EPS early pension eligibility : પગાર માટે EPFO પેન્શનના નિયમો મૂંઝવણભર્યા લાગી શકે છે, ખાસ કરીને વહેલા પેન્શન મેળવવાની, નોકરી ગુમાવવાની અને કેટલા વર્ષ સુધી કામ કરવાની જરૂરિયાત અંગે. જો તમે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઇપીએફઓ)ના સભ્ય છો તો તમારા મનમાં સવાલ થવા સામાન્ય છે મને કેટલું પેન્શન મળશે?, પેન્શન ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે અથવા ટ્રાન્સફર કરી શકાય છે, કેટલા વર્ષ સુધી નોકરી કરવી જરૂરી છે? શું હું વહેલા પેન્શન પાછું ખેંચી શકું? જો હું 58 વર્ષની ઉંમર પહેલાં મારી નોકરી ગુમાવું તો શું થાય છે?
ઇપીએફઓ માત્ર રિટાયરમેન્ટ માટે પૈસા જમા કરવાની યોજના નથી, તે કર્મચારી પેન્શન યોજના (EPS) દ્વારા તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાનો એક માર્ગ પણ છે. પરંતુ ઘણા કર્મચારીઓ તેના નિયમો વિશે મૂંઝવણમાં છે. આ રિપોર્ટમાં અમે ઈપીએફઓ પેન્શનના નિયમો, વહેલા પેન્શન કેવી રીતે મળશે, કઈ શરતો પર મળે છે અને જો તમારે નિવૃત્તિની ઉંમર પહેલા નોકરી છોડવી પડે તો તમારી પાસે કયા-કયા વિકલ્પો છે.
નિવૃત્તિની 58 વર્ષ પહેલાં પેન્શન માટેના નિયમો
ઈપીએફઓના સભ્યો 50 વર્ષની ઉંમરે પેન્શનનો દાવો કરી શકે છે. પરંતુ જો 58 વર્ષથી ઓછી ઉંમર હશે તો પેન્શનમાં 4 ટકાનો ઘટાડો કરવામાં આવશે. દર એક વર્ષ ઓછા થવા પર 4 ટકા કપાત વધશે. જો તમે 55 વર્ષની ઉંમરે પેન્શન લેવા માંગતા હોવ તો આ કપાત 12 ટકા રહેશે અને જો તમે 52 વર્ષની ઉંમરે લેવા માંગતા હોવ તો 24 ટકાનો કાપ લાગશે. જો તમે 50 વર્ષથી ઓછી ઉંમરના છો, તો તમને પેન્શન મળશે નહીં.
50 વર્ષની ઉંમર પહેલાં નોકરી છોડવા શું થાય?
જો તમે 50 વર્ષની ઉંમર પહેલા નોકરી છોડી દો છો તો તમને તરત જ પેન્શન મળશે નહીં. જ્યારે તમે 58 વર્ષના થશો ત્યારે તમને પેન્શન મળવાનું શરૂ થશે. એટલે કે તમારા પેન્શન ફંડના પૈસા બેકાર નહીં જાય. એટલે કે પેન્શન માટે તમારી ઉંમર 50 વર્ષ હોવી જ જોઈએ.
આ પણ વાંચો – આ કંપનીએ સસ્તામાં લોન્ચ કર્યું દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત, રેન્જ અને ફિચર્સ
ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી જરુરી
જો તમે 10 વર્ષ કામ કર્યું છે તો જ તમે પેન્શન મેળવવા માટે હકદાર હશો. EPFOના નિયમો અનુસાર જો કોઈ કર્મચારી EPFમાં યોગદાન આપે છે તો તે 10 વર્ષ નોકરી કર્યા પછી પેન્શન મેળવવાનો હકદાર બને છે. પરંતુ તેને આ પેન્શન 58 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી મળે છે.
10 વર્ષ નોકરી પૂરી ન કરવા પર?
જો 10 વર્ષની નોકરી પૂર્ણ થઈ નથી તો તે પેન્શન ભંડોળ ઉપાડી શકે છે. જેવી તમારી સેવા 10 વર્ષ અથવા તેથી વધુ થાય છે ત્યારે EPSની સંપૂર્ણ રકમ ઉપાડી શકાતી નથી. હવે તમે માસિક પેન્શન માટે હકદાર બની જાવ છો, જે 58 વર્ષની ઉંમર પુરી થવા પર મળવાનું શરૂ થાય છે.





