ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ કંપનીએ રેમેન્ડ કન્ઝ્યુમર કેર લિમિટેડના એફએમસીજી બિઝનેસને 2825 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. કંપની દ્વારા ગુરુવારે આ માહિતી જાહેર કરવામાં આવી હતી. મેન્ડ કન્ઝ્યુમર કેર લિમિટેડના એફએમસીજી બિઝનેસને હસ્તગત કરવા માટે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
રેમન્ડ કન્ઝ્યુમર કેર બે મુખ્ય બ્રાન્ડ્સ સાથે મુખ્યત્વે ડિઓડોરન્ટ્સ અને સેક્યુઅલ વેલનેસ કેટેગરી – પાર્ક એવન્યુ અને કામસૂત્રનો બિઝનેસ કરે છે.
ગોદરેજ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે, તે પાર્ક એવન્યુ (એફએમસીજી કેટેગરી માટે), કેએસ, કામસૂત્ર અને પ્રીમિયમના ટ્રેડમાર્ક સાથે પોતાનો એએફએમસી બિઝનેસ ગોદરેજ કન્ઝ્યુમરને વેચી રહી છે, .
ગોદરેજ કન્ઝ્યુમરના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુધીર સીતાપતિએ જણાવ્યું હતું કે, “આ એક્વિઝિશન અમને અમારા બિઝનેસ પોર્ટફોલિયો અને વૃદ્ધિની વ્યૂહરચના માટે અંડર-પેનિટ્રેટેડ કેટેગરીઝ સાથે પૂરક બનાવવાની મંજૂરી આપે છે જે લાંબા ગાળાનો વિકાસ-પથ પુરો પાડે છે.”
ભારતમાં ડિઓડોરન્ટ્સનો માથાદીઠ વપરાશ 0.4x, બ્રાઝિલમાં 0.05x અને અમેરિકામાં 0.04x છે.
રેમન્ડ ગ્રૂપના વાઈસ ચેરમેન અતુલ સિંઘે જણાવ્યું હતું કે, “આ બ્રાન્ડ્સને કન્ઝ્યુમર રિકોલમાં મોખરે લાવવાથી, અમે માનીએ છીએ કે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ આ બ્રાન્ડ્સના વિકાસને આગળ વધારવા માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડશે.”
તો રેમન્ડ ગ્રૂપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ જણાવ્યું કે, એફએમસીજી બિઝનેસના વેચાણથી તેનું કોર્પોરેટ ગ્રૂપ દેવું મુક્ત થશે અને બિઝનેસની સંખ્યામાં ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે, રેમન્ડ કન્ઝ્યુમરનું 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2023માં 622 કરોડ રૂપિયાનું વેચાણ નોંધાવ્યું હતું, જે નાણાકીય વર્ષ 2022માં 522 કરોડ રૂપિયા હતું.
ગોદરેજ કન્ઝ્યુમર પાસે સિન્થોલ, પ્રોટેકટ, હિટ, ઇઝી અને ગુડનાઈટ જેવી બ્રાન્ડ છે.
નોંધનિય છે કે, રેમેન્ડ ગ્રૂપનો એફએમસીજી બિઝનેસ ખરીદવાની ઘોષણા બાદ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપનીનો શેર ગુરુવારે બીએસઇ પર 2.35 ટકા ઘટીને 953.20 રૂપિયા ભાવે બંધ થયો હતો. તો બીજી બાજુ રેમેન્ડ ગ્રૂપનો શેર 6.55 ટકાના ઉછાળે 1717.35 રૂપિયા બંધ થયો હતો.