિ માત્ર 2 ઘરનો જ ઉપયોગ કરે છે એવું માનવશે. આવી સ્થિતિમાં તેણે માત્ર ત્રીજા મહિનાના વાર્ષિક ભાડાના મૂલ્ય પર કર ગણતરી કરવી પડશે. ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, હાઉસ પ્રોપર્ટી પર નિયમમાં આ ફેરફારથી કરદાતાને મોટી રાહત મળશે.





