કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્મસમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ક્રિપ્ટો એક્સચેન્જ બાઇનાન્સ પર શુક્રવારે દરોડા પાડીને કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ઇડીએ પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ હેઠળ બાઇનાન્સની 22.82 કરોડ રૂપિયાની મૂલ્યના 150.22 બિટકોઇન જપ્ત કર્યા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર EDએ મોબાઇલ ગેમિંગ એપ્લિકેશન ઇ-નગેટ્સ (E-nuggets) સંબંધિત કેસની તપાસમાં બાઇનાન્સ પર દરોડા પાડ્યા છે. આ કેસમાં પાછલા વર્ષ 16 ફેબ્રુઆરી 2021ના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પોલીસ ફરિયાદના આધારે કોલકાતા પોલીસના પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશન દ્વારા ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી FIRના આધારે આમિર ખાન અને અન્યો વિરુદ્ધ તાત્કાલિક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફેડરલ બેંકના અધિકારીઓ દ્વારા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, કલકત્તાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેના આધારે ઇડીએ બાઇનાન્સ કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.
ઈડીએ જણાવ્યું કે આરોપી આમિર ખાને ઈ-નગેટ્સ નામની મોબાઈલ ગેમિંગ એપ્લિકેશન લોન્ચ કરી હતી, જે લોકોને છેતરવાના હેતુથી બનાવવામાં આવી હતી. લોકોએ જ્યારે મોટા પ્રમાણમાં નાણાં જમા કરાવ્યા ત્યારે એપ્લિકેશન કોઇ બહાનું બતાવી નાણાંની ઉપાડ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ પ્રોફાઇલ ડેટા સહિત તમાર પ્રકારના ડેટ એપ્લિકેશનના સર્વરમાંથી ડિલિટ કરવામાં આવ્યા હતા.
EDની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યુ હતુ કે 300 થી વધારે મલ્ટિપલ એકાઉન્ટ્સનો ઉપયોગ મની લોન્ડરિંગ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ નાણાંને ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે વિદેશમાં મોકલવામાં આવ્યા હતા.
નોંધનિય છે કે, અગાઉ આમિર ખાન અને તેના સહયોગીઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન આરોપીના રહેણાંક સ્થળેથી કુલ 17.32 કરોડ રૂપિયાની રોકડા રકમ જપ્ત કરવામાં આવી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, બાઇનાન્સ ક્રિપ્ટો એક્સચેન્જના એકાઉન્ટમાં 16,74,255.7 ડોલરની મૂલ્યના 85.91870554 બિટકોઇન હતા જે જપ્ત કરવામાં આવ્યા છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો જપ્ત કરાયેલા બિટકોઇનનું મૂલ્ય લગભગ 13.56 કરોડ રૂપિયા જેટલુ થાય છે.
EDએ ઉમેર્યુ હતુ કે, વઝીરએક્સ એકાઉન્ટ્સમાં રહેલી લગભગ રૂ. 47.64 લાખની મૂલ્યના WRX (વઝિરએક્સનું યુટિલિટી ટોકન) અને USDT સહિતની ક્રિપ્ટોકરન્સી ફ્રીઝ કરવામાં આવી હતી, EDએ જણાવ્યું હતું કે, “આમીર ખાન અને તેના સાથીદારોના બેંક ખાતામાં મળી આવેલી 5.47 કરોડ રૂપિયાની થાપણ પણ ટાંચમાં લેવામાં આવી છે.
રૂ. 1.65 કરોડની રોકડ રકમ અને 44.5 બિટકોઇન્સ (તે સમયે રૂ. 7.12 કરોડના મૂલ્યના) રોમન અગ્રવાલના રહેણાંક પરિસરમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા અને તેને ફ્રીઝ કરવામાં આવ્યા હતા, જેમની બિમારીના ટ્રાન્સફર સંબંધિત આંતર અથવા આંતર-રાષ્ટ્રીય વ્યવહારોમાં સક્રિય સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગુનેગારો પાસેથી મેળવેલા દેશોની અંદર અને બહાર નાણાં મેળવ્યા. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે.
પીએમએલએ હેઠળ કરવામાં આવેલી તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 68.42 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે અને તેને ફ્રીઝ કરવામાં આવી છે.