Rupee Record Low: ડોલર સામે રૂપિયો 27 પૈસા તૂટી ઐતિહાસિક તળિયે, 2 વર્ષનો સૌથી મોટો ઘટાડો

Rupee All Time Low Against US Dollar: ડોલર સામે રૂપિયો 2 વર્ષના સૌથી મોટા ઘટાડા સાથે 86.31 ઐતિહાસિક તળિયે ઉતરી ગયો છે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી ક્રૂડ, દેશની આયાત નિકાસ સહિત ભારતીય અર્થતંત્ર પર ઉંડી અસર થાય છે.

Rupee All Time Low Against US Dollar: ડોલર સામે રૂપિયો 2 વર્ષના સૌથી મોટા ઘટાડા સાથે 86.31 ઐતિહાસિક તળિયે ઉતરી ગયો છે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી ક્રૂડ, દેશની આયાત નિકાસ સહિત ભારતીય અર્થતંત્ર પર ઉંડી અસર થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
dollar vs rupee all time low | dollar vs rupee rate | rupee all time low | rupee record low

Dollar VS Rupee All Time Low: ડોલર સામે રૂપિયા ઓલટાઇમ લો થયો છે. (Photo: Freepik)

Dollar VS Rupee All Time Low: ડોલર સામે રૂપિયો નવા ઐતિહાસિક તળિયે જવાની સાથે સાથે 2 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોમવાર 13 જાન્યુઆરીના રોજ યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 27 પૈસા ઘટી 86.31 થયો હતો. જે ડોલર સામે રૂપિયામાં બે વર્ષનો સૌથી મોટો એક દિવસયી ઘટાડો અને અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ છે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી ક્રૂડ, દેશની આયાત નિકાસ સહિત ભારતીય અર્થતંત્ર પર ઉંડી અસર થાય છે.

Advertisment

Dollar VS Rupee All Time Low : ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે

આજે સોમવારે ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ પર ડોલર સામે રૂપિયો 86.12 ખુલ્યો હતો. માર્કેટ ખુલવાની સાથે જ રૂપિયો તૂટ્યો અને 86.31 ઓલટાઇમ લો થયો હતો. જે પાછલા લેવલથી 27 પૈસાનો ઘટાડો દર્શાવે છે. તમને જણાવી દઇયે કે, ગત શુક્રવારે ડોલર સામે રૂપિયો 18 પૈસા ઘટી 86.04 બંધ થયો હતો.

ડોલરનો કરન્સી બાસ્કેટ મજબૂત

યુએસ ડોલર સતત મજબૂત થઇ રહ્યો છે. 6 કરન્સી બાસ્કેટ સામે અમેરિકન ડોલર 0.22 ટકા વધીને 109.72 ના બે વર્ષની ઉંચી સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. 10 વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.76 ટકા થઇ છે, જે ઓક્ટોબર 2023 પછી સૌથી ઉંચુ સ્તર છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો પણ 1.44 ટકાની તેજીમાં 80.91 ડોલર પ્રતિ બેરલ ટ્રેડ થઇ રહ્યો છે.

સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, ઝોમેટો 3 ટકા તૂટ્યો

શેરબજાર માટે સોમવાર ફરી બ્લેક મન્ડે બની શકે છે. શેરબજારમાં કડાકા સાથે ડોલર સામે રૂપિયો 23 પૈસા તૂટી 86.27ના ઐતિહાસિક તળિયે ગયો હતો. સોમવારે સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 77378 સામે મોટા ઘટાડે આજે 76629 ખુલ્યો હતો. ખુલતાની સાથે સેન્સેક્સ નીચામાં 76535 થયો હતો, જે પાછલા બંધ સામે 843 પોઇન્ટનો ઇન્ટ્રા ડે કડાકો છે. જો કે નીચા લેવલથી માર્કેટ રિકવર થયું 350 પોઇન્ટના ઘટાડે 77000 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી પાછલા બંધ 23431 સામે આજે 23195 ખુલ્યો હતો. વેચવાલીના દબાણથી નિફ્ટી 250 પોઇન્ટ તૂટી 23172 સુધી ઘટ્યો હતો. સેન્સેક્સના ટોપ લૂઝરમાં ઝોમેટો 3 ટકા, મહિન્દ્રા ઓટો, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા અને કોટક બેંકના શેર 1 થી 2 ટકા સુધી તૂટ્યા હતા.

Advertisment
બિઝનેસ શેર બજાર