PM મોદી દ્વારા શરૂ કરાયેલ ‘કૉલ બિફોર યુ ડિગ’ એપ્લિકેશન શું છે? ખોદકામથી થતી પરેશાની દુર થશે!

Call Before u Dig application : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા 'કૉલ બિફોર યુ ડિગ' એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય અસંગઠિત ખોદકામના કારણે થતી ઓપ્ટિકલ ફાઈબર કેબલ જેવી વસ્તુઓને થતા નુકસાનને રોકવાનો છે

Written by Kiran Mehta
March 22, 2023 17:07 IST
PM મોદી દ્વારા શરૂ કરાયેલ ‘કૉલ બિફોર યુ ડિગ’ એપ્લિકેશન શું છે? ખોદકામથી થતી પરેશાની દુર થશે!
કૉલ બિફોર યુ ડિગ એપ્લિકેશન શું છે? (Express photo by Arul Horizon)

Call Before U Dig Application Launched : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખોદકામને કારણે યુટિલિટીઝને થતા નુકસાનને રોકવા માટે ખોદકામ કરતી એજન્સીઓ અને ભૂગર્ભ ઉપયોગિતા માલિકો વચ્ચે સંકલનની સુવિધા માટે બુધવારે ‘કૉલ બિફોર યુ ડિગ’ (CBuD) એપ્લિકેશન લોન્ચ કરી.

એપ્લિકેશન શા માટે જરૂરી છે?

કોલ બિફોર યુ ડિગ મોબાઈલ એપ્લિકેશન એ સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય અસંગઠિત ખોદકામના કારણે થતી ઓપ્ટિકલ ફાઈબર કેબલ જેવી વસ્તુઓને થતા નુકસાનને રોકવાનો છે, જેના કારણે દર વર્ષે આશરે ₹3,000 કરોડનું નુકશાન થાય છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના પ્રકાશન મુજબ.

આ રોડ, ટેલિકોમ, પાણી, ગેસ અને વીજળી જેવી આવશ્યક સેવાઓના ઓછા વિક્ષેપને કારણે સંભવિત વ્યવસાયિક નુકસાનને બચાવશે અને નાગરિકોને થતી અસુવિધામાં પણ ઘટાડો લાવશે.

એપ્લિકેશન કેવી રીતે કાર્ય કરે છે?

CBUD એપ્લિકેશન ખોદકામ કરનાર અને સંપત્તિ માલિકોને એસએમએસ/ઈમેલ સૂચનાઓ અને ક્લિક ટૂ કોલના માધ્યમથી જોડશે, જેથી ભૂગર્ભ સંપત્તિની સુરક્ષાની ખાતરી કરતા દેશમાં યોજનાબદ્ધ રીતે ખોદકામનુ કામ થાય.

આનો હેતુ ખોદકામ કરતી કંપનીઓને સંપર્કનું એક બિંદુ આપવાનો છે, જ્યાં તેઓ ખોદકામની કામગીરી શરૂ કરતા પહેલા, હાલમાં જમીનમાં કઈ જગ્યાએ કઈ પ્રકારની પાઈપ લાઈન કે ફાયબર કેબલની લાઈન ચાલી રહી છે તેની માહિતી મેળવી શકે. યુટિલિટી માલિકો પણ લોકેશન પર આવનારા કામ વિશે જાણી શકે છે.

PM મોદીએ 6G વિઝન ડોક્યુમેન્ટ ITUનું અનાવરણ કર્યું

CBuD એપની સાથે, મોદીએ ભારતના 6G વિઝન ડોક્યુમેન્ટનું પણ અનાવરણ કર્યું અને નવા ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) ફીલ્ડ ઓફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.

ITU એ માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) માટે સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે. જીનીવામાં મુખ્ય મથક, તે પ્રાદેશિક કચેરીઓનું નેટવર્ક ધરાવે છે.

આ પણ વાંચોવીજળી અછત : એપ્રિલમાં ગ્રિડ મેનેજર 18 ‘અલર્ટ ડે’ માટે તૈયાર, જાણો દેશની વર્તમાન સ્થિતિ શું છે?

6G ટેસ્ટબેડ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. તે શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને MSME અને ઉદ્યોગો, અન્યો વચ્ચે, વિકસિત ICT ની ચકાસણી અને માન્યતા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. ઈન્ડિયા 6G વિઝન ડોક્યુમેન્ટ અને 6G ટેસ્ટબેડ દેશમાં નવીનતા, ક્ષમતા નિર્માણ અને ઝડપી ટેકનોલોજી અપનાવવા માટે સક્ષમ વાતાવરણ પણ પૂરું પાડશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ