અમેરિકામાં બેંકિંગ કટોકટી હજી સુધી સમાપ્ત થઇ નથી. નાણાંકીય કટોકટીમાં ફસાયેલી ફર્સ્ટ રિપબ્લિક બેંકને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા છેવટે યુએસ રેગ્યુલેટરીએ ફર્સ્ટ રિપબ્લિક બેંકને જપ્ત કરી છે. આ સાથે જ જેપી મોર્ગન ચેઝ એન્ડ નેશનલ એસોસિએશને આ નાદાર ફર્સ્ટ રિપબ્લિક બેંકને ટેકઓવર કરી લીધી છે અને બેંકની તમામ થાપણો અને મોટાભાગની સંપત્તિઓ પર નિયંત્રણ મેળવી લીધું છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પ (FDIC) એ આ માહિતી આપી.
FDIC એ જણાવ્યું હતું કે કેલિફોર્નિયાના નિયમનકારોએ ફર્સ્ટ રિપબ્લિકને બંધ કરી દીધું છે અને તેને રીસીવર તરીકે નિયુક્ત કર્યા છે. ફર્સ્ટ રિપબ્લિક બેંક છેલ્લા બે મહિનામાં ડિફોલ્ટ થનાર અમેરિકાની ત્રીજી સૌથી મોટી બેંક છે. નોંધનિય છે કે, સિલિકોન વેલી બેંકની નાદારી સાથે અમેરિકાના બેંકિંગ સેક્ટરના માઠા દિવસો શરૂ થયા છે.
બેંકની કુલ સંપત્તિ 229.1 અબજ ડોલર
નાદાર ફર્સ્ટ રિપબ્લિક બેંકને જેપી મોર્ગને ચેઝે ટેકઓવર કરી લીધી છે. આથી ફર્સ્ટ રિપબ્લિક બેંકની 8 રાજ્યોમાં આવેલી 84 ઓફિસોને હવે જેપો મોર્ગને ચેઝ બેંકની બ્રાન્ચ તરીકે ફરી ખોલવામાં આવશે તેમજ ફર્સ્ટ રિપબ્લિક બેંકના તમામ થાપણદારો જેપી મોર્ગન ચેઝ બેંક, નેશનલ એસોસિએશનના થાપણદારો બનશે. થાપણદારોને તેમના ખાતાની સંપૂર્ણ ઍક્સેસ પણ મળશે. ફર્સ્ટ રિપબ્લિક બેંકની કુલ સંપત્તિ 13 એપ્રિલ સુધીમાં 229.1 અબજ ડોલર હતી. તે સમયે બેંકમા જમા કુલ થાપણો 103.9 અબજ ડોલર હતી.
તમને જણાવી દઈએ કે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિક બેંક માર્ચની શરૂઆતથી જ નાણાંકીય કટોકટીની સામનો કરી રહી હતી અને એવું માનવામાં આવતું હતું કે બેંક લાંબા સમય સુધી સ્વતંત્ર સંસ્થા તરીકે ટકી શકશે નહીં.
કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશન (DFPI) એ સોમવારે જણાવ્યું હતું કે તેણે ફર્સ્ટ રિપબ્લિક બેંકને બંધ કરી દીધી છે અને તેની સંપત્તિ જેપી મોર્ગન ચેઝ એન્ડ કું. એન્ડ નેશનલ એસોસિએશનને વેચવાના સોદા માટે સંમત થયા છે.
ફર્સ્ટ રિપબ્લિક બેંકને ખરીદવાની રેસમાં જેપી મોર્ગન બેંક ઉપરાંત પીએનસી ફાઇનાન્શિયલ સર્વિસિસ ગ્રૂપ અને સિટિઝન્સ ફાઇનાન્શિયલ ગ્રૂપ ઇન્ક સહિત ઘણા ઘણા ખરીદદારો હતા છે, જેમણે યુએસ રેગ્યુલેટર્સ દ્વારા સંચાલિત ઓક્શનમાં રવિવારે અંતિમ બિડ રજૂ કરી હતી.
બેંકને બચાવવાના છેલ્લા પ્રયાસો પણ નિષ્ફળ
16 માર્ચે ફર્સ્ટ રિપબ્લિક બેંકને નાદાર થતી બચાવવા માટે અમેરિકાની 11 મોટી બેંકો આગળ આવી હતી. આ બેંકોએ ફર્સ્ટ રિપબ્લિકમાં 30 અબજ ડોલર એટલે કે લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કરી હતી, જેથી થાપણદારોને પૈસા ઉપાડવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ 11 બેન્કોમાં જેપી મોર્ગન, સિટીગ્રુપ, બેન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો, મોર્ગન સ્ટેનલી, યુએસ બેન્કોર્પ, ટ્રુસ્ટ ફાઇનાન્સિયલ, પીએનસી ફાઇનાન્શિયલ સામેલ હતી. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકની નાદારી બાદ બે મહિનાથી પણ ઓછા સમયમાં બંધ થનારી તે ત્રીજી બેંક બની છે.
અગાઉ પણ ઘણી વખત ફર્સ્ટ રિપબ્લિક બેંક ખરીદી અને વેચાઇ
ફર્સ્ટ રિપબ્લિક બેંકને છેલ્લા કેટલાંક વર્ષોમાં ઘણી વખત ખરીદવામાં અને વેચવામાં આવી છે. મેરિલ લિંચ એન્ડ કંપનીએ વર્ષ 2007માં 1.8 અબજ ડોલરમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકને હસ્તગત કરી હતી. મેરિલ લિચે ખરીદય બાદ વર્ષ 2009માં તેની માલિકી બેંક ઓફ અમેરિકા પાસે ગઇ અને વર્ષ 2010માં જનરલ એટલાન્ટિક અને કોલોની કેપિટલ સહિતની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સે તેને 1.86 અબજ ડોલરમાં ખરીદી હતી.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો