scorecardresearch

WhatsApp પર મફતમાં ચેક કરો તમારો ક્રેડિટ સ્કોર, જોઇ લો સંપૂર્ણ પ્રક્રિયા

Free Credit Score On Whatsapp : સસ્તા વ્યાજે લોન (Loan) મેળવવા માટે તમારો ક્રેડિટ સ્કોર (Credit Score) સારો હોવો બહુ જ જરૂરી છે, હવે એક નવી સર્વિસ શરૂ થઇ છે જેની મારફતે તમે WhatsApp પર એક જ ક્લિકમાં તમારો ક્રેડિટ સ્કોર મફતમાં ચેક કરી શકો છો.

WhatsApp પર મફતમાં ચેક કરો તમારો ક્રેડિટ સ્કોર, જોઇ લો સંપૂર્ણ પ્રક્રિયા

હાલ હોમ લોન, પર્સનલ લોન કે કોઇ પણ લોન મેળવવા માટે ક્રેડિટ સ્કોર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં નીચા વ્યાજે લોન મેળવવા માટે વ્યક્તિનો ક્રેડિટ સ્કોર સારો હોવો અત્યંત મહત્વપૂર્ણ પરંતુ ઘણા લોકોને ક્રેડિટ સ્કોર કેવી રીતે તપાસવો તેની જાણકારી હોતી નથી. હવે તમે એક્સપિરિયન ઇન્ડિયાની ( (Experian India) નવી સર્વિસ હેઠળ WhatsApp પર એક જ ક્લિકમાં તમારો ક્રેડિટ સ્કોર મફતમાં ચેક કરી શકો છો.

એક્સપિરીયન ઈન્ડિયા એ ભારતમાં પ્રથમ ક્રેડિટ બ્યુરો છે જેને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઝ (રેગ્યુલેશન) એક્ટ 2005 હેઠળ લાઇસન્સ આપવામાં આવ્યું છે. કંપનીએ તાજેતરમાં જ તેની આ યુનિક સર્વિસની જાહેરાત કરી છે જેમાં કોઇ ભારતીય કસ્ટમર WhatsApp પર પોતાનો ક્રેડિટ સ્કોર ફ્રીમાં ચેક કરી શકે છે.

એક્સપરિયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પહેલીવાર છે જ્યારે ભારતમાં કોઈ ક્રેડિટ બ્યુરો આવી સર્વિસ આપી રહ્યું છે. કસ્ટમર તેમના એક્સપિરિયન ક્રેડિટ રિપોર્ટ નિયમિતપણે તપાસી શકે છે અને તેમના ક્રેડિટ પોર્ટફોલિયોને સરળતાથી મોનિટર કરી શકે છે.

ગમે ત્યારે, ગમે ત્યાં ક્રેડિટ સ્કોર ચકાસી શકશો

ક્રેડિટ બ્યુરોએ જણાવ્યું હતું કે આ નવી સર્વિસ હેઠળ કસ્ટમરો ગમે ત્યાં, ગમે ત્યારે પોતાનો ક્રેડિટ રિપોર્ટ્સ ઍક્સેસ કરી શકે છે અને પોતાનો ક્રેડિટ રિપોર્ટ તપાસી શકે છે. તમારો ક્રેડિટ સ્કોર તપાસવાની આ એક ઝડપી, સુરક્ષિત અને સરળ રીત છે. કંપનીએ જણાવ્યું હતું કે ગ્રાહકો તેમના એક્સપિરિયન ક્રેડિટ રિપોર્ટ્સ તપાસી શકે છે, કોઈપણ અનિયમિતતાને ટ્રેક કરી શકે છે, છેતરપિંડી ઝડપથી શોધી શકે છે અને તેમના ક્રેડિટ સ્કોર્સને સુધારવા માટે પગલાં લઈ શકે છે.

WhatsApp પર ક્રેડિટ સ્કોર ચેક કરવાની રીત…
  • સૌપ્રથમ Experian India WhatsApp નંબર +91-9920035444 પર ‘hi’ લખીને મોકલો
  • ત્યારબાદ કેટલીક મૂળભૂત વિગતો જેમ કે તમારું નામ, ઈ-મેલ આઈડી અને ફોન નંબરની વિગતો આપો.
  • આ પછી તમને WhatsApp દ્વારા તરત જ તમારો Experian ક્રેડિટ સ્કોર મળી જશે.
  • તમે એક્સપિરિયન ક્રેડિટ રિપોર્ટની પાસવર્ડથી પ્રોટેક્ટેડ કોપી માટે રિકવેસ્ટ કરી શકો છો, જે તમારા રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે.

એક્સપિરિયન ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર નીરજ ધવને જણાવ્યું હતું કે, “અમે ઇચ્છીએ છીએ કે ગ્રાહકોને ક્રેડિટ સ્કોરની માહિતીની સરળ ઍક્સેસ મળે અને ભારતમાં મજબૂત ક્રેડિટ ઇકોસિસ્ટમનું નિર્માણ થાય. આવી સર્વિસ ઓફર કરનાર ભારતમાં પ્રથમ ક્રેડિટ બ્યુરો તરીકે, તે ભારતમાં નાણાકીય સમાવેશને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું, “WhatsApp દ્વારા તેમના ક્રેડિટ સ્કોરને મફતમાં તપાસવામાં સક્ષમ થવાથી, ભારતીય કસ્ટમરો તેમની ક્રેડિટ માહિતી રિયલ ટાઇમમાં ઍક્સેસ કરી શકે છે. આનાથી તેમને નિર્ણયો લેવામાં, સારી નાણાકીય ટેવો કેળવવામાં અને સારો ક્રેડિટ સ્કોર જાળવવામાં મદદ મળશે.”

Web Title: Check free credit score on whatsapp experian india credit service

Best of Express