આજના સમયમાં હોટલમાં રહેવાના અને મુસાફરી માટેના ટિકિટના દર સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પ્રવાસ પ્રેમી છો અને મુસાફરી દરમિયાન થતા ખર્ચને ઘટાડવાના ઉપાયો શોધી રહ્યા છો, તો આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લાવ્યા છીએ, જેને ફોલો કરીને તમે કોઈપણ આર્થિક મુશ્કેલી વગર તમારો પ્રવાસ કરવાનો શોખ પૂરો કરી શકો છો.
ઑફર્સ અને ડિસ્કાઉન્ટ જુઓ
ટિકિટ અથવા હોટલ બુક કરાવતા પહેલા, તમારા ક્રેડિટ કાર્ડ પર કઈ ઑફર્સ ઉપલબ્ધ છે તે તપાસો. આ માટે, તમે ક્રેડિટ કાર્ડ કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર આવી ઓફરો વિશે માહિતી મેળવી શકો છો. સામાન્ય રીતે ટ્રાવેલ એજન્ટ માત્ર ત્યારે જ ડિસ્કાઉન્ટ અથવા કેશબેક આપશે જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે, તો તમે રિવોર્ડ પોઈન્ટ્સ, ડિસ્કાઉન્ટ અને વધારાની ઑફર્સ જેવા લાભો મેળવી શકો છો. ઉપરાંત તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલા વિવિધ સેલર્સની ઑફરોની પણ ચકાસણી કરી શકો છો.
કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો
કોઈપણ ક્રેડિટ કાર્ડ વડે ફ્લાઇટ ટિકિટો અને હોટેલના બુકિંગ પર દરેક સમયે ઓફર મળી શકતી નથી, પરંતુ જો તમારી પાસે કો-બ્રાન્ડેડ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ હોય, તો તમે દરેક પ્રવાસ સંબંધિત ટ્રાન્ઝેક્શન પર કેશ બેક, હાઇ રિવર્ડ પઇન્ટ કેઅથવા ડિસ્કાઉન્ટ જેવા લાભો મેળવી શકો છો. કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડમાં, કાર્ડ કંપની અને ટ્રાવેલ બુકિંગ એજન્ટ ભાગીદારીમાં કાર્ડ લોંચ કરે છે. ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ સહયોગી મર્ચન્ટ પાર્ટનર્સ દ્વારા ખર્ચ પર વિશિષ્ઠ લાભો આપે છે. ઉદાહરણ તરીકે, જો તમે પાર્ટનર ટ્રાવેલ એજન્ટ પાસેથી ટ્રાવેલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરો છો, તો તમે કાર્ડના એગ્રીમેન્ટની શરતો અનુસાર દરેક ટ્રાન્ઝેક્શન પર બેનિફિટ્સ મેળવવા માટે હકદાર છો.

BankBazaar.com ના સીઈઓ આદિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ તમને ટ્રાવેલ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ, લાઉન્જ એક્સેસ અને ટ્રાવેલ-સંબંધિત ખર્ચ પર રિવર્ડ પોઈન્ટનો લાભ આપે છે. જો તમે પ્રીમિયમ કાર્ડધારક હોવ તો ગિફ્ટ વાઉચર્સ, ક્યુરેટેડ એક્સપિરિયન્સ અને સસ્તુ ફોરેન એક્સચેન્જ હોઈ શકે છે. જો તમે કો-બ્રાન્ડેડ ટ્રાવેલ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે તમારી મનપસંદ બ્રાન્ડ સાથે મુસાફરી કરવા બદલ રિવર્ડ હાંસલ શકો છો. તમે તમારા મુસાફરી ખર્ચને ઘટાડીને તમારા રિવર્ડને મહત્તમ કરવા માટે કાર્ડ્સના સંયોજનનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારા ક્રેડિટ કાર્ડને સારી રીતે જાણો છો, તો તમે તમારા બેનિફિટ્સને મહત્તમ કરી શકો છો.
રિવર્ડ પોઈન્ટ્સનો ઉપયોગ કરો
કેટલીક ક્રેડિટ કાર્ડ કંપનીઓ તેમના કાર્ડ યુઝર્સને ફ્લાઇટ ટિકિટ બુક કરવા અથવા હોટેલ રૂમ બુક કરવા માટે રિવર્ડ પોઈન્ટ રિડીમ કરવાની ઓફર કરે છે. આવા કાર્ડ સામાન્ય રીતે ટ્રાવેલ બુકિંગની રકમ આંશિક રીતે રિવર્ડ પોઈન્ટ્સ અને કાર્ડ દ્વારા બેલેન્સ ચૂકવવાની મંજૂરી આપે છે. સામાન્ય રીતે કાર્ડ કંપનીઓ તેમની વેબસાઇટ/એપ્લિકેશન પ્લેટફોર્મ દ્વારા ફ્લાઈટ ટિકિટ અથવા હોટેલ રૂમ બુક કરવા માટે રિવર્ડ પોઈન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. જો તમારી પાસે હાઇ રિવર્ડ પોઇન્ટ બેલેન્સ હોય, તો આ એક બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે.
એરપોર્ટ લાઉન્જ ડાઇનિંગ
એરપોર્ટ પર લંચ કે ડિનર કરવું ઘણું મોંઘું પડે છે. જો તમે એવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો જે તમને મફત એરપોર્ટ લાઉન્જ એક્સેસ આપે છે, તો તે તમને જમવા પાછળનો ખર્ચ બચાવવામાં મદદ કરી શકે છે. લાઉન્જમાં બેસીને તમે આરામદાયક રીતે ભોજનનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત તમે ફ્રી હાઈ-સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.

રિવોર્ડ પોઈન્ટ એક્સપાયરી
જો તમારા ક્રેડિટ કાર્ડ પરના રિવોર્ડ પોઈન્ટની ડેડલાઇન સમાપ્ત થવા જઈ રહી છે, તો તમારે તે સમાપ્ત થાય તેની પહેલા તેનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. કેટલીક ક્રેડિટ કાર્ડ કંપનીઓ રિવોર્ડ પોઈન્ટને એર માઈલમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપે છે. આ તમને તમારા રિવર્ડ બેલેન્સને વધારવામાં મદદ કરી શકે છે. તમે પાછળથી તેનો ઉપયોગ ફ્લાઇટની ટિકિટ બુક કરવા અથવા તેમાં ફેરફાર કરવા અથવા અન્ય સંબંધિત બેનિફિટ્સ માટે કરી શકો છો.
મુસાફરી સંબંધિત ખર્ચ માટે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે, કાર્ડ પર વસૂલવામાં આવતા ચાર્જની સાવધાનીપૂર્વક તુલના કરવી જોઇએ. જો તમને બેસ્ટ ડીલ મળે, તો વધારે પડતો ખર્ચ કરવાનું ટાળવું અને તમારા ક્રેડિટ પોઈન્ટનો ઉપયોગ કરો.