Budget 2024 Live Streaming: બજેટ 2024 – 25 કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમન આવતીકાલ 23 જુલાઇ 2024 ના રોજ સંસદમાં મોદી સરકાર 3.0 નું પહેલું બજેટ રજૂ કરશે. 2019થી સતત બજેટ રજૂ કરી રહેલા નિર્મલા સીતારમણનું આ સાતમું અને 2024નું બીજું બજેટ હશે. લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
આ વખતે સામાન્ય બજેટ 2024 પર ઉદ્યોગ, કરદાતા, મધ્યમ આવક વર્ગ જેવા તમામ ક્ષેત્રોની નજર છે અને મોદી સરકાર પાસેથી પણ ઘણી મોટી રાહત મળવાની આશા છે. ત્રીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર તરફથી કરદાતાઓને કરવેરામાં મોટી રાહત મળવાની આશા છે. સાથે જ સરકાર જીએસટીમાં સુધારા પણ કરી શકે છે. જો તમે નાણામંત્રીના બજેટ ભાષણને ઓનલાઇન અને ટીવી પર લાઇવ જોવા માંગો છો, તો અમે તમને તેની સંપૂર્ણ વિગતો જણાવી રહ્યા છીએ

બજેટ 2024 : યુનિયન બજેટ 2024 તારીખ અને સમય
નાણામંત્રી નિર્મલા સીતારમન 23 જુલાઈ, બુધવારે સવારે 11 વાગ્યે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
કેન્દ્રીય બજેટ 2024 લાઇવ સ્ટ્રીમિંગ, લાઇવ ટેલિકાસ્ટ (Union Budget 2024 Live Streaming, Live Telecast)
- કેન્દ્રીય બજેટ 2024 માટે નાણામંત્રીના ભાષણને નાણાં મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
- ઉપરાંત જો તમે બજેટ 2024 ટીવી પર લાઇવ જોવા માંગો છો, તો તમે સંસદ ટીવી પર લાઇવ બ્રોડકાસ્ટ જોઈ શકો છો. તે સંસદ ટીવીના યુટ્યુબ પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
- મોદી સરકાર 3.0નું આ પ્રથમ બજેટ દૂરદર્શન ટીવી અને દૂરદર્શનની યુટ્યુબ ચેનલ પર પણ સામાન્ય લોકો લાઇવ જોઇ શકે છે.
- ઉપરાંત બજેટ 2024 સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર તમને જનસત્તાની યૂટ્યૂબ ચેનલ પર પણ લાઈવ જોવા મળશે.
આ પણ વાંચો | બજેટ 2024 માં નિર્મલા સીતારમન મહિલા માટે 3 મોટી ઘોષણા કરે તેવી અપેક્ષા
- બજેટ 2024 સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર અમે તમારા માટે લઇને આવ્યા છીએ. તમે અમારી ન્યૂઝ વેબસાઈટ gujarati.indianexpress.com પર ખાસ બજેટ પેજ પર જઈને દરેક નાના-મોટા સમાચાર વાંચી શકો છો.
- બજેટ 2024 ની રજૂઆત દરમિયાન, અમે લાઇવ અપડેટ્સ પણ આપીશું, જેના માટે તમે અમારી વેબસાઇટ gujarati.indianexpress.com સાથે જોડાયેલા રહો.
- જો તમે ઇચ્છો તો http://www.indiabudget.gov.in મુલાકાત લઇને પણ બજેટને લાઇવ જોઇ શકો છો.





