એલોન મસ્ક જ્યારથી ટ્વીટરના સીઈઓ બન્યા છે ત્યારથી કોઈના કોઈ મુદ્દાઓ ઉપર ટ્વીટર ચર્ચામાં રહ્યું છે. ટ્વિટરના સીઈઓ એલોન મસ્કે નવા નિયમો જાહેર કર્યા છે. તેમણે આ નિયમ ટ્વિટર ઉપર પૈરોડી એકાઉન્ટને લઈને જાહેર કર્યા છે. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે જો કોઈ હેન્ડલ કોઈ એવા વ્યક્તિના નામ ઉપર બનાવાશે જે લોકપ્રિય છે અને તેને સ્પષ્ટ રૂપથી પૈરોડી દર્શાવ્યા નથી તો એ એકાઉન્ટને હંમેશા માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
બીજી તરફ બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર ટ્વિટર એ ડઝનો કર્મચારીઓ સુધી પહોંચી રહી છે જેમણે પોતાની નોકરીઓ ગુમાવી દીધી છે. તેમણે પરત જવા માટે કહ્યું હતું. કેટલાક લોકોને ભૂલમાં નોકરીમાંથી કાઢવામાં આવ્યા હતા. રિપોર્ટમાં આ પગલાથી પરિચિત લોકોએ જણાવ્યું કે મેનેજમેન્ટને અહેસાસ થયો હતો કે એલોન મસ્કે ટ્વિટરની નવી સુવિધાઓના નિર્માણ માટે તેમનું કામ અને અનુભવ જરૂરી બની શકે છે.
ટ્વિટરે તાજેતરમાં જ ટ્રસ્ટ અને સુરક્ષા ટીમના કર્મચારીઓ સહિત પોતાના 50 ટકા કર્મચારીઓની છટણી કરી હતી. આ સાથે જ ટ્વિટરે ios આનો ઉપયોગ કરનાર લોકો માટે ચાર્જીસ પણ લગાવ્યા છે. ટ્વિટરે આ માટે 8 ડોલરની રકમ નક્કી કરી છે.
આ પણ વાંચોઃ- દેશની સૌથી નાની અને સસ્તી PMV ઇલેક્ટ્રિક કાર આ તારીખે થશે લોન્ચ, કિંમત અને ફિચર્સ?
META PLATFORMS INC. પણ કરશે છટણી
વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર મેટા પ્લેટફોર્મ્સ ઇંક આ સપ્તાહે મોટા પ્રમાણમાં છટણી શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે. મેટાના આ પગલાંથી હજારો કર્મચારીઓ પ્રભાવિત થશે. જોકે, આ રિપોર્ટ વોલ સ્ટ્રીટ જર્નલે મેટા પાસે પ્રતિક્રિયા માંગી હતી જોકે, તેમણે આ અંગે કોઈ જ કમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
આ પણ વાંચોઃ- ‘રોકડ જ રાજા’- ભારતીયો પાસે રોકડ નાણું વધીને અધધધ… ₹30.88 લાખ કરોડની ટોચે
મેટા કે સીઓ માર્ક જુકરબર્ગે કહ્યું છે કે તેમને આશા છે કે મેટવેર્સમાં રોકાણકાર કંપનીને આપવામાં લગભગ એક દશક લાગશે. તેમણે કહ્યું હતું કે ખર્ચને ઓછો કરવા માટે ટીમોને પુનઃર્ગઠન કરવાની જરૂરત છે. માર્ક ઝુકરબર્ગે કહ્યું કે 2023માં અમે પોતાના રોકાણને ઉચ્ચ પ્રાથમિકતાવાળા વિકાસ ક્ષેત્રો ઉપર કેન્દ્રિત કરવા જઈ રહ્યા છે. આનો મતલબ છે કે કેટલીક ટીમો સાર્થક રૂપથી વધશે પરંતુ અધિકાંશ અન્ય ટીમો ફ્લેટ બની રહેશે કે ઓછી થશે. આમ અમે આશા રાખીએ છીએ કે 2023ના સમાપ્ત થતાં આજની તુલનાએ સંખ્યાબળ થોડું ઓછું થશે.