ક્રિપ્ટો એક્સચેન્જ CoinDCX પર સાયબર એટેક, હેકરે 378 કરોડની ક્રિપ્ટોકરન્સી ચોરી લીધી, હવે રોકાણકારોના પૈસાનું શું થશે?

Coindcx Cyber Attack : ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કોઈનડીસીએક્સ પર મોટો સાયબર હુમલો થયો છે. હેકરે 378 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી ચોરી લીધી છે. ઘણા લોકો વિચારી રહ્યા છે કે હવે ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોના પૈસાનું થશે. આના પર કંપનીએ જવાબ આપ્યો

Written by Ajay Saroya
Updated : July 22, 2025 17:53 IST
ક્રિપ્ટો એક્સચેન્જ CoinDCX પર સાયબર એટેક, હેકરે 378 કરોડની ક્રિપ્ટોકરન્સી ચોરી લીધી, હવે રોકાણકારોના પૈસાનું શું થશે?
Cryptocurrency Hackers : હેકરે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પર સાયબર એટેક કર્યો છે. (Photo: Freepik)

Cryptocurrency Exchange Coindcx Hacked: ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગમાં છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સી દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે. તાજેતરમાં ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ CoinDCX પર એક મોટો સાયબર એટેક થયો છે, જેના કારણે લગભગ 44 મિલિયન ડોલર એટલે કે લગભગ 378 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ સાયબર એટેક છતાં CoinDCX એ ખાતરી આપી છે કે તેના ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહેશે.

CoinDCX એ જણાવ્યું હતું કે, કંપનીએ સુરક્ષાની ખામીની શોધ પર અસરગ્રસ્ત ઓપરેશનલ એકાઉન્ટને અલગ કરી દીધું છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારા ઓપરેશનલ એકાઉન્ટ્સ કન્ઝઅયુમર વોલેટ્સથી અલગ હોવાથી, જોખમ ફક્ત આ ચોક્કસ એકાઉન્ટ પૂરતું મર્યાદિત છે અને સંપૂર્ણપણે અમારા દ્વારા Absorbed કરી લેવામાં આવી રહ્યું છે.”

શું છે કેસ?

19 જુલાઇના રોજ બનેલી આ ઘટનામાં એક હેકરે મંજૂરી વગર CoinDCXના ઇન્ટરનલ એકાઉન્ટનું એક્સેસ મેળવી લીધું હતું. રવિવારે જાહેર કરવામાં આવેલા પોતાના રિપોર્ટમાં કોઇનડીસીએક્સે જણાવ્યું હતું કે આ એક એડવાન્સ સાયબર એટેક છે, જેમાં તેમની સિક્યોરિટી સિસ્ટમ સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને ચોક્કસ ઓપરેશનલ એકાઉન્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ચોરી કરેલા ક્રિપ્ટો ફંડ્સ પાછળથી ઘણી રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને, હેકરે સોલાના અને ઇથેરિયમ નેટવર્કને જોડતા વર્મહોલ બ્રિજનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત સ્વેપ એગ્રિગેટર ‘જ્યુપિટર’ની મદદથી ક્રિપ્ટોકરન્સીને બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેને બે અલગ અલગ વોલેટમાં જમા કરવામાં આવ્યા હતા.

રોકાણકારોના પૈસાની સલામતી વિશે CoinDCX એ શું કહ્યું?

મોટું નુકસાન થવા છતાં, ક્રિપ્ટો એક્સચેંજ પ્લેટફોર્મે તેના યુઝર્સને કહ્યું છે કે, તમામ ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. તેનાથી કોઈ નુકસાન થયું નથી. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેના ઓપરેશનલ એકાઉન્ટ્સ કસ્ટમર વોલેટથી અલગ છે, જેથી હેક થયેલા એકાઉન્ટ્સનું જોખમ મર્યાદિત કરી શકાય. કંપનીએ પોતાના ટ્રેઝરી રિઝર્વનો ઉપયોગ કરીને સમગ્ર નુકસાનની ભરપાઇ કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

એક નિવેદનમાં કંપનીએ કહ્યું છે કે ટ્રેડિંગ પ્રવૃત્તિઓ, આઈએનઆર ડિપોઝિટ અને આઈએનઆર ઉપાડ ચાલુ છે. 5 લાખ રૂપિયાથી ઓછાના આઈએનઆર ઉપાડ 5 કલાકની અંદર તમારા ખાતામાં દેખાશે, જ્યારે 5 લાખ રૂપિયાથી વધુના ઉપાડની પ્રક્રિયા 72 કલાકની અંદર કરવામાં આવશે. આ ઘટના અલગ અલગ હતી અને તમારા પોર્ટફોલિયો એક્સેસ અથવા કામગીરી પર તેની કોઈ અસર પડશે નહીં.

તપાસ ચાલી રહી છે

CoinDCX એ પણ અસરગ્રસ્ત ઓપરેશનલ એકાઉન્ટને અલગ કરી સાયબર એટેકને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની પુષ્ટિ કરી છે. બે વૈશ્વિક સુરક્ષા એજન્સીઓની મદદથી વિગતવાર ફોરેન્સિક તપાસ પહેલાથી જ ચાલી રહી છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-ઇન)ને પણ સાયબર એટેકની જાણ કરવામાં આવી છે.

[ડિસ્ક્લેમર: આ લેખ માત્ર માહિતી માટે છે અને તેને કોઈ પણ રીતે રોકાણની સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. અમે વાચકોને કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવાની સલાહ આપીયે છીએ. ]

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ