ફેસબુકની પેરેંટ કંપની મેટાના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે. મેટાએ મંગળવારે જાણકારી આપી કે તે 10 હજાર લોકોને નોકરીમાંથી હાકી કાઢવા જઈ રહી છે. ચાર મહિના પહેલા મેટાએ 11 હજાર કર્મચારીઓની છટણી કરી હતી. હવે મેટા તરફથી બીજી વખત આટલા મોટા પ્રમાણમાં છટણી કરવામાં આવી રહી છે.
પોતાના સ્ટાફને એક મેસેજમાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગે કહ્યું કે અમે પોતાની ટીમના આકારને લગભગ 10,000 લોકો સુધી ઓછો કરીશું અને લગભગ 5000 એડિશનલ ઓપલ રોલ્સને ખતમ કરવાની આશા કરીએ છીએ, જેને અમે હજુ સુધી નિયુક્ત કર્યા નથી.
મેટાએ એક બ્લોગમાં આ છટણીની જાણકારી આપી છે. સાથે આ માટે માફી પણ માંગી છે. ઝુકરબર્ગે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે અમે ઘણો મુશ્કેલ નિર્ણય લીધો છે. ટેક ગ્રુપમાં છટણીની પ્રક્રિયા એપ્રિલ સુધી પુરી થવાની આશા છે. જ્યારે બિઝનેસ ગ્રુપમાં મે સુધી પુરી થઇ શકે છે.
આ પહેલા અમેરિકામાં ઘણી કંપનીઓ મોટા લેબલ પર જોબ કટ કરી ચુકી છે. કર્મચારીઓેને નોકરીમાંથી કાઢનારમાં ગોલ્ડમેન સૈક્સ, મોર્ગન સ્ટેનલી સિવાય એમેઝોન અને માઇક્રોસોફ્ટ સહિત ઘણી મોટી ટેક કંપનીઓ સામેલ છે.
ટેક કંપનીઓએ અત્યાર સુધી 2,80,000 કર્મચારીઓને નોકરીમાંથી હાકી કાઢ્યા
વર્ષ 2022ની શરૂઆતથી ટેક કંપનીઓએ અત્યાર સુધી 2,80,000 કર્મચારીઓને નોકરીમાંથી હાકી કાઢ્યા છે. છટણીને મોનિટર કરનારી વેબસાઇટ layoffs.fyi ના મતે આ સંખ્યામાં લગભગ 40 ટકા લોકો પર આ વર્ષે અસર કરશે.
આ પણ વાંચો – સિલિકોન વેલી બેંક થઈ દેવાળીયા, અમેરિકાની 16મી સૌથી મોટી બેંક પાસે છે 210 બિલિયન ડોલરની સંપત્તિ
વર્ષ 2023માં આઇટી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરવાનું ચાલુ રાખ્યુ છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, કેપીએમજી કંપની અમેરિકામાં તેના લગભગ 2% કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. અગાઉ નવેમ્બર વર્ષ 2022માં મેટા ઇન્કે 11000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. ઉપરાંત ઑક્ટોબર વર્ષ 2022ના અંતમાં એલોન મસ્કે ટ્વિટરનું અધિગ્રહણ કર્યું ત્યારબાદથી કંપનીએ 7500 એટલે કે 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી તગેડી મૂક્યા છે.
તાજેતરમાં એક અન્ય અહેવાલમાં જણાવ્યું છે કે, Twitter ટૂંક સમયમાં ફરી કર્મચારીઓની છટણી કરી શકે છે. એટલું જ નહીં ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોને તાજેતરમાં 1800 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડ્યો છે. કર્મચારીઓની છટણી કરનાર કંપનીઓની યાદી ઘણી લાંબી છે અને દુનિયાભરમાં ઘણી નાની અને મોટી આઇટી કંપનીઓ જોબ-કટ કરી રહી છે.