ફેસબુકના ઇતિહાસની પહેલી અને સૌથી મોટી છટણી, 11000 કર્મચારીઓને છૂટા કર્યા

Facebook lay off over 11,000 employees : ફેસબુકની પેરેન્ટ કંપની મેટા (Meta)એ જણાવ્યુ કે, તે 11,000 કર્મચારીઓની છટણી કરવાની સાથે સાથે હાલ નવી ભરતી પણ કરશે નહીં. તાજેતરમાં જ એલોન મસ્કે (elon musk) ટ્વિટર (twitter)ના કર્મચારીઓની છટણી કરી છે.

Written by Ajay Saroya
Updated : November 09, 2022 18:35 IST
ફેસબુકના ઇતિહાસની પહેલી અને સૌથી મોટી છટણી, 11000 કર્મચારીઓને છૂટા કર્યા

સોશિયલ મીડિયા કંપની ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મે એક જ ઝાટકે 11,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે, નબળા નાણાંકીય પરિણામો, વધતા ખર્ચ અને ઓછી એડવર્ટાઇઝિંગને કારણે તેણે 11,000 કર્મચારીઓની છટણી કરી છે. છટણી કરાયેલી આ સંખ્યા તેના કુલ કર્મચારીના 13 ટકા બરાબર છે.

વર્ષ 2022માં ટેક કંપની દ્વારા આ સૌથી મોટી છટણી છે. મેટાએ કહ્યું છે કે કંપની આગામી દિવસોમાં પણ નવા કર્મચારીઓની ભરતી કરશે નહીં, તેવું સ્પષ્ટપણે જણાવ્યુ છે.

મેટાના સીઈઓ માર્ક ઝુબરબર્ગે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, આજે અમે જે નિર્ણય પર પહોંચ્યા છીએ તેની જવાબદારી હું લઉં છું. હું જાણું છું કે આ દરેક માટે મુશ્કેલ છે. હું તે લોકોની માફી માંગવા માંગુ છું જેઓ આ નિર્ણયથી પ્રભાવિત થઇ રહ્યા છે.

વર્ષ 2004માં ફેસબુકની સ્થાપના થયા બાદ તેના 18 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી છટણી છે, જે ડિજિટલ એડવર્ટાઇઝિંગની આવકમાં તીવ્ર ઘટાડા અને મંદી તરફ નિર્દેશ કરે છે. નોંધનિય છે કે, માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ નવા માલિક એલોન મસ્કે પણ લગભગ 50 ટકા કર્મચારીઓની છટણી કરી છે, જેમાં ભારતમાં મોટી સંખ્યામાં કર્મીઓને છુટા કરવામાં આવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ