Anil Ambani News: અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. હાલમાં જ એસબીઆઈના 2000 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ઈડીની કાર્યવાહી બાદ હવે સીબીઆઈએ પણ કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કાર્યવાહી બાદ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ સામે શનિવારે કેસ નોંધ્યો છે.
અધિકારીઓના મતે સીબીઆઇએ કંપનીના પરિસરમાં પણ તલાશી લીધી હતી. આ કાર્યવાહી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 2,000 કરોડ રૂપિયાથી વધુની કથિત બેંક છેતરપિંડી સાથે સંબંધિત છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓના હવાલાથી આ માહિતી આપી હતી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે એજન્સી રિલાયન્સ અને અનિલ અંબાણી સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડી રહી છે.
ઈડી સમક્ષ હાજર થયા અનિલ અંબાણી
નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ગયા મહિને લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે આ સંસ્થાઓને 13 જૂને છેતરપિંડી સંસ્થાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ગયા મહિને લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેતરપિંડીના જોખમ વ્યવસ્થાપન અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્દેશો અને છેતરપિંડીના વર્ગીકરણ, રિપોર્ટિંગ અને સંચાલન અંગેની તેની બોર્ડ દ્વારા માન્ય નીતિ અનુસાર આ કંપનીઓને 13 જૂન, 2019 ના રોજ છેતરપિંડી કરનાર સંસ્થાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી.
આ પણ વાંચો – Hyundai Exter Pro Pack : હ્યુન્ડાઇ એક્સટરની નવી એડિશન લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
તેમણે કહ્યું હતું કે 24 જૂન, 2025 ના રોજ બેંકે આરબીઆઈને છેતરપિંડીની જાણ કરી હતી અને સીબીઆઈમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી રહી છે.
24 જુલાઇએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ 17,000 કરોડ રૂપિયાના કથિત મની લોન્ડ્રિંગ કેસમાં અનિલ અંબાણીની કંપનીઓ સાથે જોડાયેલા પરિસરોમાં દરોડા પાડ્યા હતા. આ પછી અનિલ અંબાણીને ઇડી સમક્ષ હાજર થવું પડ્યું હતું.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ અનિલ અંબાણીની એક કંપનીના લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યા બાદ ઇડીની આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ એક આદેશ જારી કર્યો હતો જેમાં ફંડના વ્યવસ્થિત ડાયવર્ઝનનો ખુલાસો થયો હતો.