scorecardresearch

કાર માટે કેટલા પ્રકારની વીમા પોલિસી હોય છે, શેમાં સૌથી વધુ સુરક્ષા અને ફાયદો મળે છે? જાણો

Car Insurance types and benefits: ભારતમાં તમામ પ્રકારના વાહનો માટે વીમા પોલિસી ફરજિયાત (vehicle insurance policy) છે. હાલ કુદરતી કે માનવ સર્જિત કારણોસર કારને અકસ્માત (car Accident) થવાનું જોખમ રહે છે, જેમાં તમારે નાણાંકીય નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આવી સ્થિતિમાં કારની ઇન્શ્યોરન્સ પોલિસી (Car Insurance policy) તમારા વાહન અને થર્ડ પાર્ટી ના જાન-માલના નુકસાન સામેની (third party liability insurance) નાણાંકીય જવાબદારીઓથી બચાવશે

કાર માટે કેટલા પ્રકારની વીમા પોલિસી હોય છે, શેમાં સૌથી વધુ સુરક્ષા અને ફાયદો મળે છે? જાણો

ભારતમાં મોટર વ્હિકલ એક્ટ હેઠળ રસ્તાઓ પર દોડતા તમામ પ્રકારના વાહનો માટે વ્હિકલ ઇન્સ્યોરન્સ એટલે કે વાહનનો વીમો હોવો ફરજિયાત છે અને તેના વગર વાહન ચલાવવું અપરાધ માનવામાં આવે છે. જો તમારી પાસે જૂની કાર છે અથવા તો નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો કાર ઇન્સ્યોરન્સ કવરેજ સંબંધિત પાસાઓને સમજવા બહુ આવશ્યક છે. આ સલાહ એટલા માટે જરૂરી છે કારણ કે રસ્તા પર ચાલતી વખતે સાવચેતી રાખવા છતાં અચાનક કોઇ અકસ્માતમાં કારને અચાનક નુકસાન થઇ શકે છે. બ્રેકડાઉન, કુદરતી અથવા માનવસર્જિત આફત જેવા કારણોસર તમને અને તમારા વાહનને પણ નુકસાન થઈ શકે છે. કાર માટે વીમા પૉલિસી ખરીદવી એ આવા અનિશ્ચિત કિસ્સાઓમાં થતાં નાણાકીય નુકસાનના બોજનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

તમામ પ્રકારની કાર વીમા યોજનાઓ તેમની પોલિસીની શરતોના આધારે કાર સાથે સંકળાયેલી દૂર્ઘટનાઓને કારણે થતા નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે છે. વીમા ક્ષેત્રની કંપનીઓ અનેક પ્રકારની કાર ઇન્શ્યોરન્સ પોલિસીઓ ઓફર કરે છે, જેમાંથી કેટલાક વિશેની જાણકારી આપવામાં આવી છે, જે તમને બહુ ઉપયોગી થશે.

દેશમાં કાર ઇન્શ્યોરન્સના વિવિધ પ્રકારો
થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઓનલી કવર (Third-Party Liability Only Cover)

પોલિસીધારકને થર્ડ- પાર્ટી લાયેબિલિટી ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવાથી વિશેષ કવરેજ મળે છે. આ પોલિસીના સુરક્ષા કવચથી, પોલિસીધારકના વાહન (કાર)થી અન્ય વ્યક્તિ અથવા તેના વાહનને નુકસાન થવાના કિસ્સામાં કાયકાદીય જવાબદારીમાં રાહત મળે છે.

થર્ડ પાર્ટી લાયબિલિટીવાળી કાર ઇન્શ્યોરન્સ કવરેજ હોવાથી પોલિસીધારકના થર્ડ પાર્ટી, તમારી કાર જે વાહન સાથે અથડાઇ છે તેના રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટ ખર્ચ, હોસ્પિટલમાં દાખલ થવા અને અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થવાના કિસ્સામાં સારવારના ખર્ચ, વાહનથી થયેલા અકસ્માતમાં કોઇ વ્યકિતના મૃત્યુના કિસ્સામાં ઉદ્ભવેલી જવાબદારીઓ સામે કવરેજ મળે છે.

મોટર વ્હીકલ એક્ટ મુજબ તમામ પ્રકારના વાહનો માટે થર્ડ પાર્ટી વ્હીકલ ઇન્શ્યોરન્સ લેવો ફરજિયાત છે. આ વાતનું ધ્યાન રાખો કે, આ પોલિસીનું કવરેજ એટલે કે ઇન્શ્યોરન્સની રકમ એટલી વધારે હોવી જોઇએ કે તમે સામેવાળી પાર્ટીને નુકસાન થાય તો તમારા ખિસ્સામાંથી ચૂકવણી કરવાની જરૂર ન પડે.

અકસ્માતથી નુકસાન અથવા ઓન ડેમેજ કવર (Collision Damage or Own Damage Cover)

જ્યારે તમે તમારી કાર માટે કોલિઝન ડેમેજ અથવા ઓન ડેમેજ કવર અથવા ઓડી કવર ખરીદો છો, તો આ પોલિસી હેઠળ, અકસ્માતમાં કારને થયેલા નુકસાનના રિપેરિંગમાં થયેલો તમામ ખર્ચ વીમા કંપની દ્વારા વહન કરવામાં આવશે. કોલિઝન કવરેજનો ખર્ચ કાર જેટલા વર્ષ જૂની છે અને કારની વીમાકૃત ઘોષિત કિંમત (IDV) શું છે તેના આધારે નક્કી થાય છે. ઉપરાંત સંબંધિત પોલિસીના પ્રીમિયમને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

નોંધનિય છે કે, કોઇ કારની માર્કેટ કિંમતના આધારે તેની ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) નક્કી કરવામાં આવે છે. IDV વેલ્યૂની ગણતરી કોલિઝન કવરેજ પોલિસીમાં કારના ઉત્પાદક દ્વારા નિર્ધારિત વેચાણ કિંમતમાંથી કારના પાર્ટ્સની એક્યૂમૂલેટેડ ડિપ્રિસિએશન (ઘસારો) બાદ કરીને કરવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે જો તમે લોન પર કાર લીધી છે, તો તેના માટે કોલિઝન કવરેજ એટલે કે ઓન ડેમેજ કરવર ચોક્કસપણે ખરીદો.

પર્સનલ એક્સિડેન્ટ કવર (Personal Accident Cover)

પર્સનલ એક્સિડેન્ટ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી અકસ્માત પછીના તમામ મેડિકલ ખર્ચાઓને આવરી લઈને કારના માલિક/ ડ્રાઇવરને સુરક્ષિત કરે છે. જે લોકો કામ માટે વારંવાર મુસાફરી કરતા હોય છે તેમણે પર્સનલ એક્સિડેન્ટ કાર ઇન્શ્યોરન્સ પોલિસી લેવી બહુ જ મહત્વપૂર્ણ છે.

ઝીરો ડિપ્રિસિએશન ઇન્શ્યોરન્સ (Zero Depreciation Insurance)

ભારતમાં કાર માટે ઝીરો ડિપ્રિસિએશન ઇન્સ્યોરન્સ પૉલિસીનું કવરેજ ઍડ-ઑન તરીકે ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, તમારી કારને નુકસાન થયું છે. હવે તમારે નુકસાન થયેલા પાર્ટ્સને બદલવાની જરૂર છે. તેથી સામાન્ય વીમાના કિસ્સામાં, દાવાની પતાવટ કરતી વખતે વીમા કંપની દ્વારા ક્ષતિગ્રસ્ત પાર્ટ્સના ડિપ્રિસિએશન વેલ્યૂને ધ્યાનમાં લેવામાં આવશે. બીજી તરફ, જો તમે કાર પર ઝીરો ડેપ્રિસિયેશન કવર લીધું હોય, તો વીમા કંપની દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા પાર્ટ્સને બદલવાની કિંમતનો દાવો કરવા પર પોલિસીધારકને સંપૂર્ણ રકમ આપવામાં આવશે અને આ કિસ્સામાં ક્ષતિગ્રસ્ત પાર્ટ્સના ડિપ્રિસિએશન વેલ્યૂને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

ઝીરો ડિપ્રિસિએશન વેલ્યૂ ટાયર, ટ્યુબ અને બેટરીને બાદ કરતા તમારી કારના તમામ પાર્ટ્સને 100 ટકા વીમા કવચ છે. આ એડ-ઓનમાં ટાયર, ટ્યુબ અને બેટરી પર માત્ર 50% કવર ઓફર કરાય છે. સામાન્ય રીતે, વીમા કંપનીઓ પોલિસીના કાર્યકાળ દરમિયાન માત્ર ઝીરો ડિપ્રિસિએશન ક્લેમની મંજૂરી આપે છે.

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ (Comprehensive Car Insurance)

કોમ્પ્રિહેન્સિવ કાર વીમા પોલિસીમાં, પોલિસીધારકને મહત્તમ સુરક્ષા કવરેજ મળે છે. તે થર્ડ- પાર્ટીની જવાબદારી, વાહનને નુકસાન, પર્સનલ એક્સિડેન્ટ કવર અને તોફાન, પૂર, આગ, ચોરી જેવા તમામ પ્રકારના બિન- અકસ્માતના કિસ્સામાં વાહનને થયેલા નુકસાન માટે કવર પણ પૂરું પાડે છે. પસંદગીના એડ-ઓનની મદદથી કોમ્પ્રિહેન્સિવ કાર વીમા પૉલિસીને પણ વધારે મજબૂત બનાવી શકાય છે.

Web Title: Car insurance types and benefits which car insurance policy is best know all about here

Best of Express