Chatgpt AI tools: આ 6 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીથી કામ બનશે સરળ, લાઇફ બની જશે મજેદાર

Best 10 useful ChatGPT AI tools : જો તમને કહેવામાં આવે કે ChatGPT માત્ર એક ટ્રેલર છે અને અન્ય ઘણા AI ટુલ્સ છે જે તમારા જીવનને અદ્ભુત અને રોમાંચક બનાવી દેશે, તો તમે ખૂબ જ ઉત્સાહિત થઇ જશો.

Written by Ajay Saroya
July 02, 2023 13:22 IST
Chatgpt AI tools: આ 6 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીથી કામ બનશે સરળ, લાઇફ બની જશે મજેદાર
એવું માનવામાં આવે છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી યુઝર એક્સપીરિયન્સમાં વધારો કરી શકે છે.

ChatGPT Artificial intelligence technology : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છેલ્લા કેટલાંક વર્ષોમાં જે ઝડપથી વિકાસ કરી રહ્યું છે તેનાથી લોકોનું જીવન સરળ બન્યું છે એટલું જ નહીં, તે ખૂબ મજેદાર પણ બની ગયું છે એમ કહેવું ખોટું નહીં હોય. જે કામ માટે પહેલા ઘણા લોકોની મદદની જરૂર પડતી હતી, હવે ChatGPTએ બધું બદલી નાખ્યું છે. મનમાં જે પ્રશ્ન હોય તેનો જવાબ ChatGPT ઝડપથી આપે છે, કેટલીક વખતે તો આખો લેખ પણ લખી શકે છે. આ ખૂબીઓએ ChatGPTને અત્યંત ટૂંકા ગાળામાં કરોડો લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવી દીધો છે.

હવે જો તમને કહેવામાં આવે કે ChatGPT માત્ર એક ટ્રેલર છે અને અન્ય ઘણા AI ટૂલ્સ છે જે તમારા જીવનને અદ્ભુત બનાવશે, તો તમે ખૂબ જ ઉત્સાહિત થશો. તો ચાલો તમને આવા જ કેટલાક બેસ્ટ AI ટૂલ્સ વિશે જણાવીએ-

Krisp AI

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન લોકોએ ઝૂમ એપનો આડેધડ ઉપયોગ કર્યો છે. પરંતુ ઘણા પ્રસંગોએ તમને એવી ફરિયાદ મળી હશે કે અવાજ યોગ્ય રીતે સંભળાતો નથી, અથવા તેમાં જે પ્રકારની સ્પષ્ટતા હોવી જોઈએ તેવી મળતી નથી. હવે આ સમસ્યાનો ઉકેલ છે ક્રિસ્પ એઆઇ (Krisp AI) જે એક એવું ટૂલ્સ છે જેની મદદથી અવાજને ક્લિયર કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે બેકગ્રાઉન્ડ સાઉન્ડને સંપૂર્ણપણે દૂર કરે છે.

પ્રોમ્પ્ટબોક્સ (Promptbox)

તે વાત દરેકને ખબર છે કે AI પણ યોગ્ય રીતે કામ કરે છે જ્યારે તેને યોગ્ય રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે, એટલે કે, તે ચોક્સ શબ્દોમાં કહેવામાં આવે છે. આ શબ્દો મોટે ભાગે ટેક્સ્ટ પ્રોમ્પ્ટના સ્વરૂપમાં જ રહે છે, આવા કિસ્સામાં તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો જરૂરી બની જાય છે. આવા કિસ્સામાં Promptbox કામને સરળ બનાવે છે, તે તમારા બધા Promptsને એક જગ્યાએ એકત્રિત કરવાનું કામ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે તમારી પાસેના તમામ પ્રોમ્પ્ટ્સને એક જગ્યાએ સેવ કરી શકો છો, તેને શેર કરી શકો છો અને તમારી ઈચ્છા અનુસાર ઓર્ગેનાઇઝ કરી શકો છો. આ સિવાય જો પ્રોમ્પ્ટનું મોટું ફોલ્ડર શેર કરવું હોય તો તે કામ પણ એક સરળ લિંક દ્વારા કરી શકાય છે.

Monica

Monica પણ એક શાનદાર AI ટૂલ છે, જેની મદદથી તમે કોઈપણ ટેક્સ્ટને સરળતાથી ટ્રાન્સલેટ કરી શકો છો. કોપીરાઈટીંગના કામમાં આ ટૂલ્સનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે. બ્લોગ માટે આઈડિયા જોઈએ છે, મેઈલ લખવાનો છે, સ્ટોરી લખવી છે, આ Monica તમને ઘણી મદદ કરી શકે છે. એકવાર તેની સાથે વાતચીત શરૂ કરો અને તમને તમારા ઘણા પ્રશ્નોના જવાબ તરત જ મળી જશે. આમ પણ હાલના સમયે આ Monica ટૂલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજમાં એક્સટેંશન તરીકે હાજર છે.

Glasp

Glasp પણ થોડા જ સમયમાં લોકપ્રિય ટુલ્સ બની ગયું છે. તમારે તમારા વેબના કોઈપણ કન્ટેન્ટને હાઇલાઇટ કરવો, કંઇક ટેગ કરવું હોય, ત્યારે આ ટૂલ્સ તમારા માટે સૌથી વધુ ઉપયોગી બનશે. સૌથી મોટી વાત એ છે કે વીડિયો જોવાથી લઈને કોઈપણ કન્ટેન્ટ વાંચવા સુધી, તમે આ Glaspનો ઉપયોગ કરી શકો છો. હાલમાં આ ટૂલ બ્રાઉઝર પર એક્સ્ટેંશન સ્વરૂપે પણ હાજર છે.

Compose AI

Compose AI એક ઘણો કોમનન ટૂલ્સ છે. ઘણી વખત લખતી વખતે તમને સમજાતું નથી કે કન્ટેન્ટને કેવી રીતે આગળ લઈ જવું, તો આ ટૂલ તમને એક નહીં પણ અનેક વિકલ્પો આપે છે, તમે માત્ર ક્લિક કરો અને તમારું વાક્ય પૂર્ણ થઈ જાય છે. આ ફિચર હાલમાં Google ડૉક્સ અને Gmail પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ Flying Car : ફ્લાઈંગ કાર હવે વાસ્તવમાં ઉડતી દેખાશે, યુએસમાં પહેલી રોડ-ટુ-સ્કાય કારને મંજૂરી

Eesel

શું તમે એક જ સમયે ઘણા દસ્તાવેજો ખુલ્લા રાખો છો, તમને સમયસર કઇ પણ મળતું નથી? જો હા, તો આ Eesel તમારા માટે બનાવવામાં આવ્યુ છે. તમે તેને Google ફિલ્ટર તરીકે વિચારી શકો છો જે તમને ફક્ત તે જ દસ્તાવેજો બતાવશે જેની તમને વારંવાર જરૂર હોય છે, એટલે કે, તમારે જે પણ ફાઇલ સૌથી વધુ ખોલવાની હોય, તે નવી ટેબમાં ખૂબ જ ટોપ પર દેખાશે. સૌથી મોટી વાત એ છે કે આ ટૂલ ફ્રી છે અને આ માટે તમારે લોગ ઇન કરવાની પણ જરૂર નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ