હવે ઉદ્યોગ-ધંધાવેપાર અને કોર્પોરેટ સેક્ટરમાં પણ મહિલાઓ પુરુષોની સાથે કદમથી કદમ મિલાવી રહી છે. દુનિયાભરના કોર્પોરેટ સેક્ટરમાં કેટલીક મહિલાઓએ ડંકો વગાડ્યો છે. ફોર્બ્સે એશિયાના ટોપ-20 બિઝનેસ વુમનની યાદી જાહેર કરી છે, જેમાં ભારતની 3 મહિલાઓ સ્થાન મેળવવામાં સફળ થઇ છે. ફોર્બ્સની તફરથી જારી કરાયેલા નવેમ્બરની એડિશનમાં એવી 20 મહિલાઓનો સમાવેશ કરાયો છે, જે કોરોના મહામારીના પડકારો વચ્ચે પમ પોતાનો બિઝનેસ આગળ વધારવામાં સફળ રહી છે. નોંધનિય છે કે, ફોર્બ્સ સમય-સમય પર સૌથી ધનવાન અને સફળ ઉદ્યોગપતિઓની યાદી જાહેર કરતી રહે છે.
એશિયાની 20 મહિલા ઉદ્યોગપતિઓની યાદીમાં ભારતની 3 બિઝનેસ વુમનનો સમાવેશ થયો છે – જેમાં (1) સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ, (2) એમક્યોર ફાર્માના ઇન્ડિયા બિઝનેસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર અને (3) હોનાસા કન્ઝ્યુમરના કો-ફાઉન્ડર અને ચીફ ઇનોવેશન ઓફિસર ગજલ અલધનો સમાવેશ થાય છે.
જાણો, ફોર્મ્સની યાદીમાં સામેલ આ 3 ભારતીય બિઝનેસ વુમન
નમિતા થાપર
નમિતા થાપર ભારતની મલ્ટિનેશનલ ફાર્મસની કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, જેમને કોવિડ-19 અને બજારમાં ઘટાડા બાદ પણ બિઝનેસને આગળ વધારવામાં સફળ રહ્યા છે. નમિતા થાપરની ઓળખ કોર્પોરેટ જગતમાં મોટી હસ્તી તરીકેની છે. તેઓ ફેમસ ટેલીવિઝન બિઝનેસ રિયાલિટી શો ‘શોર્ક ટેંક ઇન્ડિયા સીઝન-1’ના જજ પણ રહી ચૂક્યા છે.
સોમા માંડલ
સોમા મંડલે 1 જાન્યુઆરી, 2021 ના રોજ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ચેરપર્સન હોવા ઉપરાંત, સોમા મંડલ SAILના ફક્શંનલ ડિરેક્ટર પણ છે. કોવિડ-19 દરમિયાન માર્કેટમાં મંદી હોવા છતાં તેમણે કંપનીને પડતી અટકાવી છે.
ગઝલ અલઘ
ગઝલ અલઘ એક ભારતીય ઉદ્યોગસાહસિક, ઉદ્યોગપતિ છે. તેઓ પ્રખ્યાત બ્યુટી બ્રાન્ડ મામા અર્થની સહ-સ્થાપક છે. આ કંપની હેલ્થ, ફિટનેસ અને ફિટનેસ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તે 2021માં ટેલિવિઝન બિઝનેસ રિયાલિટી શો, શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન- 1ના જજ રહી ચૂક્યા છે. ગઝલ અલાઘ TheDermaCoના પણ સ્થાપક છે.
યાદીમાં કયા દેશોની મહિલા સાહસિકો સ્થાન મેળવવામાં સફળ થયા?
ફોર્મ્બ્સની એશિયાની 20 મહિલા સાહસિકોની યાદીમાં ઓસ્ટ્રેલિયા, ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઈવાન અને થાઈલેન્ડની મહિલાઓનો સમાવેશ થાય છે.