Vivo T4x 5G, Deal Of The Day: ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર એન્ડ ઓફ સીઝન ડે સેલ શરૂ થઇ ગયો છે. જો તમે ઓનલાઇન સેલમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો વીવોનો મોટી બેટરી વાળો સ્માર્ટફોન તમે જબરદસ્ત ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો. 6500mAhની મોટી બેટરી સાથે ઉપલબ્ધ વીવો સ્માર્ટફોનને સેલમાં 15000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. Vivo T4x 5G હેન્ડસેટમાં 50MP કેમેરા, 128GB સ્ટોરેજ અને 6GB જેવા ફીચર્સ આવે છે. જાણો Vivoના આ નવા ફોનમાં શું છે ખાસ…
Vivo T4x 5G Offers Deal : વીવો ટી4 એક્સ ઓફર ડિલ
Vivo T4X 5G સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 13,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ સાથે આ ફોનને 5 ટકા અનલિમિટેડ કેશબેક સાથે લઇ શકાય છે. આ ઉપરાંત બજાજ ફિનસર્વ બેંક કાર્ડ સાથે નો-કોસ્ટ ઈએમઆઈ ઓફર પણ છે.
Vivo T4x 5G Features : વીવો ટી4એક્સ 5જી ફીચર્સ
વીવો ટી4એક્સ 5જી સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વિકલ્પ છે. આ સ્માર્ટફોનમાં 6.72 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. હેન્ડસેટમાં 50 એમપીનો પ્રાઇમરી રિયર કેમેરો છે. ફોનમાં 2MPનું સેકન્ડરી સેન્સર પણ આપવામાં આવ્યું છે.
વીવો ટી4એક્સ 5જી સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિમેન્સિટી 7300 5જી પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની સૌથી મહત્વની વિશેષતા એ છે કે હેન્ડસેટમાં 6500mAhની મોટી બેટરી છે જે 44W ફ્લેશચાર્જ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. હેન્ડસેટ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. Vivoનો આ ફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 5જી, 4જી, 3જી, 2જી, માઇક્રો-યુએસબી 2.0, બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-હોકાયંત્ર, પ્રોક્સિમિટી સેન્સર, ગાયરોસ્કોપ, આઇઆર બ્લાસ્ટર આપવામાં આવ્યું છે. Vivo T4x 5Gમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.





