Gold Price Record High: સોનામાં સોનેરી તેજી, 10 ગ્રામનો ભાવ ₹ 64500 રેકોર્ડ હાઇ; ચાંદીમાં ₹ 1000નો ઉછાળો

Gold All Time High And Silver Jumps: ભારતમાં સોનાના ભાવ ફરીવાર 64500 રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યા છે. તો ચાંદી પણ 1000 રૂપિયા ઉછળીને 76000 રૂપિયા થઇ છે. આગામી દિવસોમાં સોના - ચાંદીમાં તેજી ચાલુ રહેવાની અપેક્ષા છે.

Written by Ajay Saroya
Updated : November 29, 2023 18:27 IST
Gold Price Record High: સોનામાં સોનેરી તેજી, 10 ગ્રામનો ભાવ ₹ 64500 રેકોર્ડ હાઇ; ચાંદીમાં ₹ 1000નો ઉછાળો
સોનું એ રોકાણ માટેનો પરંપરાગત વિકલ્પ છે. (Photo - Freepik)

Gold Price Record High And Silver Jumps : સોનું સતત મોંઘુ થઇ રહ્યું છે. એક દિવસ બાદ ફરી સોનાના ભાવ 64000 રૂપિયાની સપાટી કુદાવી નવી ઐતિહાસિક ઉંચી સપાટી પહોંચ્યા છે. આથી જેમણે લગ્ન કે પ્રસંગ માટે સોનું ખરીદવાનું છે તેમણે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. માર્કેટ એક્સપર્ટ્સ આગામી દિવસોમાં સોના – ચાંદીમાં તેજી ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે.

સોનું 64,500 રૂપિયાના શિખરે (Gold Price All Time High Of Rs 64500)

ચાલુ સપ્તાહે બીજી વખતે સોનાના ભાવ નવા ઐતિહાસિક શિખરે પહોંચ્યા છે. અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં બુધવારે સોનું 700 રૂપિયા વધ્યુ હતુ. આ સાથે પ્રતિ 10 ગ્રામ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 64500 રૂપિયા થયો હતો, જે ઇતિહાસનો સૌથી ઊંચો ભાવ છે. આ અગાઉ સોમવારે પહેલીવાર સોનું 64000 રૂપિયા બોલાયુ હતું. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 64300 રૂપિયા થયો હતો.

Gold Silver Rate Today | Gold Price | Gold Price All Time High | Gold Jewelery
ભારતમાં સૌથી વધુ સોનાના દાગીના ખરીદવામાં આવે છે. (Photo – Freepik)

ચાંદીમાં 1000 રૂપિયાનો ઉછાળો (Silver Hits 76000 Rupee)

સોનાની પાછળ પાછળ ચાંદીની પણ ચમક વધી રહી છે. અમદાવાદમાં બુધવારે ચાંદી 1000 રૂપિયા મોંઘી થઇ હતી. આ સાથે ચાંદી ચોરસાનો ભાવ 76000 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. તો ચાંદી રૂપુ એટલે કે ચાંદીના દાગીનાનો ભાવ 75800 રૂપિયા પ્રતિ 1 કિલો ગ્રામ બોલાયો હતો.

અન્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ (Gold Silver Price In India)

અમદાવાદ સહિત દેશભરના શહેરોમાં સોનાના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં સોનું 750 રૂપિયા વધીને 63500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વકાલિન ઉંચી સપાટીએ પહોંચ્યું હતું. તો ચાંદી 800 રૂપિયા ઉછળીને 79000 રૂપિયા થઇ હતી.

વૈશ્વિક બુલિયન બજારમાં તેજી, સોનું 6 મહિનાની ઉંચાઇએ (Gold Silver Hits 6 Months High)

વૈશ્વિક બુલિયન બજારમાં સોનું-ચાંદીમાં ચોથા દિવસો તેજી ચાલી રહી હતી. હાજર સોનું 0.25 ટકા કે 27 ડોલર વધીને 2046 ડોલર પર્તિ ટ્રોય ઔસ થયું હતું. તો યુએસ ગોલ્ડ ફ્યૂચર પણ 2045 ડોલર બોલાયું હતું. તો વૈશ્વિક બજારમાં હાજર ચાંદીનો ભાવ નજીવો વધીને 25.07 ડોલર અને કોમેક્સ સિલ્વર 25.40 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો.

Gold Sivler Rate Today | gold price today | silver price today | gold investment | gold buying on Dhanteras Diwali
સોનું – ચાંદી રોકાણ કરવા માટેનો સુરક્ષિત વિકલ્પ છે. (Photo – Freepik)

આ પણ વાંચો |  IREDAનું ધમાકેદાર લિસ્ટિંગ, શેરધારકોને બમણી કમાણી; શેર રાખવા કે વેચી દેવા? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

સોના – ચાંદીમાં તેજીના કારણો (Why Gold Silver Price Increase)

અમેરિકન ડોલરમાં નરમાઇયુએસ બોન્ડન યીલ્ડમાં ઘટાડોઇઝરાયલ-હમાસ યુદ્ધથી ભૂ રાજકીય તણાવઅમેરિકા સહિત મોટાભાગના દેશોમાં ફગાવો ઉંચા સ્તરે રહેવાની આશંકાચીનમાં નવી મહામારી અને તે અન્ય દેશોમાં ફેલાશે તેવી આશંકાવૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર મંદ રહેવાની ચિંતાઆર્થિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે સેફ હેવન ગણાતા સોના-ચાંદી તરફ રોકાણકારોની દોટભારતમાં લગ્નસરાની સીઝનથી સોના – ચાંદીની માંગ વધવાની અપેક્ષા

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ