ફોર્બ્સ મેગેઝીન દ્વારા ભારતના 100 સૌથી વધુ ધનવાન વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિના સ્થાન માટે બે દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌત્તમ અદાણી વચ્ચે હરિફાઇ ચાલી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારતના સૌથી ધનિક વ્યક્તિના સ્થાન પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું એકહથ્થું શાસન હતું જો કે આ વખતે તેમણે આ સ્થાન ગુમાવી દીધું છે. આ વખતે ફોર્બ્સની ભારતના ટોપ-10 ધનિકોની યાદીમાં એક મહિલાએ સ્થાન મેળવ્યુ છે.
ભારતના નં-1 ધનિક કોણ અંબાણી કે અદાણી?
ફોર્બ્સની બિલિયોનર યાદી મુજબ મુકેશ અંબાણીને પછાડીને ગૌત્તમ અદાણી ભારતના નંબર-1 ધનિક વ્યક્તિ બન્યા છે. જે વર્ષ 2008 બાદ પહેલી ઘટના છે જ્યારે ભારતના નંબર-1 ધનકુબેર વ્યક્તિ બદલાઇ છે, અત્યાર સુધી આ બિરુદ મુકેશ અંબાણીના નામે જ હતુ.
ચાલુ વર્ષે શેરબજારમાં 10 ટકાનો ઘટાો અને રૂપિયાના મૂલ્યમાં ધોવાણ થવા છતાં ભારતીયો ધનાઢ્યોની સંપત્તિ વધી છે. ચાલુ વર્ષે ભારતના ટોપ-100 ધનાઢ્યોની સંયુક્ત સંપત્તિ 25 અબજ ડોલગ વધીને 800 અબજ ડોલર થઇ છે. જેમાં ટોપ-10 ધનિક વ્યક્તિઓ પાસે 385 અબજ ડોલરની સંપત્તિ છે. ઉપરાંત ટોપ-3 ધનાઢ્યોમાં મૂળ ગુજરાતી ઉદ્યોગપતિ છે.
(1) ગૌત્તમ અદાણીની સંપત્તિ બમણી થઇ
ગૌત્તમ અદાણી ભારતના નંબર-1 ધનાઢ્ય બન્યા છે. કેલેન્ડર વર્ષ 2021માં તેમની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો હતો અને તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર કેલન્ડર વર્ષ 2022માં અદાણીની સંપત્તિમાં બમણી વૃદ્ધિ થઇ છે અને તે 150 અબજ ડોલરને પહોંચી ગઇ છે. ભારતીય ચલણમાં આ રકમ 1,211,460,11 કરોડ રૂપિયા થાય છે. આ સાથે જ તેઓ ભારતના નંબર-1 ધનિક વ્યક્તિ બની ગયા છે.
ઉલ્લેખનિય છે કે, ગૌત્તમ અદાણી થોડાક સમય માટે વિશ્વના બીજા નંબરના સૌથી ધનાઢ્ય વ્યક્તિ પણ બન્યા હતા. ટકાવારી અને યુએસ ડોલરની રીતે પણ અદાણીની સંપત્તિમાં ચાલુ વર્ષે સૌથી વધુ વૃદ્ધિ થયો છે. અદાણીએ આગામી દાયકામાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે, જેમાંથી 70 ટકા રોકાણ ગ્રીન એનર્જીમાં કરશે. અદાણી ગ્રૂપ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં આગળ વધવા આક્રમક રણનીતિ અપનાવી રહ્યુ છે.
(2) મુકેશ અંબાણી
વર્ષ 2013 બાદ પહેલીવાર ભારતના સૌથી મોટા ધનાઢ્ય રહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ વખતે નંબર-1થી નંબર-2 પર આવી ગયા છે. મુકેશ અંબાણીની સંપત્તિ હાલ 88 અબજ ડોલર એટલે કે 7,10,723.26 અબજ રૂપિયા છે. વર્ષ 2013 બાદ પહેલી વાર ફોર્બ્સની બિલિયોનર યાદીમાં મુકેશ અંબાણીની પીછેહઠ થઇ છે.
(3) રાધાકિશન દામાણી
સુપરમાર્કેટ ચેઇન ડી-માર્ટના માલિક રાધાકિશન દામાણી ભારતના ટોપ-100 ધનાઢ્યોની યાદીમાં આ વખતે ત્રીજા ક્રમે છે. કેલેન્ડર વર્ષ 2022માં તેની સંપત્તિ 6 ટકા ઘટીને 27.6 અબજ ડોલર એટલે કે 2,22,908.66 કરોડ રૂપિયા થઇ છે.
(4) સાયરસ પૂનાવાલા
કોરોના વાયરસની રસી બનાવતી સિરમ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન સાયરસ પૂનાવાલ 21.6 અબજ ડોલર એટલે કે 173,642.62 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભારતના ચોથા ક્રમના સૌથી મોટા ધનિક વ્યક્તિ છે.
(5) શિવ નાદર
આઇટી કંપની એચસીએલ ટેકનોલોજીના ચેરમેન શિવ નાદર ભારતના ટોપ-100 બિલિયોનરની યાદીમાં પાંચમાં ક્રમે છે. તેની સંપત્તિ 21.4 અબજ ડોલર એટલે કે 1,72,834.97 કરોડ રૂપિયા છે. તેમણે ચાલુ વર્ષે શિક્ષણ માટે 66.2 કરોડ ડોલરનું દાન કર્યુ છે અને આ કારણે જ ચાલુ વર્ષે તેમની સંપત્તિમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે.
(6) સાવિત્રી જિંદાલ
સાવિત્રી જિંદાલ એ ભારતના ટોપ-10 ધનાઢ્યોમાં સ્થાન મેળવનાર એક માત્ર મહિલા છે. ઓપી જિંદાલ ગ્રૂપના ચેરપર્સન સાવિત્રી જિંદાલ 16.4 અબજ ડોલર એટલે કે 132,452.97 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ફોર્બ્સની યાદી અનુસાર ભારતના છઠ્ઠા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે.
(7) દિલીપ સંઘવી
દિલીપ સંઘવી એ દવા બનાવતી કંપની સન ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક અને માલિક છે. તો 125,184.21 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભારતના સાતમાં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. ઉપરાંત ભારતના ટોપ-10 ધનાઢ્યોમાં સ્થાન મેળવનાર ચોથા ગુજરાતી ઉદ્યોગપતિ છે. ઉલ્લેખનિય છે કે, ગૌત્તમ અદાણી, મુકેશ અદાણી અને રાધાકિશન દામાણી મૂળ ગુજરાત ઉદ્યોગપતિ છે.
ત્રણ ધનાઢ્યોનું અવસાન થયું
કેલેન્ડર વર્ષ 2022માં ભારતના ત્રણ અગ્રણી ધનિક વ્યક્તિઓનું અવસાન થયુ છે. તેમાં ઓટો મોબાઇલ કંપની બજાજ ઓટો ગ્રૂપના રાહલ બજાજ, ભારતના બિગબુલ અને વોરેન બુફે તરીકે જાણીતા રાકેશ ઝૂનઝૂનવાલાનું અવસાન થયુ છે. અને સાપુરજી પાલોનજી ગ્રૂપના સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન થયુ છે.
યાદીમાં 9 નવા ધનાઢ્યો ઉમેરાયા
ચાલુ વર્ષે ભારતીય ધનાઢ્યોની યાદીમાં નવ નવા ધનકુબેર ઉમેરાયા છે, જેમાંથી ત્રણ વ્યક્તિ IPO લાવીને ધનિક બન્યા છે. આ 3 વ્યક્તિઓમાં નાયકા કંપનીના માલિક ફાલ્ગુની નાયર છે, જે ભારતની સૌથી ધનિક સેલ્ફ-મેડ વુમન છે. તો એથનિક ગાર્મેન્ટ ઉત્પાદક રવિ મોદી; અને શૂઝ મેકર રફીક મલિકે આ યાદીમાં સ્થાન મેળવ્યુ છે.
ક્રમ | ધનકુબેરના નામ | સંપત્તિ (અબજડોલર) | ઉંમર | ઉદ્યોગ |
---|---|---|---|---|
1 | ગૌતમ અદાણી | 150 | 60 | કોમોડિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર |
2 | મુકેશ અંબાણી | 88 | 65 | રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ |
3 | રાધાકિશન દામાણી | 27.6 | 67 | ડી-માર્ટ, ઇન્વેસ્ટમેન્ટ |
4 | સાયરસ પૂનાવાલા | 21.5 | 81 | વેક્સિન |
5 | શિવ નાદર | 21.4 | 77 | સોફ્ટવેર સર્વિસ |
6 | સાવિત્રી જિંદાલ | 16.4 | 72 | સ્ટીલ |
7 | દિલીપ સંઘવી | 15.5 | 67 | સન ફાર્માસ્યુટિકલ્સ |
8 | હિન્દુજા બંધુ | 15.2 | — | ડાઇવર્સિફાઇડ |
9 | કુમાર બિરલા | 15 | 55 | કોમોડિટી |
10 | બજાજ ફેમિલી | 14.6 | — | ડાઇવર્સિફાઇડ |
11 | સુનીલ મિત્તલ | 14.5 | 65 | ટેલિકોમ |
12 | ઉદય કોટક | 14.3 | 63 | બેંકિંગ |
13 | શાપૂર મિસ્ત્રી | 14.2 | 58 | ડાઇવર્સિફાઇડ |
14 | ગોદરેજ ફેમિલી | 13.9 | — | કન્ઝ્યુમર ગુડ્સ, રિયલ એસ્ટેટ |
15 | લક્ષ્મી મિત્તલ | 13.8 | 72 | સ્ટીલ |
16 | મધુકર પારેખ | 12.6 | 76 | એડહેસિવ્સ |
17 | બર્મન પરિવાર | 9.6 | — | કન્ઝ્યુમર ગુડ્સ |
18 | અઝીમ પ્રેમજી | 9.3 | 77 | સોફ્ટવેર સર્વિસ |
19 | કુશલ પાલ સિંહ | 8.8 | 91 | રિયલ એસ્ટેટ |
20 | અશ્વિન દાણી | 8.4 | 80 | પેઇન્ટ |
21 | રવિ જયપુરિયા | 8.1 | 68 | સોફ્ટ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ |
22 | કુલદીપ સિંહ અને ગુરબચન સિંહ ઢીંગરા | 6.8 | — | પેઇન્ટ |
23 | વિક્રમ લાલ | 6.6 | 80 | મોટરસાઇકલ |
24 | મહેન્દ્ર ચોકસી | 6.5 | 81 | પેઇન્ટ |
25 | મુરલી દિવી | 6.45 | 71 | ફાર્માસ્યુટિકલ્સ |
26 | સુધીર અને સમીર મહેતા | 6.4 | — | ફાર્માસ્યુટિકલ્સ, પાવર |
27 | વિનોદ અને અનિલ રાય ગુપ્તા | 6.3 | — | ઇલેક્ટ્રિકલ ગુડ્સ |
28 | હસમુખ ચુડગર | 6.2 | 89 | ફાર્માસ્યુટિકલ્સ |
29 | બેનુ ગોપાલ બાંગુર | 6 | 91 | સિમેન્ટ |
30 | રેખા ઝુનઝુનવાલા | 5.9 | 59 | રોકાણ |
31 | મુરુગપ્પા ફેમિલી | 5.8 | — | ડાઇવર્સિફાઇડ |
32 | હર્ષ મારીવાલા | 5.7 | 71 | કન્ઝ્યુમર ગુડ્સ |
33 | વિજય ચૌહાણ | 5.5 | 86 | બિસ્કીટ |
34 | ગિરધારી લાલ બાવરી, રાજેન્દ્ર અગ્રવાલ અને બનવારી લાલ બાવરી | 5.45 | — | ફાર્માસ્યુટિકલ્સ |
35 | M.A. યુસુફ અલી | 5.4 | 67 | રિટેલ |
36 | વકીલ ફેમિલી | 5.2 | — | પેઇન્ટ |
37 | મંગલ પ્રભાત લોઢા | 5.1 | 66 | રિયલ એસ્ટેટ |
38 | કપિલ અને રાહુલ ભાટિયા | 4.9 | — | એરલાઇન્સ |
39 | પવન અને વિવેક જૈન | 4.55 | — | રસાયણો |
40 | સિંઘ પરિવાર | 4.5 | — | ફાર્માસ્યુટિકલ્સ |
41 | એન.આર. નારાયણ મૂર્તિ | 4.3 | 76 | ઇન્ફોસિસ, સોફ્ટવેર સર્વિસિસ |
42 | રમેશ જુનેજા | 4.2 | 67 | ફાર્માસ્યુટિકલ્સ |
43 | પી.પી. રેડ્ડી | 4.1 | 65 | ઈન્ફ્રાસ્ટ્રક્ચર |
44 | ફાલ્ગુની નાયર | 4.08 | 59 | નાયકા |
45 | મુથુટ ફેમિલી | 4.05 | — | નાણાકીય સેવાઓ |
46 | ચંદ્રુ રહેજા | 4 | 82 | રિયલ એસ્ટેટ |
47 | યુસુફ હમીદ | 3.9 | 86 | ફાર્માસ્યુટિકલ્સ |
48 | શ્રીધર વેમ્બુ અને ભાઈ-બહેન | 3.8 | 5 | બિઝનેસ સોફ્ટવેર |
49 | પંકજ પટેલ | 3.77 | 69 | ફાર્માસ્યુટિકલ્સ |
50 | રવિ મોદી | 3.75 | 45 | ગારમેન્ટ્સ |
51 | લીના તિવારી | 3.74 | 65 | ફાર્માસ્યુટિકલ્સ |
52 | સુંદર જેનોમલ | 3.7 | 68 | ગારમેન્ટ્સ |
53 | અરુણ ભરત રામ | 3.61 | 82 | કેમિકલ્સ |
54 | બાયજુ રવીન્દ્રન અને દિવ્યા ગોકુલનાથ | 3.6 | 42 | એજ્યુકેશન સ્ટાર્ટઅપ્સ |
55 | નુસ્લી વાડિયા | 3.59 | 78 | કન્ઝ્યુમર ગુડ્સ |
56 | પવન મુંજાલ | 3.55 | 68 | મોટરસાયકલ |
57 | વિવેક ચાંદ સેહગલ | 3.5 | 66 | ઓટો પાર્ટ્સ |
58 | નીતિન અને નિખિલ કામથ | 3.45 | — | ફાઇ. સર્વિસ |
59 | અમાલમેગેશન ફેમિલી | 3.4 | — | ટ્રેક્ટર |
60 | ઈન્દર જયસિંઘાની | 3.35 | 69 | કેબલ્સ અને વાયર |
61 | શ્યામ અને હરિ ભરતિયા | 3.34 | 69 | ડાઇવર્સિફાઇડ |
62 | અજય પીરામલ | 3.32 | 67 | ફાર્માસ્યુટિકલ્સ |
63 | આચાર્ય બાલકૃષ્ણ | 3.3 | 50 | કન્ઝ્યુમર ગુડ્સ |
64 | દિલીપ અને આનંદ સુરાના | 3.25 | — | ફાર્માસ્યુટિકલ્સ |
65 | વિકાસ ઓબેરોય | 3.22 | 52 | રિયલ એસ્ટેટ |
66 | સંદીપ ઈજનેર | 3.2 | 61 | પ્લાસ્ટિક પાઈપ્સ |
67 | અભય ફિરોડિયા | 3.15 | 78 | ઓટોમોબાઈલ |
68 | સલિલ સિંઘલ | 3.13 | 75 | એગ્રોકેમિકલ્સ |
69 | જોય અલુક્કાસ | 3.1 | 66 | જ્વેલરી |
70 | કરસનભાઈ પટેલ | 3.06 | 78 | કન્ઝ્યુમર ગુડ્સ |
71 | સેનાપતિ ગોપાલકૃષ્ણન | 3.05 | 67 | સોફ્ટવેર સર્વિસ |
72 | સત્યનારાયણ નુવાલ | 3 | 70 | ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્રોઝિવ્સ |
73 | મિકી જગતિયાની | 2.9 | 71 | રિટેલ |
74 | અરવિંદ પોદ્દાર | 2.8 | 65 | ટાયર |
75 | નંદન નિલેકણી | 2.75 | 67 | સોફ્ટવેર સર્વિસ |
76 | કિરણ મઝુમદાર-શો | 2.7 | 69 | બાયોફાર્માસ્યુટિકલ્સ |
77 | કલાનિથિ મારન | 2.65 | 57 | મીડિયા |
78 | નિર્મલ મિંડા | 2.6 | 65 | ઓટો પાર્ટ્સ |
79 | બાબા કલ્યાણી | 2.4 | 73 | એન્જિનિયરિંગ |
80 | રેડ્ડી ફેમિલી | 2.35 | — | ફાર્માસ્યુટિકલ્સ |
81 | રમેશ કુમાર અને મુકંદ લાલ દુઆ | 2.32 | — | ફૂટવેર |
82 | લક્ષ્મણ દાસ મિત્તલ | 2.31 | 92 | ટ્રેક્ટર |
83 | સંજીવ ગોએન્કા | $2.3 | 61 | ડાઇવર્સિફાઇડ |
84 | અનુરંગ જૈન | 2.28 | 60 | ઓટો પાર્ટ્સ |
85 | યદુ હરિ દાલમિયા | 2.27 | 75 | સિમેન્ટ |
86 | પ્રતાપ રેડ્ડી | 2.26 | 90 | હેલ્થકેર |
87 | રાજન રાહેજા | 2.25 | 68 | ડાઇવર્સિફાઇડ |
88 | અનુ આગા | 2.23 | 80 | એન્જિનિયરિંગ |
89 | રફીક મલિક | 2.22 | 72 | ફૂટવેર |
90 | કે. દિનેશ | 2.21 | 68 | સોફ્ટવેર સર્વિસ |
91 | આનંદ મહિન્દ્રા | 2.2 | 67 | ડાઇવર્સિફાઇડ |
92 | સંજીવ બિખચંદાની | 2.15 | 59 | ઇન્ટરનેટ |
93 | આર.જી. ચંદ્રમોગન | 2.1 | 73 | ડેરી |
94 | અશોક બૂબ | 2.09 | 70 | સ્પેશિયલ કેમિકલ્સ |
95 | હર્ષ ગોએન્કા | 2.05 | 64 | ડાઇવર્સિફાઇડ |
96 | વિનોદ સરાફ | 2.02 | 70 | કેમિકલ્સ |
97 | અનિલ અગ્રવાલ | 2.01 | 69 | માઇનિંગ, મેટલ્સ |
98 | વેણુ શ્રીનિવાસન | 2 | 69 | ટુ-વ્હીલર |
99 | જીતેન્દ્ર વિરવાણી | 1.95 | 56 | રિયલ એસ્ટેટ |
100 | ભદ્રેશ શાહ | 1.9 | 71 | એન્જિનિયરિંગ |