ફેસબુક યુઝર્સ (Facebook users) 12 ઓક્ટોબરે એક વિચિત્ર ઘટનાનો સામનો કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ફેસબુક યુઝર્સ પોતાના ફોલોઅર્સ (followers) ઓછા થયા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. Meta ની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા કોઈ કારણ વગર ઘટી રહી છે.
સૌથી મહત્વની વાત એ છે કે, Metaના સ્થાપક અને CEO માર્ક ઝકરબર્ગના પણ 119 મિલિયન (લગભગ 120 મિલિયન) ફોલોઅર્સ ઘટી ગયા છે. મજાની વાત એ છે કે, ઝકરબર્ગના ફોલોઅર્સની સંખ્યા 10,000થી પણ ઓછી થઈ ગઈ છે.
ફેસબુક સમસ્યા દુર કરવા કામ કરી રહ્યું
જ્યારે પીટીઆઈ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મેટાના પ્રવક્તાએ આ બાબતે જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે તેમની ફેસબુક પ્રોફાઇલ પર કેટલાક લોકોના ફોલોઅર્સની સંખ્યા સતત ઘટી રહી છે. અમે શક્ય તેટલી વહેલી તકે તેને સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ અને કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.
1 મિલિયનથી વધુ ફેસબુક યુઝર્સના યુઝરનેમ, પાસવર્ડ હેક કરવામાં આવ્યા છે
તમને જણાવી દઈએ કે આ પહેલા કંપનીએ કહ્યું હતું કે લગભગ 10 લાખ ફેસબુક યુઝર્સના યુઝરનેમ અને પાસવર્ડ સાથે છેડછાડ કરવામાં આવી છે. મેટાએ કહ્યું હતું કે આવા યુઝર્સને ટૂંક સમયમાં આ વિશે જાણ કરવામાં આવશે.
મેટાએ કહ્યું હતું કે, ‘આ વર્ષે અમે iOS અને Android પર 400થી વધુ મેલિશસ એપ્સની ઓળખ કરી છે. આ એપ્સ ઈન્ટરનેટ યુઝર્સને ટાર્ગેટ કરે છે અને તેમની લોગિન માહિતી ચોરી કરે છે. આ એપ્સ ફોટો એડ, મોબાઈલ ગેમ્સ અને હેલ્થ ટ્રેકર્સ જેવી કેટેગરીમાં હતી.
આમાંથી કેટલીક એપ્સ એપલ અને ગૂગલના સોફ્ટવેર સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવી હતી. મેટાએ આ અંગે બંને કંપનીઓને માહિતી આપી છે.
આ પણ વાંચો – તમારે 5G માટે દર મહિને કેટલો ખર્ચ કરવો પડશે? ચેક કરો Airtel, Jio સહિત કંપનીઓના રિચાર્જ પ્લાન
સોશિયલ મીડિયા દિગ્ગજ મેટાએ કહ્યું હતું કે, કંપની આવી એપ્સથી બચવા માટે ટિપ્સ શેર કરશે જેઓના એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે.