SEBI Warns On Digital Gold Investment : સોનું રોકાણ માટે પરંપરાગત વિશ્વસનિય વિકલ્પ માનવામાં આવે છે. જો કે હાલ સોનામાં રોકાણ કરવા માટે વિવિધ વિકલ્પ ઉપલબ્ધ છે, જેમા ગોલ્ડ ઇટીએફ, ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ વગેરે. હાલ સોનાના ભાવ આસમાને પહોંચતા લોકો હવે ડિજિટલ ગોલ્ડમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે. જો કે સેબીએ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરનાર રોકાણકારોને ચેતવ્યા છે. જો તમે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કર્યું છે અથવા તેના વિશે વિચારી રહ્યા છો તો સેબીની ચેતવણી અને સંબંધિત જોખમ વિશે જાણકારી હોવી જ જોઇએ.
ડિજિટલ ગોલ્ડમાં રોકાણની શરૂઆત
ભારતમાં ડિજિટલ ગોલ્ડની શરૂઆત 10 – 12 વર્ષ પહેલા થઇ હતી. ફિનટેક કંપનીઓના માર્કેટમાં આવતા તેનો પ્રચાર પ્રસાર વધ્યો છે. હાલ ઘણી ફિનટેક એપ્લિકેશન અને પેમેન્ટ એપ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. એમએમટીસી – પીએએમસી ડિજિટલ ગોલ્ડ માર્કેટની લીટર છે. ઉપરાંત ઘણી અગ્રણી જ્વેલર્સ બ્રાન્ડ પણ ડિજિટલ ગોલ્ડમાં રોકાણની સુવિધા આપે છે.
10 રૂપિયાની મામૂલી રકમથી રોકાણની શરૂઆત
ડિજિટલ ગોલ્ડ એવા લોકો માટે સોનામાં રોકાણ કરવાનો ઉત્તમ વિકલ્પ છે, જેઓ આ કિંમતી ધાતુના ભાવમાં તેજીનો ફાયદો ઉછાવવા ઇચ્છે છે. ફિનટેક અને ઘણી કંપનીઓ રોકાણકારને 10 રૂપિયા જેવી મામૂલી રકમથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ શરૂ કરવાની સુવિધા આપે છે. આ રોકાણ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોય છે, જેનાથી કોણ વ્યક્તિ ઘર બેઠા પોતાના સ્માર્ટફોન દ્વારા તેમાં રોકાણ કરી શકે છે. રોકાણકાર ફિનટેક મારફતે નાની નાની રકમ દ્વારા ડિજિટલ ગોલ્ડમં રોકાણ કરી શકે છે. રોકાણ એક મર્યાદા સુધી પહોંચ્યા બાદ તે રિડિમકરી શકાય છે. જ્વેલરી કંપનીઓ ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કર્યા બાદ તેની સાથે સોના દાગીના ખરીદવાનો વિકલ્પ આપે છે.
સોનામાં તેજીથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણનો રસ વધ્યો
ડિજિટલ ગોલ્ડમાં રોકાણનો ક્રેઝ વધવા પાછળ અમુક પરિબળો જવાબદાર છે. તેમા સૌથી ખાસ વાત એ છે કે, નાની રકમથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકાય છે. બીજું સોનું ચોરાઇ જવાની કે ખોવાઇ જવાની ચિંતા રહેતી નથી. બીજું પોતાની સુવિધા અને નાણાકીય ક્ષમતા અનુસાર રોકાણ કરી શકાય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, પાછલા કેટલાક વર્ષોમાં સોનાના ભાવ રોકેટ ગતિથી વધ્યા છે, તેનાથી રોકાણકારોનો ડિજિટલ ગોલ્ડમાં રોકાણનો ક્રેઝ વધ્યો છે. યુપીઆઈ દ્વારા ડિજિટલ ગોલ્ડમાં થનાર રોકાણ આ વર્ષે જાન્યુઆરીના 762 કરોડ રૂપિયાથી વધીને સપ્ટેમ્બરમાં 1410 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.
ડિજિટલ ગોલ્ડમાં રોકાણ પહેલા જોખમ જાણવા જરૂરી
માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે, મોટાભાગના રોકાણકારોને મહત્વપૂર્ણ જાણકારી નથી કે ડિજિટલ ગોલ્ડ કોઇ રેગ્યુલેશન હેઠળ આવતું હતું. તેમન ડિજિટલ ગોલ્ડમાં રોકાણ વિશે પુરતી જાણકારી નથી. તેઓ ગોલ્ડ ઇટીએફ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ જેવા સોનામાં રોકાણના સરળ વિકલ્પ જેમ જ સમજે છે, જે ખોટી વાત છે. સેબીએ તાજેતરમાં એક નિવેદન જારી કરી ડિજિટલ ગોલ્ડ રોકાણના જોખમ વિશે રોકાણકારોને ચેતવ્યા છે.
આ પણ વાંચો | RBI એ 1 વર્ષમાં ખરીદ્યું અધધધ સોનું, જાણો ક્યા રાખે છે સુવર્ણ ભંડાર?
રોકાણકારોને જાગૃત કરવાનો હેતુ
સેબીના હેતુ રોકાણકારોને જાગૃત કરવાનો છે. બજાર નિયામકનું માનવું છે કે, જો કોઇ કારણસર ડિજિટલ ગોલ્ડના રોકાણકારોને મોટું નુકસાન થાય છે તો સરકાર તેની મદદ કરી શકશે નહીં. તેનું કારણ એ છે કે આ પ્રોડક્ટ કોઇ રેગ્યુલેશન હેઠળ આવતી નથી.





