આઇટી રીટર્ન ભરનાર લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. CBDTએ આઇટી રીટર્ન ભરવાના સમયને લંબાવવાનો નિર્ણય કર્યો છે. CBDTએ આઇટી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2022થી વધારીને હવે 7 નવેમ્બર 2022 કરી છે.
આઇટી રીટર્નની સમય મર્યાદા વધારવાના કારણ અંગે વાત કરીએ તો IT વિભાગની સાઇટમાં કોઇ ખામીને પગલે આ નિર્ણય લીઘો હોવાનું સામે આવ્યું છે.
આઇટીની આ શ્રેણીમાં મૂલ્યાકંન કલમ 44એબી હેઠળ આવતી સંસ્થાઓ જેવી કે, કંપનીઓ, પાર્ટનરશીપ ફર્મ તેમજ અન્ય વચ્ચે તેની માલિકી તથા તેના ખાતોને દાખલ પહેલા તેમનું ઓડિટ કરવામાં આવશે.
આ પણ વાંચો: દુબઇથી એક વ્યક્તિ ભારતમાં કેટલું સોનું લાવી શકે? કેટલો ટેક્સ ચૂકવવો પડે? જાણી લો નિયમો
વ્યક્તિની કેટલીક શ્રેણીઓ જેમ કે કોઇ ફર્મમાં તેની ભાગીદારી પણ આ શ્રેણીમાં સમાવેશ થાય છે. CTBT દ્વારા આયકર વિભાગ માટે આ નીતિ તૈયાર કરવામાં આવી છે.