વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગૌતમ અદાણીએ ઈન્ડિયા ટીવીને એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના નજીકના સંબંધોને કારણે તેમના નસીબમાં વધારો થયો છે તેવી ટીકાને નકારી કાઢવામાં આવી છે કારણ કે તેઓ ઘણા વિપક્ષ શાસિત રાજ્યો સાથે પણ કામ કરે છે.
અમે 22 રાજ્યોમાં છીએ – ગૌતમ અદાણી
ગૌતમ અદાણીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, “અમે દરેક રાજ્યમાં વધુમાં વધુ રોકાણ કરવા માંગીએ છીએ. અદાણી જૂથ ખરેખર ખુશ છે કે, આજે તે 22 રાજ્યોમાં કામ કરી રહ્યું છે અને આ બધા રાજ્યો ભાજપ શાસિત નથી. હું કહી શકું છું કે અમને કોઈપણ રાજ્ય સરકાર સાથે કોઈ સમસ્યા નથી. અમે ડાબેરી શાસિત કેરળ, મમતા દીદીના પશ્ચિમ બંગાળ, નવીન પટનાયકના ઓડિશા, જગનમોહન રેડ્ડીના રાજ્ય, કેસીઆરના રાજ્યમાં પણ કામ કરી રહ્યા છીએ.”
રજત શર્મા દ્વારા હોસ્ટ કરાયેલા શો ‘આપ કી અદાલત’માં ગૌતમ અદાણીએ કહ્યું, “હું તમને કહેવા માંગુ છું કે તમને મોદીજી પાસેથી ક્યારેય વ્યક્તિગત મદદ નહીં મળી શકે. તમે તેમની સાથે દેશના હિતમાં નીતિઓ વિશે વાત કરી શકો છો. પરંતુ જ્યારે કોઈ નીતિ બનાવવામાં આવે છે, ત્યારે તે દરેક માટે હોય છે, માત્ર અદાણી જૂથ માટે જ નહીં.”
ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું હતું કે, તેમના મલ્ટી-બિલિયન-ડોલર જૂથ વિશે એક ગેરસમજ છે કે બેંકો પર વધુ બોજ પડી રહ્યો છે. તેમણે કહ્યું, “છેલ્લા સાત-આઠ વર્ષમાં અમારી આવકમાં 24 ટકાનો વધારો થયો છે, જ્યારે અમારું દેવું 11 ટકા વધ્યું છે. અમારી સંપત્તિ અમારા ઉધાર કરતાં ચાર ગણી વધારે છે.” ગૌતમ અદાણીએ કહ્યું કે, હું પરમાત્માના આશીર્વાદથી સફળ છું.
આ પણ વાંચો – Low cost geysers : સેકન્ડોમાં પાણી ગરમ કરી દેશે 1000થી ઓછી કિંમતના આ ગીઝર, ફીટિંગનું પણ ટેન્શન નહી
રાહુલ ગાંધીના આક્ષેપો રાજકીય છે – ગૌતમ અદાણી
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેઓ માને છે કે વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા તેમની સામે ક્રોની કેપિટલિઝમના વારંવારના આક્ષેપો ‘રાજનીતિના વ્યવસાયનો એક ભાગ’ છે. તેમણે રાજસ્થાનનું ઉદાહરણ આપ્યું, જ્યાં રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીનું શાસન છે.