ફેસબુકને યુરોપમાં 1.3 અબજ ડોલરનો દંડ, Meta કંપની પેનલ્ટીની વિરુદ્ધ અપીલ કરશે; જાણો કેમ

Facebook META European Union : ફેસબુકની માલિકી કંપની મેટા પ્લેટફોર્મ ઇન્કને યુરોપિયન યુનિયન ને 1.3 અબજ ડોલર એટલે કે લગભગ 17000 કરોડ રૂપિયાનો દંડ પાંચ મહિનામાં જમા કરવા આદેશ કર્યો છે.

Written by Ajay Saroya
May 22, 2023 19:21 IST
ફેસબુકને યુરોપમાં 1.3 અબજ ડોલરનો દંડ, Meta કંપની પેનલ્ટીની વિરુદ્ધ અપીલ કરશે; જાણો કેમ
Meta પ્લેટફોર્મ્સ ઇન્કનું જુનું નામ અગાઉ ફેસબુક હતું

ફેસબુકની માલિકી કંપની મેટા પ્લેટફોર્મ ઇન્કને યુરોપિયન યુનિયન (EU) એ તોતિંગ 1.2 અબજ યુરો એટલે કે 1.3 અબજ ડોલરનો વિક્રમી દંડ ફટકાર્યો છે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો લગભગ 10700 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. યુરોપિયન યુનિયનના ગોપનીયતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ દંડ કરાયો છે. યુરોપિયન યુનિયને META ઇન્કને આદેશ કર્યો છે કે, તે યુરોપમાં ફેસબુક યુઝર્સનો ડેટા અમેરિકા ન મોકલે. આઇરિશ ડેટા પ્રોડક્શન બોર્ડે કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપની તમામ ડેટા ટ્રાન્સ અમેરિકામાં ટ્રાન્સફર મુસાફરી કરે છે. આ પ્રક્રિયામાં યુરોપના ફેસબુક યુઝર્સના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે.

અત્યાર સુધીનો સૌથી મોટો દંડ

યુરોપિયન યુનિયનના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) દ્વારા ફેસબુકની માલિકી કંપની મેટાને કરેલો દંડ એ અત્યાર સુધીની સૌથી મોટી પેનલ્ટી છે. જીડીપીઆરએ કહ્યું છે કે આ દંડ માત્ર ફેસબુક પર જ લાગુ થશે. મેટાની અન્ય કંપનીઓ જેમ કે ઇન્સ્ટાગ્રામ વગેરે તેના દાયરામાં આવશે નહીં. બોર્ડે મેટાને દંડ ભરવા માટે પાંચ મહિનાનો સમય આપ્યો છે. બીજી તરફ, કંપનીએ કહ્યું છે કે તે દંડ સામે અપીલ કરશે.

ફેસબુકને શા માટે દંડ કરાયો?

આઇરિશ ડેટા પ્રોટેક્શન બોર્ડે કહ્યું છે કે મેટાએ જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR)ની કલમ 46(1)નું ઉલ્લંઘન કર્યું છે. આ નિયમ અનુસાર, કોઈ કંપનીને સરહદ પાર ડેટા ટ્રાન્સફર કરવાની ત્યારે જ મંજૂરી આપવામાં આવે છે જો તે તેની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ જોગવાઈમાં જણાવાયુ છે કે, કોઈપણ કન્ટ્રોલર અથવા પ્રોસેસર પર્સનલ ડેટાને થર્ડ પક્ષ અથવા અન્ય દેશમાં ટ્રાન્સફર કરી શકે છે જો પર્યાપ્ત સુરક્ષા અને ગોપનીયતાના પગલાં લેવામાં આવે અને જરૂરી કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હોય.

આઇરિશ ડેટા પ્રોટેક્શન બોર્ડે કહ્યું કે, મેટા ઇન્ક કંપનીએ સ્ટાન્ડર્ડ કન્ટ્રાક્ચ્યુઅલ પ્રોસેસ હેઠળ ડેટા અમેરિકામાં ટ્રાન્સફર કર્યા છે, પરંતુ આ નિયમ હેઠળ યુરોપિયન ડેટાને અમેરિકા મોકલવા માટે પુરતા પ્રમાણમાં ગોપનિયતા – સુરક્ષાની ખાતરી કરવામાં આવી નથી.

3 વર્ષ પહેલા અદાલતે કરાર રદ કર્યો હતો

તમને જણાવી દઈએ કે વર્ષ 2020 માં જ યુરોપિયન કોર્ટે અમેરિકન ગુપ્તચર સેવાઓ દ્વારા જાસુસીના ડરને કારણે ડેટા પર યુએસ-EU વચ્ચેના કરારને રદ કરી દીધો હતો. કોર્ટના નિર્ણય બાદ યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે ડેટા ટ્રાન્સમિશનને લઈને અનેક વખત વાતચીત થઈ અને એક માળખું તૈયાર કરવામાં આવ્યું, જેને પ્રાઈવેટ શીલ્ડ 2.O નામ આપવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.

ફેસબુકની માલિકી કંપની METAએ શું કહ્યું?

METAએ કહ્યુ કે, તે આ અયોગ્ય અને બિનજરૂરી દંડની વિરુદ્ધ અદાલતમાં અપીલ કરશે. મેટાના ગ્લોબલ અફેર્સના પ્રેસિડન્ટ નિક ક્લેગે કહ્યુ કે, તે આ નિર્ણય પર સ્ટે મેળવવા માટે અદાલતમાં અપીલ કરશે. તેમણે ઉમેર્યું કે, આ નિર્ણયની અસર સાર્વત્રિક સ્તરે થશે નહીં, કારણ જે ડેટાની વાત કરવામાં આવી છે તે પાછલા વર્ષના છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ