દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની ભારતમાં અહીં સ્થાપશે પ્લાન્ટ, વાઈબ્રન્ટ સમિટમાં ઘોષણા થવાની સંભાવના

Tesla Plant In Gujarat: હાલ ભારતના ઓટો માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સની હિસ્સેદારી 2.4 ટકા છે. એલોન મસ્ક ભારતમાં ટેસ્લાનો પ્લાન સ્થાપવા ઉત્સુક છે.

Written by Ajay Saroya
December 29, 2023 22:51 IST
દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની ભારતમાં અહીં સ્થાપશે પ્લાન્ટ, વાઈબ્રન્ટ સમિટમાં ઘોષણા થવાની સંભાવના
ટેસ્લા અમેરિકા સ્થિત દુનિયાની અગ્રણી ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની છે. (Photo - Tesla.com)

Tesla Will Set up Plant At Gujarat In India: ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ ઝડપથી વધી રહી છે. હાલમાં ભારતના ઓટો માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલની હિસ્સેદારી 2.4 ટકા છે. પરંતુ હવે ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે. દુનિયાની નંબર -1 ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશવા જઈ રહી છે. ટેસ્લા કંપની ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપી શકે છે.

ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે

મીડિયા રિપોર્ટ અનુસાર, ટેસ્લા કંપની આગામી વર્ષોમાં ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે, જે ભારતમાં તેનો પ્રથમ ઓટો મેન્યુફેક્ચરિંગ પ્લાન હશે. આ સાથે ભારતના રસ્તાઓ પર ટેસ્લાના ઇલેક્ટ્રિક વ્હીકલ દોડશે. થોડા દિવસ પહેલા જ ટેસ્લાએ ભારતમાં બે અબજ યુએસ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

આ ઘોષણા હેઠળ ટેસ્લા કંપની ઇલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદન માટે ભારત પ્લાન્ટ સ્થાપશે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટમાં ઘણી મોટી કંપનીઓ રોકાણની જાહેરાત કરે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરવામાં આવી હતી. આ સમિટે ગુજરાતની તસવીર બદલી દીધી છે. એવું માનવામાં આવે છે કે ટેસ્લાના માલિક એલોન મસ્ક પણ 2024 વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે. તેમની સાથે પીએમ નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર રહેશે. આ સમય દરમિયાન ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી શકે છે.

ભારત વિશ્વના સૌથી મોટા ઓટો માર્કેટ પૈકીનું એક છે. ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે અને ભારત સરકાર પણ તેને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. ટેસ્લા CBU રૂટ દ્વારા અહીં પોતાનો પ્લાન્ટ સ્થાપશે. તેનાથી આયાત કર પણ ઘટાડી શકાય છે. એવું માનવામાં આવે છે કે ટેસ્લા ભારતમાં સસ્તા અને વાજબી તેવા ભાવે વાહનો લોન્ચ કરી શકે છે.

રાજ્ય સરકારે ટેસ્લાના ઓટો પ્લાન્ટ માટે સંભવિત સ્થળો તરીકે સાણંદ, ધોલેરા અને બેચરાજી સહિત અનેક સ્થળોની દરખાસ્ત કરી છે. આ પગલું તેના ભારતીય મેન્યુફેક્ચરિંગ બેઝમાંથી નિકાસ સહિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને પહોંચી વળવાના ટેસ્લાના ઉદ્દેશ્યને અનુરૂપ છે. સરકારનું સત્તાવાર વલણ એ છે કે EVની આયાત પર કોઈ સબસિડી આપવામાં આવશે નહીં. પરંતુ તાજેતરના અહેવાલો બહાર આવ્યા છે કે ટેસ્લાને 15-20 ટકાની રાહત આયાત જકાત આપવામાં આવી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ