નાની બચત યોજના vs ડેટ ફંડ : નવા નાણાકીય વર્ષમાં તમને ક્યાં રોકાણ કરવાથી મળશે વધુ રિટર્ન

Debt Schemes in Focus in FY25: વૈશ્વિક અને સ્થાનિક સ્તરે વ્યાજ દર ઘટવાની શક્યતાઓ છે. એવામાં 2 વર્ષ સુધી નબળો દેખાવ કર્યા બાદ બોન્ડ માર્કેટ કે ડેટ માર્કેટમાં પણ હલચલ જોવા મળી રહી છે.

Written by Ajay Saroya
April 02, 2024 15:45 IST
નાની બચત યોજના vs ડેટ ફંડ : નવા નાણાકીય વર્ષમાં તમને ક્યાં રોકાણ કરવાથી મળશે વધુ રિટર્ન
પર્સનલ ફાઈનાન્સ ટીપ્સ (Photo - Freepik)

Fixed Income vs Debt Schemes : નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. નવા નાણાકીયમાં વૈશ્વિક સ્તરે અને સ્થાનિક સ્તરે (રેટ કટ સાયકલ) વ્યાજદરમાં કાપની શક્યતાઓ પણ સર્જાઈ છે. આવી સ્થિતિમાં, 2 વર્ષ સુધી અંડર પરફોર્મ કર્યા પછી, બોન્ડ માર્કેટ અથવા ડેટ માર્કેટમાં પણ મૂવમેન્ટ જોવા મળી છે. ડેટ ફંડ્સ ફરી એકવાર ફોકસમાં છે . રેટ કટની અપેક્ષાએ ડેટ માર્કેટમાં રોકાણ વધવાની ધારણા છે. માર્કેટ એક્સપર્ટ્સ એવું પણ માને છે કે રેટ કટ સાયકલમાં ડેટ સ્કીમનું પ્રદર્શન વધુ સારું થઈ શકે છે. સારી કામગીરી સાથે, તેઓ પરંપરાગત નાની બચત યોજનાઓ કરતાં વધુ વળતર આપે છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ તેમના નાણાં ડેટ સ્કીમમાં રોકાણ કરવા કે નાની બચત યોજનામાં રોકાણ કરવા અંગે મૂંઝવણ ઊભી થઈ શકે છે.

રેટ કટ માટે સંભાવના

બ્રોકરેજ હાઉસ પીજીઆઈએમ ઈન્ડિયાનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે નાણાકીય કડકાઈનું ચક્ર અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું છે અને વિકસિત બજારોની મધ્યસ્થ બેન્કો સુસ્ત દેખાઈ રહી છે. જ્યારે વિકાસ દર ધીમો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ભારતનો વિકાસ મજબૂત છે, પરંતુ મુખ્ય ફુગાવો ઘણા વર્ષોમાં તેના સૌથી નીચા સ્તરે છે. જેના કારણે આરબીઆઈને આ વર્ષના અંતમાં દરોમાં ઘટાડો કરવાનો અવકાશ મળ્યો છે. યીલ્ડ કર્વ સપાટ થઇ છે અને સકારાત્મક માંગ/પુરવઠાની ગતિશીલતા અને વ્યા રેટની સંભાવનાઓને જોતાં નાણાકીય 2015માં ફ્લેટ રહી શકે છે.

Girl Child Saving plans | Investment Planning For Girl Child | invest for girl childs | SSY | Saving Tips For Girl Child
કન્યા માટે બચત અને રોકાણની યોજના કાળજીપૂર્વક પસંદ કરવી જોઇએ. (Photo – Freepik)

મધ્યમ થી લાંબા ગાળાના બોન્ડ માર્કેટ રોકાણ માટે વધુ સારો વિકલ્પ

પીજીઆઈએમ ઈન્ડિયાના મતે, રેટ એક્શન પહેલા બોન્ડ યીલ્ડ વધે છે અને રોકાણકારો નિશ્ચિત આવક માટે ફાળવણી વધારવાનું વિચારી શકે છે. કારણ કે લાંબા બોન્ડ યીલ્ડમાં સતત ઘટાડો થવાની ધારણા છે અને બેન્ચમાર્ક 10 વર્ષના બોન્ડ યીલ્ડ Q2/Q3 CY24 સુધીમાં ઘટીને 6.50% થવાની ધારણા છે. મધ્યમ થી લાંબા ગાળાના રોકાણ નું લક્ષ્યાંક ધરાવતા રોકાણકારો પ્રોમિનેટ સોવરિન હોલ્ડિંગ્સ સાથે 5-6 વર્ષના સમયગાળા વાળા ફંડોને ધ્યાનમાં રાખી શકે છે, કારણ કે તે હાલમાં વધુ સારું રિસ્ક રિવર્ડ ઓફર કરે છે.

મની માર્કેટ, ડાયનેમિક બોન્ડ ફંડ, ગિલ્ટ ફંડ

6-12 મહિનાના રોકાણનો ટાર્ગેટ ધરાવતા રોકાણકાર મની માર્કેટ ફંડને ધ્યાનમાં લઈ શકે છે, કારણ કે 1 વર્ષના સેગમેન્ટ માં યીલ્ડ આકર્ષક છે. ડાયનેમિક બોન્ડ ફંડ્સ અને ગિલ્ટ ફંડ્સ પણ આ વર્ષના અંતમાં શરૂ થતા રેટ કટ સાયકલની અપેક્ષાએ લાંબા ગાળાના બોન્ડ યીલ્ડમાં ઘટાડો સાથે સારો દેખાવ કરે તેવી શક્યતા છે.

જોખમ લેવાની ક્ષમતાના આધારે નિર્ણયો લો

બીપીએન ફિનકેપ ના ડિરેક્ટર એ.કે. નિગમ કહે છે કે બેલેન્સ પોર્ટફોલિયો બનાવતી વખતે, રોકાણકારોએ તેમની જોખમની ક્ષમતા મુજબ નોંધપાત્ર પ્રમાણમાં નિશ્ચિત આવકના વિકલ્પોનો સમાવેશ કરવો જોઈએ. અન્ય કોઈપણ એસેટ ક્લાસની જેમ, નિશ્ચિત આવકમાં પણ ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી), નાની બચત યોજનાઓ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ જેવા ઘણા વિકલ્પો હોય છે.

ડેટ અને નાની બચત વચ્ચે યોગ્ય સંતુલન રાખવું જરૂરી

ફર્મનું કહેવું છે કે જો વર્તમાન સમયની વાત કરીએ તો ડેટ ફંડ આકર્ષક દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં રેટ કટની શક્યતાઓ છે. યુએસ ફેડએ વર્ષ 2024માં જ ત્રણ વખત 75 બેસિસ પોઈન્ટ રેટમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. ભારતમાં પણ આગામી કેટલાક ત્રિમાસિક ગાળામાં રેટ કટની શક્યતાઓ છે. આવી સ્થિતિમાં જેમની પાસે પહેલાથી જ ડેટ કે બોન્ડ પેપર તેમના દર વધશે. તો આ સમયગાળામાં નવા રોકાણકારોએ હાલમાં મિડ-ટર્મથી લોન્ગ ટર્મ ફંડ્સનો વિચાર કરવો જોઈએ. રેટ કટ સાયકલને અનુસરવામાં દરમાં વધારો કરવામાં ઘણો સમય લાગશે.

Investment Tips | Tax Saving Investment | credit card loans | personal finance tips
દરેક વ્યક્તિએ નાણાંકીય આયોજન કરવું જોઇએ. (Photo – Canva)

જો કે, નિશ્ચિત અને સલામત વળતર માટે, અમુક રકમ નાની બચત યોજના માટે પણ ફાળવવી જોઈએ. એફડી, એનએસસી, વરિષ્ઠ નાગરિક બચત યોજના, કેવીપી જેવી નાની બચત યોજનાઓ નિશ્ચિત વ્યાજ દર મુજબ વળતર આપે છે.

આ પણ વાંચો | શેર બજાર : નવા વર્ષે આ સ્ટોકમાં કરો રોકાણ, એપ્રિલમાં મળશે 20 ટકા સુધી રિટર્ન

નાની બચત યોજનાના વ્યાજ દર

5 વર્ષની ટાઈમ ડિપોઝિટ (TD) : 7.5 ટકા વાર્ષિક

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY): 8.2 ટકા વાર્ષિક

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): 7.7 ટકા વાર્ષિક

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF): 7.1 ટકા વાર્ષિક

રિકરિંગ ડિપોઝિટ (RD) : વાર્ષિક 6.7 ટકા વાર્ષિક

કિસાન વિકાસ પત્ર (KVP): 7.5 ટકા વાર્ષિક

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS): 8.2 ટકા વાર્ષિક

માસિક આવક યોજના (MIS): 7.4 ટકા વાર્ષિક

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ