જો તમે સેકેંડ હેન્ડ બાઈક ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ જાણી લો આ જરૂરી વાતો, જેથી સેકેંડ હેન્ડ બાઈક ખરીદતા તમારે નુકસાન ઉઠાવું ન પડે.
બજેટ: કોઈ પણ સેકેંડ હેન્ડ બાઈક ખરીદતા પહેલા તમે પોતાના બજેટને ફાઇનલ કરી લો જેથી તમારે માર્કેટમાં અલગ-અલગ દુકાન પર જઈને ચક્કર ન લાગવું પડે. બજેટ ફાઇનલ થતા તમે પોતાના બજેટમાં મળતા વિકલ્પો પર વધારે ફોક્સ કરી શકો છો.
જરૂરિયાત: બજેટ પછી બીજી સૌથી અગત્યની વાત છે જરૂરિયાત કેમ કે માર્કેટમાં દરેક સેગમેન્ટની બાઈક ઉપલબ્ધ છે. જો તમે નોકરી પર જાઓ છો, કોલેજ જાઓ છો તો તમારે વધારે માઈલેજ વાળી કમ્યુટર બાઈક લેવી જોઈએ જેથી તમારે ઓછામાં ઓછા ખર્ચેમાં વધારે માઈલેજ મળી શકે છે.
બ્રાન્ડ: કોઈ પણ સેકેંડ હેન્ડ બાઈકને ખરીદતા પહેલા તેની બ્રાન્ડને પ્રાથમિકતા આપવી જેથી રિસેલ વેલ્યુ બરોબર થાય, એટલે કે જો તમે સેકેંડ હેન્ડ બાઈક ખરીદતા હોવ અને તેને એક વર્ષ ચલાવ્યા પછી વેચવાની ઈચ્છા થાય તો એ કન્ડિશનમાં બાઈક વેચવાથી તમને સારી કિંમત મળી શકે છે.
આ પણ વાંચો: ભારતના સૌથી સસ્તા ટોપ-3 ઇલે. વ્હિકલ, 40 હજારથી ઓછી કિંમતના આ EV આપશે 75 km સુધીની રેન્જ
કન્ડિશન: જે રીતે બધી ચળકતી વસ્તુ સોનુ હોતી નથી તેમ દરેક ચળકતી બાઈક સારી હોતી નથી. મોટાભાગના ડીલર સેકેં હેન્ડ બાઈકને ચમકાવી રાખે છે જેથી ગ્રાહક તેમની વાતમાં આવી જાય છે અને બાઈક ખરીદી લે છે પરંતુ તે ચળકતી બાઇકમાં થોડાજ દિવસોમાં સમસ્યાઓ આવવા લાગે છે જેથી બાઇક પર પૈસા ખર્ચવા પડે છે.
સર્ટિફાઈડ સેકેંડ હેન્ડ બાઈક: વર્તમાનમાં ઘણી ઓનલાઇન વેબસાઈટ છે જે સેકેંડ હેન્ડ ખરીદવા પર માત્ર વોરન્ટી આપે છે જેથી બાઈકનો ઇન્શ્યુરન્સ, પોલ્યુશન અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ પણ કંપ્લીટ કરીને આપે છે જે તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. કારણ કે સેકેંડ હેન્ડ બાઈક ખરીદ્યા પછી તેના પેપર ટ્રાન્સફર કરાવવા ખુબજ લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા છે.